ઉદય એક્સપ્રેસ ટ્રેન - જેમાં હશે વેન્ડિંગ મશીન અને એલઇડી સ્ક્રિન
ભારતીય રેલવે જુલાઇમાં ડબલડેકર એસી ( ઉદય એક્સપ્રેસ શરુ થશે. આ ટ્રેન સૌથી વધુ માંગવાળા રુટ ઉપર રાત્રીના પ્રવાસ
માટે હશે. ઉદય એક્સપ્રેસમાં આરામદાયક સીટ હશે. ઉપરાંત પેસેન્જર માટે દરેક કોચમાં જ
ભોજન અને ચા- કોલ્ડ ડ્રિંક્સ માટે વેન્ડિંગ મશીન રહેશે. એ માટે રેગ્યુલેટર ૩ એસી
ક્લાસથી ઓછું હશે. ઉદય એક્સપ્રેસના દરેક કોચમાં વાઇ ફાઇ સ્પીકર સિસ્ટમની
સાથે મોટી એલઇડી સ્ક્રિન રહેશે. ડબલડેકર ઉદયની યુએસપી રહેશે કે તેમાં મુસાફરી માટે
૩ એસીના ભાડા કરતાં ઓછું રહેશે અને સારી સુવિધા મળશે.
આ
ટ્રેનમાં અન્ય બીજી ટ્રેનો કરતાં ૪૦ ટકા વધુ પેસેન્જર સીટ ક્ષમતા હશે.
કેટરીંગ માટે ટ્રેનમાં વેન્ડિંગ
બોક્સની સુવિધા હશે.
હાઇ ડેન્સીટી રુટ ઉપર આ ટ્રેનની સ્પીડ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો