શનિવાર, 29 જુલાઈ, 2017

આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અર્ધ વર્તુળાકાર કેમ હોય છે ?




વરસાદ પડયા પછી આકાશમાં મેઘધનુષ્ય જોવાની મજા તો તમે માણી જ હશે.

વાતાવરણમાં રહેલાં પાણીના ફોરામાંથી સૂર્યપ્રકાશનું વક્રીભવન થઇને સાત રંગનું અદ્ભૂત મેઘધનુષ્ય રચાય છે.

તે તો તમે જાણો જ છો પરંતુ મેઘધનુષ્ય ક્ષિતિજમાં અર્ધવર્તુળાકાર જ કેમ હોય છે ? સૂર્યપ્રકાશના કિરણો સીધી લીટીમાં જ ગતિ કરે છે એટલે તેની સીધ હંમેશા વર્તુળાકાર વ્યાપમાં જ પકડાતી હોય છે. 

મેઘધનુષ્ય ખરેખર તો, સંપૂર્ણ વર્તુળ જ હોય છે.

જમીન પરથી આપણને તેનો અર્ધ હિસ્સો જ દેખાય છે.


આકાશમાં ઊડતા વિમાનમાંથી પાયલોટને ઘણીવાર સંપૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ્ય જોવા મળતું હોય છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો