આજે 'વાઘ બારસ' સાથે જ દિવાળીના તહેવારોનો ઉલ્લાસભેર
પ્રારંભ
આજે વાઘબારસ સાથે જ છ દિવસ માટે દિવાળીના તહેવારોનો પ્રારંભ પણ થઇ જશે. દિવાળીના તહેવારો માત્ર ઉલ્લાસ જ નહીં.
વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસનાનો અવસર મંગળવારે વાઘ બારસ, બુધવારે કાળી ચૌદશ, ગુરુવારે દિવાળી, શુક્રવારે બેસતું વર્ષ જ્યારે શનિવારે ભાઇબીજના પર્વની ઉજવણી કરવામાં
આવશે. આમ, આગામી છ દિવસ સ્વજનો-મિત્રો સાથે મીઠાઇ ખાઇ-ફટાકડા
ફોડીને લોકો દિવાળીના તહેવારોનો આનંદ માણશે.
માત્ર ઉલ્લાસની
રીતે નહીં પણ ધાર્મિક રીતે પણ આ તહેવારો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ અંગે મુનિ
મિત્રાનંદસાગરજીએ જણાવ્યું હતું કે 'સોમવારથી શરૂ થતી
પર્વત્રયી અનુક્રમે વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસનાનો
અવસર પૂરો પાડે છે. આ ત્રણેય પર્વનો એકમેક સાથે ગાઢ સંબંધ છે.
વિદ્યા વિના
લક્ષ્મી પવિત્ર ન ગણાય અને શક્તિ વિના લક્ષ્મી સ્થિર ન બને. આથી વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસના જીવનમાં અનિવાર્ય છે.
વાઘ બારસ: આ દિવસ
વાગ્ એટલે કે સરસ્વતીની ઉપાસનાનો છે
કાળી ચૌદસ: આ દિવસ
શક્તિની ઉપાસના માટે અત્યંત મહત્વનો છે. આ દિવસે ભગવતી પદ્માવતી, ભગવતી મહાકાલી, ભગવતી ચામુંડા, ઘંટાકર્ણ મહાવીર વગેરેના જાપ કરવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો