રવિવાર, 12 ઑગસ્ટ, 2018
શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018
ભુજમાં ત્રિરંગાયાત્રા
- હમીરસર કાંઠે સર્જાશે
દેશભક્તિનો માહોલ
- સ્વાતંત્ર્યપર્વની પૂર્વ
સંધ્યાએ કાર્યક્રમનું આયોજન
- પોલીસ બેન્ડ તેમજ 72 બાઇક ઉપર
144 યુવાનો ત્રિરંગાયાત્રામાં જોડાશે
દેશભરમાં
રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના
પેદા થાય તે માટે આગામી ૭૨માં સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાને ૧૪મી ઓગષ્ટે
ભુજમાં ત્રિરંગાયાત્રા સાથે ભુજની શાનસમા હમીરસર તળાવના કાંઠે સમાપન સ્થળે
દેશભક્તિનો માહોલ સર્જનારા સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો 'યાદ કરો કુરબાનીદ કાર્યક્રમ યોજાશે.
આદિવાસી સંસ્કૃતિને
ઉજાગર કરવા 100 કરોડનું મ્યુઝિયમ બનશે
-નિઝરમાં મુખ્યમંત્રીની
ઉપસ્થિતિમાં આદિવાસી દિનની ઉજવણી
તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકા મથકે
વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઝાદી સમયે બલિદાન
આપનારા આદિવાસી વિરોને યાદ કર્યા હતા. વિશાળ કાર્યક્રમમાં તેમણે ટુંકુ ભાષણ આપ્યું
હતું અને નવી કોઇ જાહેરાત કરી નથી.
નિઝર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય
રૂપાણી પ્રથમવાર આદિવાસી વિસ્તારમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના લોકો સાથે
કાર્યક્રમની ઉજવણી કરી હતી. કાર્યક્રમ પૂર્વે નિઝર તાલુકા મથકે રેલીનું આયોજન થયું
હતું. જેમાં આદિવાસી સમાજના દેવી-દેવોના વેશભૂષામાં સવાર ઘોડેસવારોએ અનેરૂં આકર્ષણ
જમાવ્યું હતું.
કાર્યક્રમમાં માત્ર ૧૨ મીનીટના ટુંકા
પ્રવચન દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી વિર સપૂતોને યાદ કર્યા હતા:
સોમનાથની રક્ષા માટે વેગડા ભીલ
રજવાડાઓની રક્ષા માટે
તાત્યાભીલ
રૂપા નાયક બિરસામુંડા
જેવા ક્રાંતિકારોએ શહિદી
વહોરી હતી. સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી દિને આદિવાસી સંસ્કૃતિની
વિરાસતને ઉજાગર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
સરકાર રાજપીપળા ખાતે ૧૦૦ કરોડના ખર્ચે અલગ
મ્યુઝિયમ બનાવશે.
તથા ૪૦ એકર વિસ્તારમાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનું
નિર્માણ કરશે.
આજે વિશ્વસિંહ દિવસ-10th August
- આજે
વિશ્વસિંહ દિવસ:સિંહ એક ખાનદાન પ્રાણી
-
દેશની શાન ગિરનાં સિંહોનાં સંરક્ષણ માટે વિશેષ કાળજી દાખવવાની જરૂર
સિંહને
જંગલનો રાજા અને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ સિંહોએ કરેલા હુમલાઓથી જેટલા
માનવમૃત્યુ નિપજયા છે. તેના કરતા મનુષ્યએ વધારે સિંહોની હત્યાઓ કરી હોવાનું
વનવિભાગના તારણમાં બહાર આવ્યું છે.
સિંહ
ખુંખારની સાથે એક ખાનદાન પ્રાણી પણ છે. કારણ કે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો
નથી. પરંતુ જ્યારે સિંહને પોતાનાં જીવનુ જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય
પોતાના પર હુમલો કરશે તેવા સંજોગોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે.
ગુરુવાર, 9 ઑગસ્ટ, 2018
વનબંધુ સશકિતકરણ માટેનાં નક્કર પગલા
- વનબંધુ કલ્યાણ યોજના : આદિજાતિ વિકાસ માટે રૂ. ૮૨,૦૦૦ કરોડની ફાળવણી.
- પેસા એકટની જોગવાઈઓનો સઘન અમલ : આદિજાતિ સમાજને જંગલની જળ-જમીન અને ગૌણ વનપેદાશોના એકત્રીકરણના અધિકારો આપી આર્થિક સશકિતકરણની પહેલ.
- આદિવાસીઓના બંધરણીય અધિકારોનું રક્ષણ કરતા જાતિ પ્રમાણપત્ર માટેનો કાયદો તા. ૨૮-૦૩-૨૦૧૮ના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો.
- ગુણવાત્તાસભર શિક્ષણ માટે ૯૧ એકલવ્ય શાળાઓ : ૩૦,૧૭૨ વિધાર્થીઓને શિક્ષણની સુવિધાઓ
- આદિજાતિ વિધાર્થીઓને ઉચ્ચાશિક્ષણની તક પુરી પાડવા અને તેને વધારે ગુણવત્તાયુકત બનાવવા રાજય સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની (રાજપીપળા ખાતે) સ્થાપના કરી છે.
- આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ લેનાર આદિવાસી વિશેના બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝિયમ ગરૂડેશ્વર, રાજપીપળા ખાતે ૪૦ એકર જમીનમાં કરોડો ના ખર્ચે આકાર લેશે.
- સમરસ હોસ્ટેલ : છ મહાનગરોમાં કોલેજકક્ષાએ ભણતા આદિજાતિના વિધાર્થીઓ માટે ૧૦,૫૦૦ વિધાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ.
- મેડીકલ/ ઈજનેર અભ્યાસ માટે આદિજાતિના ૫૮૬૬ વિધાર્થીઓને ખાસ કોચિંગ : ચાલુ વર્ષમાં ૧,૮૮૧ વિધાર્થીઓ મેડીકલ પ્રવેશ માટે પાત્ર
થાઇલેન્ડના અયુથ્થયામાં
ભવ્ય રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ચાલુ
- હિન્દુ ધર્મની આણ અન્યત્ર પણ પ્રવર્તે છે
- 18મા સૈકામાં થયેલા એક રાજવી બૌદ્ધ હોવા છતાં પોતાને 'રામ' કહેવડાવતા
- આ ભવ્ય મંદિરના નિર્માણથી અમે રામના ઉપદેશને વૈશ્વિક સ્તરે ફેલાવીશું
: ન્યાસના વડા જન્મેજય શરણ
થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રીતે 'ભૂમિ પૂજન' સમારોહ બાદ વિશાળ રામજન્મભૂમિ
મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ થઈ ગયાનું રામ જન્મભૂમિ નિર્માણ ન્યાસના વડાએ
પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું.
થાઇલેન્ડના
અયુથ્થયામાં આ મંદિર આઓફાચ્ચા નદીને કિનારે બંધાઈ રહ્યું છે. આ નદી બેંકોકની
મધ્યમાંથી વહે છે. ૧૫મા સૈકામાં થાઇલેન્ડનું પાટનગર અયુથ્થયા કહેવાતું હતું જે
સ્થાનિક ભાષા મુજબ 'અયોધ્યા' ગણાય છે. આપણે ત્યાં
પણ તેના અયોધ્યા ઉપરાંત અવધ, અવધપુરી,
અવધપુર જેવા અનેક નામો પ્રચલિત છે પણ ૧૮મા સૈકામાં ત્યાં એક રાજા
થયા હતા જે પોતાને રામ (પહેલા) તરીકે ઓળખાવતા હતા. અને હાલ બેંકોક તરીકે ઓળખાતા
શહેરની સ્થાપના તેમણે કરી હતી. તેમમે રામાકૈન નામનો ગ્રંથ પણ લખાવડાવ્યો હતો જે
સ્થાનિક ભાષામાં રામાયણ ગણાય છે તેને રાષ્ટ્રીય ગ્રંથ ગણાવાયો હતો અને તેની ચોપાઈઓ,
ઉપદેશ, રાજવી પરિવારે બંધાવેલા ઇમરલ્ડ
બૌદ્ધ મંદિરમાં પણ કોતરવામાં આયા હતા. તે રાજા બૌદ્ધ હોવા છતાં પણ અગ્નિ એશિયામાં
હિન્દુ હોવાના કારણે રામ તરીકે પોતાનો ઓળખાવવાનું પસંદ કરતા હતા.
મ્યાંમારે ભારતીયો માટે સરહદ ખુલ્લી મુકી, વિશેષ અનુમતી વગર પ્રવેશ મળશે
- ભારત-મ્યાંમાર માટે ઐતિહાસિક
ક્ષણ
- ૮૦ ટકા બૌદ્ધોની વસતી ધરાવતા
મ્યાંમારમાં પર્યટનને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય
- વિઝા ઓન અરાઇવલ પદ્ધતિથી
પ્રવેશ આપશે, સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને માટે માત્ર પાસથી જ
પ્રવેશ મળી જશે
મ્યાંમાર
અને ભારત માટે 08-08-2018 નો દિવસ ઐતિહાસીક હતો. બન્ને દેશોએ મળીને સરહદોને આવવા જવા
માટે ખુલ્લી મુકી દીધી છે અને એકબીજા દેશમાં પ્રવેશવા માટેની પ્રક્રિયાને વધુ સરળ
બનાવી દીધી છે.
મ્યાંમારે
અત્યાર સુધી ભારતીયોના પ્રવેશ માટે કેટલાક આકરા નિયમો લાગુ કર્યા હતા જેમાં પ્રવેશ
માટે વિશેષ અનુમતીની જોગવાઇ પણ હતી.
અંતે આ
જોગવાઇને મ્યાંમારે રદ કરી દીધી છે. જેને પગલે હવે બન્ને દેશના નાગરીકો માટે
એકબીજાના દેશોમાં હરવા ફરવાનું વધુ સરળ થઇ ગયું છે. આ માટે ખાસ બોર્ડર ઓપન
સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે
વાતચીત કરતી વેળાએ મ્યાંમારમાં ભારતના કોંસલ જનરલ નંદનસિંહે જણાવ્યું હતું કે ભારત
અને મ્યાંમાર વચ્ચે આ ઐતિહાસિક દિવસ સમય છે.
બન્ને
દેશના સંબંધોને મજબુત બનાવવામાં આ પગલુ અતી મહત્વનું સાબીત થશે. બન્ને દેશના
નાગરીકો પાસે માન્ય પાસપોર્ટ હશે તેઓ એકબીજાના દેશમાં પ્રવેશી શકશે. તામુ-મોરેહ
વિસ્તારમાં આ બોર્ડ ખુલ્લી મુકવામાં આવી છે.
આ
ઉપરાંત બન્ને દેશની સરહદે રહેતા નાગરીકોને બોર્ડર પાસ આપવામાં આવશે. આ પાસની મદદથી
સ્થાનિકો ૧૬ કિમીની અંદર કોઇ પણ પ્રકારની અનુમતી વગર પ્રવેશી શકશે. ૮૦ ટકા
બૌદ્ધોની વસતી ધરાવતો મ્યાંમાર દેશ ભારતની પૂર્વ દિશામાં આવેલો છે. મિઝોરમ થઇને અહીં
પ્રવેશી શકાય છે.
અત્યાર
સુધી અનુમતી માટેની પર્મીટ સિસ્ટમથી પ્રવેશ મળતો હતો જેને હવે હટાવી લેવામાં આવ્યો
છે. જેવા મ્યાંમાર પહોંચો કે તુરંત જ વીઝા મળી જશે. મ્યાંમાર સરકારે પર્યટનને
પ્રોત્સાહન આપવા માટે આ પગલુ ભર્યું હતું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)





