સોમવાર, 3 એપ્રિલ, 2017

અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બન્યા સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા- 3 એપ્રિલ

Date:- 3rd April 2017
Rakesh Sharma Picture

અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બન્યા સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા

આજથી લગભગ ૩૩ વર્ષ પહેલાં ભરતીય વાયુ સેનાના સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બન્યા હતા. રાકેશ શર્માએ સેલ્યુત-૭ અંતરિક્ષ કેંદ્ર્માં ૭ દિવસ અને ૨૧ કલાક  વિતવ્યા હત. ૩ એપ્રિલ ૧૯૮૪ના દિવસે બે અન્ય સોવિયેત અંતરિક્ષયાત્રીઓ સાથે સોયુજ ટી-૧૧માં રાકેશ શર્માને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. અંતરિક્ષયાત્રીઓને લઈને જનાર ૬,૮૫૦ કિલો વજન ધરાવતું સ્પેસ  ક્રાફટ કઝાખસ્તાનથી રવાના થયું હતું. ઈસરો અને રશિયાના સોવિયેત ઇન્ટરકોસમોસ સ્પેસ કાર્યક્ર્મના સંયુક્ત ઉપક્ર્મ અંતર્ગત તેમને ભારત તરફ્થી પ્રથમ અંતરિક્ષયાત્રીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા.


ભારતમાં રાકેશ શર્માને અશોક્ચક્ર્થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમને સોવિયેત સંઘના સર્વોચ્ચ પુરસ્કાર હીરો ઓફ સોવિયેત યુનિયથી પણ નવાજવામાં આવ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો