ટાઈમ મેગેઝિને ગુરમેહર કૌરને
નેકસ્ટ જનરેશન લીડર્સની યાદીમાં કરી સામેલ
- આ બહુમાન
મેળવાનાર એક માત્ર ભારતીય
- ટોપ ટેનમાં
મેળવ્યુ સ્થાન
શહીદ કી બેટી
ગુરમેહર કૌરનો વિવાદ ખૂબ ચગ્યો હતો અને તેને ટ્રોલીંગનું પણ શિકાર થવુ પડ્યુ હતુ.
શહીદ મનદિપ સિંહની દીકરીને ટાઈમ મેગેઝિને નવા જમાનાની નેતા તરીકેની યાદીમાં સામેલ
કરી છે એટલુ જ નહી પરંતુ આ યાદીમાં સ્થાન પામનારી તે એકમાત્ર ભારતીય છે.
ગુરમેહરના પિતા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થઈ ગયા હતા. ગુરમેહર આ વર્ષે
ફેબ્રુઆરીમાં ચર્ચામાં આવી હતી, જ્યારે તેમણે
દિલ્હીની રામજસ કોલેજમાં થયેલી હિંસા વિરુદ્ધ પોતાના સાથીમિત્રોના સમર્થનમાં વિરોધ
નોંધાવ્યો હતો. આ હિંસામાં વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો હાથ
હતો. તેણે સોશિયલ મીડિયા પર પ્લેકાર્ડ પકડી એક પોસ્ટર શેયર કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું દિલ્હી
યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું. હું એબીવીપીથી ડરતી નથી. હું એકલી નથી.’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો