અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો: સાત ગુજરાતીનાં મોત…
- જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને
મોકળું મેદાન: બસની નંબર પ્લેટ પર 'GJ' જોઇને ગોળીબાર
- અનંતનાગમાંથી ગુજરાતના
યાત્રિકોની બસ પસાર થઇ રહી હતી ત્યારે આતંકીઓ ત્રાટક્યા
યાત્રિકોના કાફલામાં ભોગ બનનારી
બસની નોંધણી નહોતી કરાઇ તેથી સુરક્ષા ન મળી હોવાનો દાવો આતંકીઓ હુમલો કરી ફરાર, સર્ચ
ઓપરેશન જારી : અનેક ઘાયલ, ત્રણ ગંભીર.
ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના
દક્ષિણ ગુજરાતના વતનીઓ છે.જેને પગલે સાત યાત્રીકોના મોત નિપજ્યા છે જ્યારે
૩૨થી વધુ ઘાયલ થયા છે. આ હુમલો અનંતનાગ જિલ્લામાં થયો હતો.
નોંધનીય છે કે અનંતનાગ વિસ્તારમાં ઘણા સમયથી હિંસા થઇ રહી છે. અને આ જ
વિસ્તારમાં આતંકીઓ દ્વારા હુમલા થઇ ચુક્યા છે. આ વર્ષે ૧.૨ લાખ અમરાનાથ યાત્રીકોએ
દર્શન માટે પોતાનું નામ નોંધાવેલ છે. એક ટુકડીમાં
આશરે ૬૦૦૦ યાત્રીકોને મોકલવામાં આવે છે. અને તેમને પુરી સુરક્ષા
પુરી પાડવામાં આવે છે અને જે વાહન નોંધાયેલુ હોય તેમાં જ તેમને લાવવા અને લઇ
જવામાં આવે છે. જોકે અનંતનાગમાં જે યાત્રીકો પર હુમલો થયો તે બસ ખાનગી હોવાનું
મનાઇ રહ્યું છે. અને આ બસ ગુજરાતની છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો