ભારતીય રેલવેને મળ્યુ અત્યાર સુધીનુ સૌથી ઝડપી એન્જિન
ભારતની
ટ્રેનો માટે એન્જિન બનાવનાર ચિતરંજન લોકોમેટિવ વર્કસ દ્વારા ભારતીય રેલ્વેને
અત્યાર સુધીનુ સૌથી ઝડપી એન્જિન બનાવીને સોંપી દેવાયુ છે. આ એન્જિન પ્રતિ કલાક 200
કિમીની ઝડપતી દોડી શકે છે.
એન્જિનમાં
ડ્રાઈવરની સગવડ અને સુરક્ષાનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. પહેલુ એન્જિન ગાઝીયાબાદ
મોકલવામાં આવ્યુ છે. તેનો ઉપોયગ રાજધાની, શતાબ્દિ અને ગતિમાન એક્સપ્રેસ જેવી ટ્રેન
માટે કરવામાં આવે તેવી સંભાવના છે.
એવી
આશા છે કે ઝડપી એન્જિનથી મુસાફરીનો સમય ઘટશે. નવા એન્જિનમાં સીસીટીવી કેમેરા તેમજ
વિમાનની જેમ કોકપીટ વોઈસ રેકોર્ડર પણ લગાવવામાં આવ્યુ છે. જેમાં 90 દિવસ સુધીની
વાતચીત રેકોર્ડ થઈ શકશે.
13
કરોડના ખર્ચ બનેલા એન્જિનમાં ઓછી વીજળી વપરાય તે પ્રકારની નેક્સટ જનરેશન રિજનરેટિવ
બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો