શનિવાર, 29 એપ્રિલ, 2017

    જાણવા જેવું...


    • માનવ શરીરનો સૌથી લાંબો કોષ મોટર ન્યુરોન ૪ ફૂટ લાંબો હોય છે. તે કરોડરજ્જુથી પગના અંગૂઠા સાથે જોડાયેલો હોય છે.
    • કાતરની શોધ લિયોનાર્ડો દ વિન્સીએ કરેલી.
    • કોઈપણ સમયે પૃથ્વી પર ક્યાંકને ક્યાંક વાવાઝોડું ચાલુ જ હોય છે.
    • હરિકેન સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. ત્રણ હરિકેનની શક્તિ એટલે પૃથ્વી પરના તમામ અણુશસ્ત્રોની શક્તિ.
    • ચંદ્ર પૃથ્વીથી દરરોજ થોડો દૂર થતો જાય છે. ૮ કરોડ વર્ષ પહેલાં ચંદ્ર પૃથ્વીની સપાટીથી ૩૫ ફૂટની ઊંચાઈએ પ્રદક્ષિણા કરતો હતો.
    • અવકાશમાં અવકાશયાત્રીઓ રડી શકતા નથી. ગુરુત્વાકર્ષણના અભાવે આંસુ વહી શકે નહીં.
    • આકાશમાં ઘૂમરાતું મધ્યમ કદનું ક્યુમ્બુલસ વાદળ લગભગ ૮૦ હાથીના વજન જેટલું પાણી વરસાવે છે.
    • જમ્બો જેટની પેટ્રોલની ટાંકીમાં સમાતો કુલ જથ્થો એક કારને પૃથ્વીની ચાર વખત પ્રદક્ષિણા કરાવી શકે તેટલો હોય છે.
    • ક્વીન એલિઝાબેથ નામનું જંગી જહાજ પાંચ લીટર પેટ્રોલ બાળે ત્યારે માંડ છ ઈંચ આગળ વધે છે.
    • સાપ સંપૂર્ણ માંસાહારી છે તે કદી વનસ્પતિ ખાતા નથી.

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો