મંગળવાર, 11 જુલાઈ, 2017

બંગાળના અખાતમાં અમેરિકા, જાપાન અને ભારતીય નેવીની સંયુક્ત માલાબાર સૈન્ય કવાયત શરૂ...



બંગાળના અખાતમાં અમેરિકા, જાપાન અને ભારતીય નેવીની પાંચ દિવસીય સંયુક્ત માલાબાર સૈન્ય કવાયત શરૂ થઇ ગઇ છે. આ સંયુક્ત કવાયતનો ઉદ્દેશ ત્રણેય દેશો વચ્ચે સૈન્ય સંબધો વધુ બનાવવાનો છે. આ દરમિયાન સંયુક્ત કવાયત અંગે અમેરિકન નેવીના કમાન્ડર એડમિરલ વિલિયમ ડી બાયર્ન જુનિયરે જણાવ્યું છે કે આ યુદ્ધ અભ્યાસથી ચીનને વ્યૂહાત્મક સંદેશ જશે. આ કવાયતમાં ત્રણેય દેશોના કુલ ૯૫ વિમાન, ૧૬ જહાજ અને બે સબમરિન ભાગ લઇ રહી છે.


ત્રણેય દેશોના નેવી અભ્યાસમાં અમેરિકા શીપ નિમિત્ઝ(સીવીએન-૬૮), ગાઇડેડ મિસાઇલ ક્રૂઝ યુએસએસ પ્રિન્સેટોન(સીજી-૫૯), ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર્સ યુએસએસ હોવાર્ડ(ડીડીજી-૮૩), યુએસએસ શૂપ(ડીડીજી-૮૬) અને યુએસએસ કિડ(ડીડીજી-૧૦૦), પોસીડોન પી-૮ એ વિમાન ઉપરાંત લોન એન્જેલસની ઝડપથી હુમલો કરતી સબમરીન પણ સામેલ છે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર જાપાન મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ શીપ્સ જેએસ ઇઝુમો(ડીડીએચ-૧૮૩), જેએસ સઝાનામી(ડીડીઆઇ-૧૩)ની સાથે ભારતીય નેવી જહાજ જલાશ્વ અને આઇએનએસ વિક્રમાદિત્ય પણ સંયુક્ત નેવી કવાયતમાં ભાગ લેશે. ત્રણ દેશો વચ્ચે થતી આ ૨૧મી કવાયતમાં સમુદ્ર કિનારે અને સમુદ્રમાં અભ્યાસ કરવામાં આવશે. આ કવાયત હેઠળ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ ઓપરેશન, મેરિટાઇમ પેટ્રોલનો અભ્યાસ કરવામાં આવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો