શનિવાર, 29 જુલાઈ, 2017

વિશ્વ હેપેટાઈટીસ ડે...




ઝેરી કમળા તરીકે ઓળખાતો રોગ હેપેટાઇટીસ A, B, C વગેરે વાઇરસથી થાય છે અને તે શરીરમાં લીવર (યકૃત)ને સૌથી વધુ અસર કરે છે. એક અંદાજ મુજબ આ વાઇરસનો ચેપ દુનિયામાં 40 કરોડથી વધુ લોકોને લાગ્યો છે અને ભવિષ્યમાં હેપેટાઇટીસથી દર વર્ષે આશરે 14 લાખ લોકોના મોત થવાની શક્યતા છે. આ રોગ ન થાય તે માટે રસી શોધાઇ છે, પરંતુ તેના વાઇરસનો ચેપ લાગ્યા બાદ તેની દવાથી હેપેટાઇટીસના વાઇરસનો સંપૂર્ણ નાશ કરવો મુશ્કેલ છે.

ડૉ. બરુચ બ્લુમ્બર્ગે હેપેટાઇટીસ બી વાઇરસ શોધ્યા હતા અને તેના માટે તેમને 1976માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમની યાદમાં દર 28મી જુલાઇએ વર્લ્ડ હેપેટાઇટીસ ડે મનાવાય છે.

WHO અનુસાર આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ દર વર્ષે અસુરક્ષિત ઇન્‍જેકશનને લીધે હેપેટાઇટીસ B વાયરસના 33 ટકા નવા કેસ સામે આવે છે. જ્‍યારે 42 ટકા કેસ હેપેટાઇટીસ C ના દાખલ થાય છે.
આ રોગ એટલો ઘાતક છે કે આનાથી લીવરનું કેન્‍સર થવાની સંભાવના વધી જાય છે.

       કમળાના લક્ષણોઃ - આંખો પીળી થવી,

           - થાક લાગવો,

           - ઝીણો તાવ,

           - ઉલ્ટી થવી,

           - પેટમાં દુખ‌વુ,

           - ભૂખ ઓછી લાગવી.

બચવા શું કરવું?

- પાણી ઉકાળીને પીવુ,
- પાણીમાં ક્લોરીનની ગોળી નાંખવી,
- દુષિત વાસી અને બહારનો ખોરાક ન ખાવો હેપેટાઇટીસ એ.અને હેપેટાઇટીસ ઇ.ના વાઇરસવાળુ


દુષિત પાણી એક વખત પણ પીવામાં આવે તો 15 દિવસ પછી કમળો, ટાઇફોઇડ, ઝાડા, કોલેરા થઇ શકે છે. હેપેટાઇટીસ B અને C નું સંક્રમણ લૈંગિક સંબંધો દ્વારા પ્રસરે છે. હેપેટાઇટીસ B અને C પિત્તાશય ને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે. જો કે આ ચેપનો ઉપચાર ઉપલબ્ધ છે પણ તેની આડઅસરો ઘણી ઘાતકી છે અને તેનાથી પિત્તાશયનું કેન્સર પણ થઈ શકે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો