શુક્રવાર, 3 નવેમ્બર, 2017

ઈન્ડિયન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લદાખમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ કર્યો તૈયાર


- રોડની ઉંચાઈ 19.300 ફૂટની રાખવામાં આવી છે
- આ જગ્યા ઉપર બાંધકામ માટે માલ-સામાન પહોંચાડવો મુશ્કેલ

BRO(બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન)એ એક નવી સિદ્ધી હાંસલ કરીને દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. BRO પોતાની હિમાંકુ પરિયોજના અંતર્ગત જમ્મુ કાશ્મીરના લદાખ વિસ્તારમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ તૈયાર કરી દીધો છે.   

BROએ જમ્મુ કાશ્મીરના લદાખ ક્ષેત્રમાં મોટરવાહનો ચલાવવા માટે દુનયાનો સૌથી ઉંચો રોડ તૈયાર કરી દીધો છે. આ રસ્તાની ઉંચાઈ 19.300 ફૂટની રાખવામાં આવેલી છે. જે આ વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા 'ઉમલિંગા ટોપ' નામના વિસ્તારમાંથી પસાર થાય છે.

આ અંગે BROના પ્રવક્તાએ જણાવ્યું કે આ રોડ લેહથી લગભગ 230 કિ.મી દૂર હાનલેની નજીકમાં આવેલ છે. જે આ વિસ્તારના દેમચક અને ચિસુમલાના ગામોની જોડે છે. આ તમામ ગામ પૂર્વી ક્ષેત્રમાં ભારત અને ચીનની સરહદની નજીક આવેલા છે.  

આ કઠિન લાગતા કાર્યને પુરુ કરવામાં આ પરિયોજનાના ચીફ એન્જીનિયર બ્રિગેડિયર DM પુરવીમઠે જણાવ્યું કે આટલી મોટી ઊંચાઉ પર રોડ બનાવવાનું કામ ખૂબ અઘરુ હતુ કારણ કે આ જગ્યા ઉપર જળવાયુનું નિર્માણ અને તેવી ગતિવિધિઓ હંમેશા પ્રતિકૂળ રહે છે. બ્રિગેડિયરે કહ્યું કે આ આટલી ઊંચાઈ પર સાધનો પહોંચાડવા પણ મુશ્કેલ હતા.


ગરમીના સમયગાળા દરમિયાન પણ અહીંનું તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ પર રહે છે જ્યારે શિયાળામાં અહીંનું તાપમાન 0થી 40 ડિગ્રીના નીચે જતુ રહે છે. જેથી અહીં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય જગ્યાઓ કરતા 50 ટકાથી પણ નીચે હોય છે. વધુમાં આ રસ્તાની દેખરેખ રાખતા કમાન્ડર પ્રદીપ રાજે જણાવ્યું કે BROઓના કર્મચારીઓએ આ કામ ચાલુ કરતા પહેલા આ જગ્યાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો