Google
Doodle: ભારતની પ્રથમ રેકૉર્ડિંગ સુપરસ્ટાર
ગૌહર જાન
- ગૂગલે ગૌહર જાનના 145માં જન્મદિવસે ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપો
- ગૌહર જાન 100 વર્ષ
પહેલાં દેશની પ્રથમ કરોડપતિ ગાયિકા બની હતી
ભારતની પ્રથમ રેકૉર્ડિંગ સુપરસ્ટાર ગૌહર જાનના 145માં જન્મ દિવસના ખાસ અવસરે Google Doodle બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ગૌહર જાન ભારતના તે મહાન હસ્તીઓમાંથી એક હતા, જેમણે ન માત્ર ભારતીય સંગીતને નવી બુલંદીઓ સુધી પહોંચાડ્યું પરંતુ દુનિયાભરમાં દેશનું નામ રોશન કરી દીધું.
ગૌહર પ્રથમ ગાયિકા હતા જેમણે પોતાના ગીતોનું રેકૉર્ડિંગ કરાવ્યું હતું અને એટલા માટે તેઓ ભારતના પ્રથમ રેકૉર્ડિંગ સુપરસ્ટારના નામથી ઓળખાય છે.
ગૌહર જાનનું સાચું નામ એન્જેલિના યોવર્ડ હતું. તેમનો જન્મ આઝમગઢમાં થયો હતો. તેમના દાદા બ્રિટિશના હતા જ્યારે દાદી હિન્દૂ હતા. તેમના પિતાનું નામ વિલિયમ યોવર્ડ હતું જેઓ એન્જિનિયર હતા અને માતા વિક્ટોરિયા એક પ્રશિક્ષિત ડાન્સર અને સિંગર હતા.
ગૌહર જાન એટલે કે એન્જેલિનાને પણ તેમની માતા પાસેથી જ ડાન્સ અને સંગીતની શિખવાની પ્રેરણા મળી હતી. વર્ષ 1879માં એન્જેલિનાના માતા-પિતાના છૂટાછેડા થયા બાદ તેઓ બનારસ ચાલ્યા ગયા. ત્યારબાદ તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો અને તેમણે પોતાનું નામ બદલીને ગૌહર જાન રાખી દીધું.
તમને જાણીને નવાઇ લાગશે કે ગૌહર જાન 20 ભાષાઓમાં ઠુમરી ગાતા હતા. તેઓ દક્ષિણ એશિયાના પ્રથમ એવા સિંગર હતા, જેમના ગીત ગ્રામોફોન કંપનીએ રેકૉર્ડ કર્યા અને તેમને રેકોર્ડિંગ માટે લગભગ 3000 રૂપિયા મળ્યા હતા. ગૌહર જાને પોતાના ટેલેન્ટને કારણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી. 19મી શતાબ્દીમાં ગૌહર જાન સૌથી મોંઘી ગાયિકા હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો