મેઘાલયના મુખ્ય પ્રધાન બનવા જઇ રહેલા કોનરાડ સંગમા કોણ
છે?
- NPP પાસે વધુ
બેઠકો હોવાથી પક્ષ પ્રમુખ સંગમા મુખ્ય પ્રધાન પદે પસંદ કરાયા
- છઠ્ઠી માર્ચે શપથ સંભવ
મેઘાલયમાં નેશનલ પીપલ્સ
પાર્ટી (NPP)
સરકાર બનાવવાની
તૈયારીમાં છે, અહીં તેને ભાજપ અને અન્ય
સ્થાનીક પક્ષોનું સમર્થન છે. જે સાથે જ NPPના પ્રમુખ કોનરાડ સંગમા મુખ્ય
પ્રધાન પદ માટે પણ પસંદ કરી લેવાયા હતા.
NPPની સ્થાપના કોનરાડના પિતા પી.એ. સંગમાએ કરી હતી, પી.એ. સંગમાને એનડીએએ પ્રણવ મુખર્જી સામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. પી.એ. સંગમા પહેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ ૨૦૧૨માં તેઓને કાઢી મુકાયા હતા. જે બાદ તેઓએ NPPની સ્થાપના કરી હતી.
જોકે પી.એ. સંગમાના નિધન બાદ આ પક્ષની કમાન તેના પુત્ર અને હાલમાં મુખ્ય પ્રધાન પદના દાવેદાવ કોનરાડ સંગમાના હાથમાં આવી. જોકે સીએમ પદની રેસમાં તેમના બહેન અગાથા સંગમા પણ આગળ છે. તેઓ મેઘાલયના પહેલા મહિલા અને યુવા મુખ્ય પ્રધાન બની શકે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો