રવિવાર, 20 જાન્યુઆરી, 2019



પહેલી વખત પરફોર્મિંગ આર્ટસમાં હેરિટેજ વોક યોજાઈ

 
એમ.એસ.યુનિવસટીની પરફોમગ આર્ટસ ફેકલ્ટીમાં આજે પહેલી વખત ફેકલ્ટી તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ એલ્યુમ્નાઈ અફેર્સ દ્વારા હેરિટેજ વોક યોજાઈ હતી.ફેકલ્ટીની મુલાકાત લેનારા શહેરીજનોને ફેકલ્ટીના ઈતિહાસ અંગે રસપ્રદ જાણકારી પુરી પડાઈ હતી.
દેશને સંખ્યાબંધ જાણીતા કલાકારોની ભેટ આપનાર પરફોમગ આર્ટસ ફેકલ્ટીની સ્થાપના મહારાજા સયાજીરાવ દ્વારા ૨૬ ફેબ્આરી, ૧૮૮૬માં બાળકોની ગાયનશાળાના સ્વરુપે થઈ હતી.જે ભારતની પણ પહેલી ગાયનશાળા હતી. ૧૯૭૫માં વડોદરાની અન્ય ઈમારતોને ડિઝાઈન કરનાર આકટેક્ટ રોબર્ટ ચિઝોમે પરફોમગ આર્ટસ ફેકલ્ટીની હાલની ઈમારતને પણ ડિઝાઈન કરી હતી.
પરફોમગ આર્ટસ ફેકલ્ટીએ સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં ઘણા નવા ચીલા ચાતર્યા હતા.જેમ કે ભારતીય સંગીતમાં પ્રો.મૌલા બક્ષ સંગીતના પહેલા પ્રોફેસર તરીકે ઓળખાય છે. જેઓ પરફોમગ આર્ટસમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા.ગુજરાતમાં ભરતનાટયમ અને કથ્થક નૃત્યની એન્ટ્રી વડોદરાની પરફોમગ આર્ટસ થકી થઈ હતી.ભારતીય રાગ અને સંગીત અંગેનુ પહેલુ સંમેલન પણ ૧૯૧૬માં ૨૧ થી ૨૪ માર્ચ દરમિયાન મહારાજા સયાજીરાવની અધ્યક્ષતામાં વડોદરામાં પરફોમગ આર્ટસના ઉપક્રમે યોજાયુ હતુ.
હાલમાં ફેકલ્ટીના પાંચ વિભાગો ડાન્સ, ડ્રામા, વોકલ, ઈન્સ્ટ્મેન્ટલ અને તબલામાં ૧૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.તેમને ૪૩ અધ્યાપકો ભણાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો