બુધવાર, 1 નવેમ્બર, 2017

વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત 100માં ક્રમે


Congratulations : TET-2 Passed Students




- 137 ઉપરથી 30 ક્રમ ઉપર કૂદકો, પહેલી વાર 100માં સમાવેશ

- નોટબેન બાદ ભારતનું સ્થાન સુધર્યુ, જો કે GST ધ્યાનમાં નથી લેવાયુ

વર્લ્ડ બેન્કના અહેવાલમાં ભારતુનં સ્થાન સુધર્યુ છે પણ GST ને ધ્યાનાં લીધા પહેલાનો આ અહેવાલ છે.

વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસરેન્કિંગમાં ભારત 30 સ્થાનના કૂદકા સાથે 100મા ક્રમે આવી ગયું છે. ટેક્સમાં સુધારા, લાઇસન્સિંગની સરળ પ્રક્રિયા, રોકાણકારોનું રક્ષણ અને બેન્કરપ્સીના ઉકેલના કારણે ભારતનું સ્થાન સુધર્યું છે.

GST અને નોટબંધી વિશે એક વર્ગમાં નરેન્દ્ર મોદી સરકાર સામે નારાજગી છે ત્યારે આ રેન્કિંગથી સરકારની છબિ સુધારવામાં મદદ મળશે.

વર્લ્ડ બેન્કે તેના વાર્ષિક અહેવાલ ડુઇંગ બિઝનેસ ૨૦૧૮: રિફોર્મ્સ ટુ ક્રિયેટ જોબમાં જણાવ્યું છે કે 2003થી અત્યાર સુધીમાં 37 સુધારા થયા તેમાંથી લગભગ અડધા સુધારા છેલ્લાં ચાર વર્ષમાં લાગુ કરાયા છે.


જોકે, આ રેન્કિંગમાં GST પછીના બિઝનેસના વાતાવરણને ધ્યાનમાં લેવાયું નથી. GST સુધારાથી સમગ્ર દેશ એક ટેક્સ હેઠળ આવ્યો છે અને રાજ્યો વચ્ચેના ટેક્સના અવરોધો દૂર થયા છે. ગયા વર્ષે ભારત 190 દેશોની યાદીમાં 130મા ક્રમે હતું. ડુઇંગ બિઝનેસના 10માંથી 8 ઇન્ડિકેટરમાં ભારતે સુધારા લાગુ કર્યા છે. ભારત પહેલી વખત ટોચના 100 રાષ્ટ્રોમાં સ્થાન પામ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો