ભારતના 'મિસાઇલ મેન' અબ્દુલ
કલામનો 15 ઓક્ટોબર જન્મદિન
- દરેક
ભારતીયોના દિલમાં આજે પણ છે જીવંત
-
"જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે ઓળખાયા હતા.
દરેક મહાનતા
જેમની સામે નાની બની જાય છે તેવા વ્યક્તિ ડો. કલામનો આજે 86મી જન્મજયંતી છે. ભારતના 11માં રાષ્ટ્રપતિ અવુલ
પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ્ ખાતે થયો હતો.
સાદું અને સરળ
વ્યક્તિત્વ ધરાવતા કલામ સાહેબ 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યાં.તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ
પ્રખ્યાત થયા તેમજ "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે પણ ઓળખાયા.
ભારત સરકારે
તેમને ભારતરત્નથી પણ નવાજ્યા છે. ડો. કલામ જ્યારે DRDOના ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવેલી છે. એકદમ સાદગી ભર્યું જીવન ધરાવતા
કલામ સાહેબના જીવનના એવા પ્રસંગો છે જેનાથી તેના આ
મહાન વ્યક્તિત્વ ખરા અર્થમાં સાબિત થાય છે.
DRDOના ડાયરેક્ટર
હતાં ત્યારે એક કર્મચારીએ પોતાના બાળકોને પ્રદશન જોવા માટે લઇ જવા માટે રજા લીધી
હતી પણ કર્મચારી કામમાં એટલો મશગૂલ થઇ ગયો હતો કે તે બાળકોને લઇ જવાનું ભૂલી ગયો.
જ્યારે ઘરે ગયો ત્યારે જાણવા મળ્યું કે, કલામ સાહેબ રૂબરૂ તે
બાળકોને પ્રદશન જોવા લઇ ગયા હતા. જેમાં તેમના સરળ સ્વભાવની પ્રતિતી થાય છે.
રાષ્ટ્રપતિ
તરીકે રહ્યાં તેનો પગાર પણ એક ટ્રસ્ટને દાનમાં આપી દેતા હતા. એકવાર IIT વારાણસીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં ત્યાં તેમની ખુરશી
અન્ય ખુરશી કરતા મોટી હતી આથી તેણે તે ખુરશી પર બેસવાનો ઇનકાર કરી દીધો હતો.
જ્યાંરે બધાને એકસમાન ખુરશી આપી ત્યારે બેસ્યા હતા. VVIPની
સુવિધા છોડી માત્ર સાદું જીવન જીવવાનુ પસંદ કરતા.
ડો. કલામને
તેમના માતા પિતાના સ્વભાવ અને વ્યવહારમાંથી ઘણું શિખવા મળ્યું હતું. સરળ
વ્યક્તિત્વ ધરાવતા અને મિસાઇલ મેન ડો. કલામ એક ઉમદા વ્યક્તિત્વ હતા જે દરેક
ભારતીયના હૃદયમાં જીવંત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો