બુધવાર, 28 ફેબ્રુઆરી, 2018


ગુજરાત વિશે

1. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે ? ત્રણ

2. કયું દરિયાઈ રાષ્ટ્રીયઉદ્યાન કચ્છના અખાતમાં આવેલુંછે ? જામનગર દરિયાઈરાષ્ટ્રીય ઉદ્યાન

3. એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે ? ૧૫૦ થી ૧૭૦ કિ.ગ્રા.

4. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે ? જામનગર દરિયાઈરાષ્ટ્રીય ઉદ્યાન

5. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વહેલનું વજન આશરૅ કેટલું હોય છે
૧૪૫ થી ૧૭૦ ટન

6. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરૅ કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે ? ૩૦ કિલો

7. ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલાં કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું ? સિંહ

8. જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે ? નર્મદા

9. ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાંઆવે છે? ૨૩૦ થી ૨૫૦

10. રીંછ ના પ્રિય ખોરક શું હોય છે ? ઉધઈ

11. કયા મૌર્યવંશીં શાસકે ગિરનારના શિલાલેખોમાં ૧૪ ધર્માજ્ઞાઓ કોતરાવી હતી ? સમ્રાટ અશોક

12. ટપકાંવાળી જંગલી ચીબરીં ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે ? ડાંગ જિલ્લાના વાસંદા

13. ગુજરાતના કાયમી નિવાસી એવા સકકરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલીવાર પાંખો ફફડાવી શકે છે ? ૧૭૫ થી ૨૦૦ વખત

14. કોયલ કુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે ? લેલાં

15. ગુજરાતના વનવગડામાં લકકડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે ? વહેલી સવારનો

16. કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છેકે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે ? બપૈયા

17. ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે ? કાનકડિયા

18. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ મટિ સમૂહમાં પોતાના માળા બાંઘી આખું પક્ષીવાર વસાવે છે ?... 
કાનકડિયા

19. કયા પક્ષીઓ સૌથી વધ્રુ ઝડપથી ઉડી શકે છે ? કાનકડિયા

20. કાનકડિયા એક કલાકમાં કેટલા માઈલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે ? ૧૦૦ માઈલ

21. કાનકડિયા પોતાના માળા શેના વડે બાંઘે છે ? પોતાના ચૂંક વડે

22. વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવળી ઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે ? ખત્રિયાણી

23. સાળંગપુરમાં કોનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે ? હનુમાનજી

24. ભારતની ૫૧ શકિતપીઠોમાંની ગુજરાત સ્થિત શકિતપીઠનું નામ જણાવો ? અંબાજી

25. હડપ્પીય સંસ્કૃતિનું મહત્વ કેન્દ્ર ઘોળાવીરાકયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ

26. સોલંકી વંશનો સૌથી પ્રભાવી રાજા સિદ્ધરાજ જયસિંહ કઈ સાલમાં પાટણની ગાદી ઉપર આવ્યો ? ઈ.સ. ૧૦૯૬

27. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે ? મોરબાજ

28. જૂનાગઢમાં આવેલા જોવાલાયક કિલ્લાનું નામ જણાવો ? ઉપરકોટ

29. જૂનાગઢ કયા ડુંગરની પરિક્રમા કરવા દૂર સુદૂરથી ભાવિકો એકઠા થાય છે ? ગિરનાર

30. પ્રખ્યાત શૈવે તીર્થશૂરપાણેશ્વર કઈ નદીના કિનારે આવેલું છે ? નર્મદા

31. ડાકોરમાં કોનું મંદિર આવેલું છે? રણછોડરાયજી

32. સોલંકી વંશના કયા મહારાણીએ પ્રજાની લાગણીઓને માન આપી સોમનાથનો યાત્રાળુવેરો માફ કર્યો હતો ?.. મહારાણી મીનળદૈવી

33. ખેડા જિલ્લાનું વડુ મથક કયુ છે ? નડિયાદ

34. ઉદવાડા કયા ધર્મનું તીર્થ સ્થળ છે? પારસી

35. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં આવેલો કબીરવડ આશરે કેટલા વર્ષ જૂનો હોવાનું મનાય છે ? .......લગભગ ૬૦૦ વર્ષ

36. સ્થાપત્ય કળાનો બેનમૂન નમૂનો હીરા ભાગોળ કયા શહેરમાં આવેલ છે ? ડભોઈ

37. શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? ભાવનગર

38. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક કયું છે ? પાલનપુર

39. જાણીતું પ્રવાસન સ્થળ ચોરવાડ કયા જિલ્લામાં આવેલું છે?  જૂનાગઢ

40. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે ? ચોટીલા

45. પાવાગઢ કયા જિલ્લામાં આવેલો છે? ગોધરા

46. ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દૈશ આવેલો છે ? પાકિસ્તાન

47. સોલંકી વંશના સુદીર્ઘ શાસનની જાહોજલાલીના પ્રતિકસમુ સ્થાપત્ય રુદ્રમહાલય કયાં આવેલો છે ? સિધ્ધપુર

48. સુપ્રસિધ્ધ રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?  પાટણ

49. ગુજરાતના કયા જિલ્લામાં ફ્ક્ત એક્જ તાલુકો છે? ડાંગ

50.પાવાગઢ નજીક આવેલો ચાંપાનેર દરવાજો કોની યાદમાં બાંધવામાં આવ્યો છે? ચાંપા વાણિયાની

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો