બુધવાર, 1 નવેમ્બર, 2017

તીન તલાક બાદ 'હલાલા' જેવી કુપ્રથાને ખતમ કરવા સાયરા કટિબધ્ધ



Congratulations : TET-2 Passed Students



પૂના(મહારાષ્ટ્ર)માં આયોજિત એક સમારોહમાં સુપ્રીમ કોર્ટની ત્રણ તલાકની લડતમાં જીત મેળવનાર સાયરા બાનોને 'પ્રમોદ મહાજન સ્મૃતિ' પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેની સાથે પૂના ફિલ્મ સંસ્થા(FTII)ના અધ્યક્ષ ફિલ્મ અભિનેતા અનુપમ ખેરને પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના સાંસદ અને સામાજિક સંસ્થા સ્વચ્છંદના અધ્યક્ષા મેઘા વિશ્રામ કુલકર્ણીએ પૂનામાં કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર અને પૂનમ મહાજનના હસ્તે કાશીપુરના રહેવાસી સાયરા બાનોને મહાજન સ્મૃતિ સમ્માન આપવામાં આવ્યુ. તેમને માનપત્ર, સ્મૃતિ ચિહ્ન અને મહારાષ્ટ્ર સમ્માન પાઘડી આપવામાં આવી હતી.


તેમણે કહ્યું કે મહિલાઓના હકમાં તેમનો સંઘર્ષ ચાલુ જ રહેશે. તે હવે હલાલા જેવી કુપ્રથાને ખતમ કરવા માટે લડત શરૂ કરશે. સાયરાના ભાઈ અરશદે કહ્યું કે લાંબી કાયદાકીય લડતમાં તેમની બહેનને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તેમ છતાં સાયરાએ સમાજના કથિત ઠેકેદારોથી હાર માની નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો