બુધવાર, 1 નવેમ્બર, 2017

'ખીચડી' બનશે ભારતનું રાષ્ટ્રીય ખાણુ, 4થી નવેમ્બરે ઉજવાશે 'ખાદ્યદિવસ'


Congratulations : TET-2 Passed Students



 - ગરીબો અને અમીરો બંને માટે સરળતાથી મળી રહે છે ખીચડી

- ખાદ્ય દિવસ પર 4800 કિલોની ખીચડી તૈયાર કરવામાં આવશે

ખીચડી ગુજરાતના લગભગ દરેક ઘરમાં બનતી જ હશે.વળી ખીચડી એ એક એવું ભોજન છે જે ગરીબોને પણ પરવડે તેવું છે. આ ખીચડી દેશ-વિદેશમાં પ્રખ્યાત થઇ ચૂકી છે. ત્યારે હવે ખીચડીને રાષ્ટ્રીય ખોરાકનું સન્માન મળવા જઇ રહ્યું છે.

દાળ-ચોખા અને અન્ય મસાલાઓથી બનેલી ખીચડી હવે દેશનું રાષ્ટ્રીય ભોજન બનવા જઇ રહી છે. 4 નવેમ્બરના રોજ દિલ્હીમાં ખાદ્ય દિવસ ઉજવવામાં આવશે. જેમાં ખીચડીને દેશનું સુપર ફૂડ જાહેર કરવામાં આવશે.

મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે ખીચડીને ભારતીય ભોજન તરીકે રજૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મંત્રાલયે એવો તર્ક આપ્યો હતો કે અમીર હોય કે ગરીબ ખીચડી દરેકને પસંદ આવે છે. એક રીતે ખીચડી એ વ્યંજનોનો રાજા છે. ખીચડી સ્વાસ્થય માટે પણ લાભકારક છે. ઓછા ખર્ચે ટૂંક સમયમાં જ જલદીથી તૈયાર થઇ જાય છે.


ખાદ્ય દિવસ પર 4800 કિલોની ખીચડી તૈયાર કરવામાં આવશે. જેનો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ્સ રેકોર્ડમાં સમાવેશ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે જણાવ્યું છે કે ખીચડીને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે માર્કેટિંગ રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો