મંગળવાર, 25 એપ્રિલ, 2017


અન્નપૂર્ણા ભોજન યોજના


શ્રમિકો માટે માત્ર રૂ.૧૦માં બપોરનું ભોજન આપવાની યોજનાને સરકાર ૧લી મે ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્વ મજૂર દિનથી રાજ્યભરમાં આરંભ કરવા આગળ વધી છે.

શ્રમ અને રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના કહેવા મુજબ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટ જેવા શહેરોમાં ૬૮થી વધુ કડિયાનાકાઓ ઉપર ૧લી મેના રોજ આ યોજના લોન્ચ કરવાની તૈયારીઓ આખરી તબક્કમાં છે. જેમાં સરકાર સાધનો આપશે, જ્યારે સંસ્થાઓ અન્ન અને શાકભાજી સહિતના મસાલા સાથે ભોજન તૈયાર કરીને કડિયાનાકાઓ - શ્રમિકોનુ બજાર જ્યાં ભરાય ત્યાં પહોંચાડશે. રૂ.૨૮થી ૩૨માં તૈયાર થનારૂ ભોજન શ્રમિકોને રૂ.૧૦માં મળશે. બાકીનો ખર્ચ સરકાર ઉપાડી લેશે. 

આ યોજનાની શરૂઆતે જ યુ-વિન કાર્ડ અથવા ઓળખના પુરાવા ધરાવતા ૫૦,૦૦૦ શ્રમિકોને આવરી લેવાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો