રવિવાર, 6 જાન્યુઆરી, 2019

અમદાવાદમાં  આજથી ૩૦મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ 

Image result for kite festival ahmedabad 2019

- પતંગોત્સવ ગુજરાતની વર્લ્ડ બ્રાન્ડ ઈમેજ બનશે: રાજ્યપાલની હાજરીમાં મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો

અમદાવાદમાં NIDની પાછળ આવેલા રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીની હાજરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પતંગોત્સવને ખુલ્લો મૂક્યો છે. આ પતંગોત્સવમાં વિવિધ 45 દેશોના 151 પતંગબાજો ભાગ લઇ રહ્યા છે.

અમદાવાદમાં ૧૯૮૭ના વર્ષથી યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ વખતે ૪૫ દેશના ૧૫૧ પતંગબાજો ભાગ લેવાના છે. આ ઉપરાંત ભારતના ૧૩ રાજ્યોના ૧૦૫, ગુજરાતના ૧૯ શહેરના ૫૪૫ પતંગબાજ અવનવા પતંગ સાથે ભાગ લેતા જોવા મળશે. આ વખતે કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ૮મીએ , સુરત-જેતપુર ખાતે ૯મીએ, રાજકોટ-સોનગઢ ખાતે ૧૦મીએ, સાપુતારા-ધોલેરા ખાતે ૧૧મીએ, કચ્છના સફેદ ધોરડો ખાતે ૧૨મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવવાનો છે. ૧૪મીએ અમદાવાદની પોળમાં પણ પતંગ મહોત્સવ યોજાશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે ૧૦ થી ૫ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સાંજે ૭:૩૦ થી ૯ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.



રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ અવસરે "એક ભારત - શ્રેષ્ઠ ભારત" ની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.

આ પતંગોત્સવમાં 45 દેશોના અને ભારતના વિવિધ 13 રાજ્યોના તેમજ ગુજરાતના 19 શહેરોના 500 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓના સેવા વસ્તી વસાહતના 2 હજાર બાળકોએ યોગ નિદર્શન દ્વારા સૂર્યોપાસના કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો