રવિવાર, 14 એપ્રિલ, 2019


આજે રામનવમી

 Image result for ram navmi


રામનવમીની ઉજવણી સાથે આદ્ય શક્તિના પર્વ ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિ

રામનવમીની ઉજવણી નિમિત્તે મંદિરોમાં ૫૬ ભોગ ધરાવાશે : રામ કથાના પઠનનું પણ આયોજન


જેમનું નામ માત્ર અદ્ભૂત સંજીવની છે, જેના હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની આવતીકાલે જન્મજયંતિ 'રામનવમી' આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. મંદિરોમાં ભગવાન રામના જન્મોત્સવનું વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે રામનવમીની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિ થશે.

રામ નવમી નિમિત્તે અનેક સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂર્તિની સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ  વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે. પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.

આજે ભગવાન સ્વામિનારાયણની ૨૩૮મી જયંતિની ઉજવણી
આજે રામનવમી ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની ૨૩૮મી જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણની જયંતિની ભક્તિપૂર્વક ઉજવણી થશે. આ દિવસે ધૂન-ભજન-કીર્તન, શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ખાતે વિક્રમ સંવત ૧૮૩૭માં થયો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની નિશ્રામાં તીર્થધામ સાળંગપુર ખાતે સાંજે સ્વામિનારાયણ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. 

આજે સાંઇ બાબાનો પ્રાગટય દિન
Image result for sai baba
અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવતીકાલે શિરડી સાંઇ બાબાના પ્રાગટય દિનની પણ ઉજવણી કરાશે. ગુજરાતથી અનેક ભક્તો આ નિમિત્તે સાંઇ બાબાના દર્શન માટે શિરડી પણ પહોંચ્યા છે. 



દુનિયાના સૌથી મોટા કદના વિમાને ભરી પહેલી ઉડાન, પાંખોનો વ્યાપ ફૂટબોલ મેદાન જેટલો

 Image result for national/worlds-largest-aircraft-flew-the-test-in-california
દુનિયાના સૌથી મોટા કદના વિમાને પહેલી વખત ટ્રાયલ માટે સફળતાપૂર્વક ઉડાન ભરી છે.
અમેરિકાના કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટ પરથી આ વિમાન ઉડ્યુ હતુ.બોઈંગ 747 પ્રકારનુ પેસેન્જર વિમાનમાં જે એન્જિન લગાડાય છે તેવા છ એન્જિન સાથે આ વિમાને ટેક ઓફ કર્યુ હતુ.
અમેરિકાએ આ વિમાનનુ નિર્માણ અંતરીક્ષામાં ઉપગ્રહો પહોંચાડવા માટે કર્યુ છે.હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવામાં આવે છે.તેની સરખામણીમાં પહેલા આ વિમાનમાં રોકેટને લઈ જઈને તેના થકી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવુ વધારે સહેલુ અને ફાયદાકારક રહેશે તેવી ગણતરી છે.
વિમાનની પાંખોનો વ્યાપ જ એક ફૂટબોલ મેદાન જેટલો છે.તેના પરથી અંદાજ આવી શકે છે કે આ વિમાન કેટલુ મોટુ હશે.વિમાને લગભગ અઢી કલાક સુધી હવામાં ઉડ્ડયન કર્યુ હતુ.


શનિવાર, 13 એપ્રિલ, 2019


જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ થયા પૂરાં

Image result for jaliyawala hatya kand
13 એપ્રિલ 1919માં થયેલા જલિયાવાલા હત્યાકાંડને આજે 100 વર્ષ પૂર્ણ થયા. અમૃતસરમાં જલિયાવાલા બાગમાં બ્રિટન સેનાએ લોકો પર ગોળીબાર કર્યો હતો
આ હત્યાકાંડમાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા તો 1500થી વધુ ઘાયલ થયા હતા. 

અંગ્રેજોના શાસનમાં થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પુરા થયા, જેને પગલે આ ગોઝારી ઘટનાને દેશભરમાં યાદ કરવામાં આવી હતી અને જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ એ જ હત્યાકાંડ હતો કે જેણે ભગતસિંહને હચમચાવી દીધા હતા અને તેઓ અંગ્રેજો સામે લડવા માટે નિકળી પડયા હતા. 
આ ઘટનાની ગાંધીજી, નેહરુ, પટેલ સહીતના સ્વાતંત્ર સેનાનીઓએ ટીકા કરી હતી અને જવાબદાર જનરલ ડાયર વિરુદ્ધ પગલા લેવા બ્રિટિશ શાસન પર દબાણ કર્યું હતું. આજે આ ઘટનાને જ્યારે ૧૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે દેશ ભાવૂક થયો છે અને અંગ્રેજોએ આચરેલા હત્યાકાંડને લઇને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. 
૧૩મી એપ્રીલ ૧૯૧૯માં પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં બૈસાખીના તહેવાર નિમિત્તે બાળકો, મહિલાઓ સહીત અનેક લોકો એકઠા થયા હતા, સ્વતંત્રતાની લડાઇને સમર્થન આપવા માટે અનેક લોકો આ સભામા ચર્ચા રહ્યા હતા ત્યારે અચાનક જનરલ ડાયર બ્રિટિશ સૈનિકોને લઇને આવ્યો હતો અને અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો.
જેમાં મહિલાઓ બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતા. આ ગોઝારા હત્યાકાંડને ૧૩મી એપ્રીલ ૨૦૧૯ના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થયા હતા. પરીણામે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહીતના નેતાઓ અને દેશના નાગરીકોને શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. 
જ્યારે પંજાબમાં અને અનેક સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બે મિનિટનું મૌન પળાયુ હતું. જ્યારે ભારત સ્થિત બ્રિટિશ હાઇ કમિશનર ડોમિનિક એસકુથે જલિયાવાલા બાગની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
તેમણે સાથે જણાવ્યું હતું કે મારા પરદાદા એચએચ અસકીથ ૧૯૦૮થી ૧૯૧૬ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન હતા. તેમણે  આ હત્યાકાંડને અતી નિમ્ન કક્ષાની ઘટના ગણાવી હતી. જલિયાવાલા બાગની વિઝિટર બૂકમા પણ બ્રિટિશ હાઇ કમિશનરે પણ આ હત્યાકાંડને અતી નિમ્ન કક્ષાનો ગણાવ્યો હતો.

શુક્રવાર, 12 એપ્રિલ, 2019


રૂસે પીએમ મોદીને આપ્યો રશિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેન્ટ એંડ્રયૂ એવોર્ડ

નરેન્દ્ર મોદીને વિશ્વનું વધુ એક સન્માન મળ્યું છે. રૂસે પીએમ મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન- સેન્ટ એંડ્રયૂ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસોમાં પીએમને ઘણા આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે. હામલામાં યૂએઈએ પણ તેમને જાયદ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. 
રૂસી દૂતાવાસે પોતાના એક નિવેદનમાં કહ્યું છે, 12 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સેન્ટ એંડ્રયૂ એટલે કે રૂસનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સન્માન ભારત અને રૂસના સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યું છે. 


બુધવાર, 10 એપ્રિલ, 2019


CRPFના શૌર્ય દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોન્ચ કરી 'વીર પરિવાર' મોબાઈલ એપ

રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારજનોને , મેડલ આપી કર્યા સન્માનિત
સી.આર.પી.એફ. , આજે 54 માં , શૌર્ય દિવસની ઉજવણી કરી રહી છે. 
વર્ષ 1965માં , આજના દિવસે , સી.આર.પી.એફ.ની , નાની ટુકડીએ ગુજરાતના , કચ્છના ,રણમાં સરદાર પોસ્ટ પર  બહાદુરીથી લડતા , પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. 
સી.આર.પી.એફ.ના જવાનોએ , પાકિસ્તાનના , 34 સૈનિકોને ઠાર કર્યા હતા. જેમાં સી.આર.પી.એફ.ના છ સૈનિક શહિદ થયા હતા. કેન્દ્રીય રિઝર્વ, પોલીસ દળ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવ એપ્રિલને શૌર્ય દિવસના રૂપમાં ઉજવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , આ પ્રસંગે , નવી દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ , સી.આર.પી.એફ. જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ , એનાયત કર્યા હતા.તથા રાષ્ટ્રપતિએ આ પ્રસંગે , સી.આર.પી.એફ. - વીર પરિવાર નામની મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી.

ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની શ્રેણી જીતી

 

- ચોથી મેચમાં ભારતનો ૧-૦થી વિજય

- આજે સાંજે 5.30થી આખરી મુકાબલો


ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની હોકી સિરીઝ જીતી લીધી હતી. આજે રમાયેલી ચોથી મેચમાં ભારતે જોરદાર સંઘર્ષ કરતાં ૧-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. આ સાથે પાંચ મેચની શ્રેણીમાં ભારતે ૩-૦થી અજેય સરસાઈ હાંસલ કરી લીધી હતી.
અગાઉ રમાયેલી પ્રથમ હોકી મેચમાં ભારતે ૩-૦થી અને ત્યાર બાદની બીજી મેચમા ભારતે ૫-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. જોકે ત્રીજી મેચમાં તેમણે જોરદાર કમબેક કરતાં ભારત પર એક તબક્કે હારનું દબાણ સર્જ્યું હતુ. જોકે આખરી ક્વાર્ટરમાં ભારતના શાનદાર દેખાવને પરીણામે મેચ ૪-૪થી ડ્રો થઈ હતી. 
આજે રમાયેલી શ્રેણી ચોથી મેચમાં ભારત તરફથી એકમાત્ર ગોલ લાલ્રેમ્સિમિએ ફટકાર્યો હતો. આ સિરીઝની ચારય મેચમાં તેણે ગોલ ફટકારવાની અનોખી સિદ્ધિ પણ હાસંલ કરી હતી. હવે સિરીઝની પાંચમી અને આખરી મેચ આવતીકાલે ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. 
હવે ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિક યોજાવાના છે, ત્યારે ભારતીય મહિલા હોકી ટીમને આ અનુભવ આગળ જતાં કામમાં આવશે. ભારત હવે ઓલિમ્પિકમા ક્વોલિફાય થવા તરફ મીટ માંડી રહ્યું છે.

કોહલીને સતત ત્રીજા વર્ષે 'વિઝડન'નું સન્માન : વિશ્વનો ટોચનો ક્રિકેટર જાહેર


- કોહલીના ૨૦૧૮માં ૬૮.૩૭ની સરેરાશ સાથે ૨,૭૩૫ આંતરરાષ્ટ્રીય રન અને ૧૧ સદી

- ભારતની સ્મ્રિતિ મંધાના પણ મર્યાદિત ઓવરોમાં ટોચ મહિલા ક્રિકેટર જાહેર : રાશિદ સતત બીજા વર્ષે લિડિંગ ટી-૨૦ ક્રિકેટર


ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન ક્રિકેટર્સ અલમાનક - સામયિકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટ્સમેન તરીકેની વિશિષ્ટ પ્રતિભાને બિરદાવતા સતત ત્રીજા વર્ષે તેને 'લિડિંગ ક્રિકેટર ઈન ધ વર્લ્ડ ' જાહેર કર્યો હતો. વિઝડનના ફાઈવ ક્રિકેટર ઓફ ધ યરમાં પણ કોહલીને સ્થાન આપવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૧૮ના ઈંગ્લિશ સમરના (ઈંગ્લેન્ડમાં ઉનાળા દરમિયાન રમાયેલા ક્રિકેટ) દેખાવને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલા વર્ષના શ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં કોહલીની સાથે ઈંગ્લેન્ડના જોશ બટલર, સેમ કરન અને રોરી બર્ન્સને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ટેમી બેઉમોન્ટનો પણ વિઝડનની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત માટે ગૌરવની બાબત એ છે કે, કોહલીની સાથે સાથે મહિલા ક્રિકેટર સ્મ્રિતિ મંધાનાને મહિલા ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં  ટોચની ખેલાડી જાહેર કરવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાને સતત બીજા વર્ષે ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો દબદબો જારી રાખ્યો છે. સ્મ્રિતિ મંધાનાએ મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ૧,૨૯૧ રન ફટકાર્યા હતા.