સોમવાર, 3 એપ્રિલ, 2017

મારિનની ચેલેન્જ ધ્વસ્ત કરી સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન.

મારિનની ચેલેન્જ ધ્વસ્ત કરી સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન.
Date:- 3rd April 2017
સિંધુનો મરીન સામે ચોથો વિજય.

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ ઇન્ડિયા ઓપન સુપરસિરીઝની ફાઈનલમાં વિશ્વમાં ત્રીજી રેન્ક ધરાવતી અને રિયો ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિનની ચેલેંજને ધ્વ્સ્ત કરતા ટાઈટલ જીતી લીધું હતું.

પ્રથમ વખત સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન બની હતી.૨૦૦૮થી શરૂ થયેલી ઇન્ડિયા ઓપનમાં સિંધુ પહેલાં સાઇના ૨૦૧૦ અને ૨૦૧૫માં અહીં ચેમ્પિયન બની હતી.

સિંધુની ફાઇનલ સુધીની સફર:-
-‌> પ્રથમ રાઉન્ડમાં ભારતની અરુંધતિ પન્ટવાનેને હરાવી.
-> બિજા રાઉન્ડમાં જાપાનની સીના કાવાકમી સામે વિજય
-> ક્વાર્ટર ફાઇનલમાં સાઇના નેહવાલને બહાર કરી.
-> સેમિમાં ચોથી ધરાવતી સુંગ જી હ્યૂન સામે વિજય મેળ્વ્યો.
-> ફાઈનલમાં ત્રીજી રેન્ક ધરાવતી મારિનને પરાસ્ત કરી ટાઈટલ જીત્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો