મંગળવાર, 31 ઑક્ટોબર, 2017

ભારત અને ઈટાલીએ ચાવી રૃપ ક્ષેત્રોમાં છ કરાર કર્યા : ત્રાસવાદ સામે લડવા સંમત

Congratulations : TET-2 Passed Students




- બંને દેશોના વડાપ્રધાનની બેઠક યોજાઇ

- ઉર્જા, રેલવે સલામતી અને વ્યાપાર ક્ષેત્રે સંબંધો વિકસાવવા છ કરાર : વ્યાપારને ઉત્તેજન અપાશે .

ભારત અને ઈટાલીએ આજે સહકાર વધારવા માટે ચાવીરૃપ ક્ષેત્રોમાં છ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ઉર્જા અને વેપાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાપ્રધાન પાઓલો જેન્ટીલોની સાથે બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બનાવવા અને ત્રાસવાદ સામે લડવા માટે ચર્ચા કરી હતી.

બંને દેશોએ અન્ય દેશોને આતંકવાદને પોષતા દેશોમાંથી ત્રાસવાદ ખતમ કરવા આહવાન કર્યું હતું. એક સંયુક્ત નિવેદનમાં ત્રાસવાદનું નેટવર્ક, સરહદ પારના આતંકવાદને ખતમ કરવા આહવાન કરી પાકિસ્તાન પર છૂપો પ્રહાર કર્યો હતો.

બંને નેતાઓની બેઠક બાદ છ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા તથા રેલવેની સલામતી, ઉર્જા, રોકાણ વધારવા જેવા ક્ષેત્રોનો  સમાવેશ થાય છે.

ઈટાલી ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી મિત્ર છે. બંને દેશો વચ્ચે ૨૦૧૬-૧૭માં ૮.૭૯ અબજ ડોલરનો વેપાર થયો હતો. બંને નેતાઓએ દ્વિપક્ષી સંબંધો ઉપરાંત ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા પણ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે વૈશ્વિક સલામતી સામે ઊભા થયેલા પડકારોની ચર્ચા કરી વૈશ્વિક ત્રાસવાદ સામે લડવા સંમતિ  સાધી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો