મુંબઈએ
ભારતની સૌથી સ્વચ્છ રાજધાનીમાં સ્થાન મેળવ્યું
- સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮
- સાંઈના શહેર ગણાતાં શિર્ડીને ૧૫ કરોડનું ઈનામ જાહેર
સ્વચ્છ ભારત
અભિયાન અંતર્ગત ચલાવાતા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮માં દેશની સ્વચ્છ રાજધાની તરીકેનો
મુગટ મુંબઈ શહેરને માથે ચડાવાયો છે.
તો એક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા શહેરો (અમૃત
શહેરો)ની સ્પર્ધામાં નવી મુંબઈએ નવમો તેમજ પૂણેએ દસમો ક્રમાંક મેળવ્યો છે. તો એક
લાખ કરતાં ઓછી લોકસંખ્યા ધરાવતા શહેરોમાં પશ્ચિમ વિભાગના ૧૦૦ શહેરોમાંના પંચગિની, શિર્ડી, કાટોલ, મલકાપુર,
લોનાવાલા, ઔસા અને ભોર આ સાત શહેરો સમાવિષ્ટ
છે.
દેશની સ્વચ્છ
રાજધાનીનું માન મુંબઈએ મેળવ્યું છે તો ઘનકચરા વ્યવસ્થાપનમાં નવી મુંબઈએ બાજી મારી
છે. રાજ્યના ૨૮ શહેરોએ પ્રથમ સો શહેરમાં સ્થાન મેળવ્યું છે. એક લાખથી ઓછી
લોકસંખ્યા ધરાવતાં શહેરોની સ્પર્ધામાં પશ્ચિમ વિભાગમાં રાજ્યના ૫૮ શહેરોએ સ્થાન
પટકાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો