આજે બંધારણની 70મી વર્ષગાંઠ, દેશભરમાં વિવિધ કાર્યક્રમો
26મી જાન્યુઆરી 1950ના
રોજ ભારતમાં લાગુ થયું હતું દેશનુ બંધારણ
દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. 26
નવેમ્બર 1949ના દિવસે બંધારણ અપનાવ્યું હતું. બંધારણની જોગવાઈ 26
નવેમ્બર 1950થી સંપૂર્ણપણે લાગું થયું હતું. સંવિધાનના રચયતાના યોગદાન
અંગે આભાર પ્રગટ કરવા અને તેમાં સામેલ ઉત્કૃષ્ટ મુલ્યો અને નિયમો પ્રત્યે લોકોને
જાગૃત કરવા 26 નવેમ્બરને બંધારણ દિવસના રૂપે
ઉજવવામાં આવે છે. આજનો બંધારણ દિવસ ખાસ છે, કેમ કે બંધારણને 70
વર્ષ પૂરા થઈ રહ્યા છે. આજે આ દિવસે સંસદના
મુખ્ય ખંડમાં બંને ગૃહની સંયુક્ત બેઠક થશે, જેને રાષ્ટ્રપતિ,
ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
અને લોકસભા અધ્યક્ષ સંબોધન કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો