શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2018


અમેરિકાના વિદેશમંત્રી અને રક્ષા મંત્રીની PM સાથે મુલાકાત, 2+2 વાર્તા વિશે આપી જાણકારી

ભારત અને અમેરિકાની વચ્ચે 2+2 વાર્તાલાપ બાદ આજે બને વચ્ચે એક રક્ષા પર સમજૂતી થઈ છે. ભારતીય સેના અને અમેરિકા થી મહત્વપૂણ અને એનક્રિપ્ટિડેડ રક્ષા ટેકનોલોજી મળશે. 2+2 વાર્તામાં બને દેશોએ આતંકવાદ, એન.એસ.જીની સદસ્યતા માટે ભારતના પ્રયત્ન અને વિવાદાસ્પદ H1B વીઝાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
વિદશમંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની અમેરિકાની વિદેશમંત્રી માઈકલ પોમ્પઓ અને રક્ષા મંત્રી જેમ્સ મેટિસ સાથે વાર્તામાં બને દેશો વચ્ચે હોટલાઈન સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વરાજે સંયુકત સંવાદદાતા સમ્મેલને સંબોધિત કરતા કહ્યુ કે પ્રથમ વાર્તાના એજન્ડા પર સંતોષ દર્શાવ્યું હતું
પોમ્પિઓએ સંચાર, સંસગતા, સુરક્ષા સમજૂતીના સંબધોમાં મીલનો પથ્થર કરાક કર્યો, સીતારમણે કહ્યું કે આ કરાર ભારતની રક્ષા ક્ષમતા અને તૈયારિઓને વધારશે.


ભારત અને અમેરિકા વચ્ચેની પ્રથમ 2+2 મંત્રણા પછી સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર


- આતંકવાદ, NSG, H-1B વિઝા મુદ્દે ચર્ચા
- બેઠકમાં બંને દેશોના વિદેશ પ્રધાનો અને સંરક્ષણ પ્રધાનો હાજર રહ્યાં
- કરાર હેઠળ ભારતીય સેનાને અમેરિકા પાસેથી મહત્ત્વપૂર્ણ અને એન્ક્રિપ્ટિડ ડિફેન્સ ટેકનોલોજી મળશે

ભારત અને અમેરિકા વચ્ચેની પ્રથમ ૨+૨ મંત્રણા પછી બંને દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં જે હેઠળ ભારતીય સેનાને અમેરિકા પાસેથી મહત્ત્વપૂર્ણ અને એન્ક્રિપ્ટિડ ડિફેન્સ ટેકનોલોજી મળશે. 
૨+૨ મંત્રણામાં બંને દેશોએ સરહદ પાર આતંકવાદ, એનએસજીના સભ્ય પદ માટે ભારતના પ્રયાસો અને વિવાદિત એચ-૧ બી વિઝા મુદ્દે ચર્ચા કરી હતી. 
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણની અમેરિકાના વિદેશ પ્રધાન માઇકલ આર પોમ્પિઓ અને અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેન્સ મેટિસ સાથેની મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે હોટલાઇનની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 
પોમ્પિઓએ COMCASA (Communications Compatibility and Security Agreement ) ને સંબધોમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. આ કરાર ભારતની સંરક્ષણ ક્ષમતા અને તૈયારીઓને વધારશે. 
COMCASA  કરાર થયા પછી ભારત અમેરિકા પાસેથી મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેકનોલોજી પ્રાપ્ત કરી શકશે અને અમેરિકા તથા ભારતીય સૈન્ય દળોની વચ્ચે અંતરસક્રિયતા સુનિશ્ચિત કરી શકાશે.
આ કરાર અમેરિકાથી મંગાવવામાં આવતા સંરક્ષણ પ્લેટફોર્મ પર ઉચ્ચ સુરક્ષા ધરાવતા અમેરિકન ટેલિકોમ ઉપકરણો લગાવવાની પણ  મંજૂરી આપશે. 
ભારતને સ્ટ્રેટિજિક ટ્રેડ ઓથોરાઇઝેશન ટાયર-૧નો દરજ્જો મળવો દર્શાવે છે કે ભારતની નિકાસ નીતિ મજબૂત છે. બંને દેશોએ એનએસજીમાં ભારતના સભ્ય બનાવવા માટે મળીને કામ કરવા કરવા સંમતિ દર્શાવી છે. ભારતે એચ-૧બી વિઝા પ્રણાલી અંગે કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર નિર્ણય લેવાની માગ કરી છે. 

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2018

કચ્છનું એ રેડિયો સ્ટેશન જે માત્ર મહિલાઓ દ્વારા ચાલે છે

 

"હું પહેલાં કોઈની સામે કંઈ પણ બોલતી વખતે ઘણી શરમાઈ જતી હતી અને કોઈ પણ નવી વ્યક્તિ સામે બોલતાં અચકાતી પણ હતી." કચ્છનાં 25 વર્ષીય શાંતા પાયણે આ વાત કહી.
શાંતા કહે છે, "જ્યારથી હું 'સઈયરેં જો' રેડિયો સાથે જોડાઈ છું, ત્યારથી મને લાગે છે કે, મેં મારો પોતાનો અવાજ શોધી લીધો છે."

'સઈયરેં જો' રેડિયોમાં શાંતા એક સ્વંયસેવિકા તરીકે કામ કરે છે.

બીજી તરફ, તેઓ કડિયાકામ કરીને દરરોજનાં 200 રૂપિયા કમાય છે. તેમની જેમ અનેક મહિલાઓ કચ્છમાં પોતાનાં અંદરનો અવાજ આ રેડિયો મારફતે શોધી રહી છે.

'સઈયરેં જો' રેડિયો એક સામુદાયિક એટકે કે કૉમ્યુનિટી રેડિયો છે. રેડિયોને ગામડામાં રહેતી મહિલાઓ જ ચલાવે છે. આમાંથી કેટલીક મહિલાઓએ ક્યારેય શાળામાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી.

શાંતા પાયણ છેલ્લા કેટલાક મહિનાથી આ રેડિયોમાં સ્વયંસેવિકા તરીકે કામ કરી રહ્યાં છે.

કચ્છનાં લગભગ 26 ગામડાંમાં લોકો નિયમિત રીતે 'સઈયરેં જો' રેડિયો સાંભળે છે.

ભારત સરકારના ઇન્ફર્મૅશન અને બ્રૉડકાસ્ટિંગ વિભાગ મુજબ, 'સઈયરેં જો' ઉપરાંત જમ્મુ અને કાશ્મીરનો રેડિયો 'શારદા', ભારતના સરહદી વિસ્તારોમાં કાર્યરત માત્ર બે કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન છે.

જીવનને સ્પર્શી રહ્યો છે આ રેડિયો
2012માં શરૂ થયા બાદ 'સઈયરેં જો' રેડિયોના આશરે 6000 જેટલાં શ્રોતાઓ છે. 90.4 મેગાહર્ટ્ઝની ફ્રિક્વન્સી પર સાંભળવા મળતું આ રેડિયો કચ્છ જિલ્લામાં આવેલા નખત્રાણા તાલુકાના ભીમસર ગામથી ઑપરેટ કરે છે.

કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા રૂ. આઠ લાખ 50 હજારના ખર્ચે આ કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે.

'સઈયરેં જો' રેડિયો પર કચ્છની મહિલાઓને સમજાય તેવી રીતે તેમની કચ્છી ભાષામાં કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. આ રેડિયો પર ગામલોકોને મદદરૂપ થાય તેવા સ્વાસ્થ્યને લગતા તેમજ સરકારી યોજનાઓ અને પશુપાલન વિશેની માહિતી આપતા કાર્યક્રમ વધારે પ્રસારિત થાય છે.
શરીફા છેડા 'સઈયરેં જો'નાં રેડિયો સ્ટેશન મૅનેજર છે. 

ઓપરેશન ઓ માની અસર


 

ઓપરેશન મા કાર્ડ સરળતાથી મળે, એજન્ટ પ્રથા દૂર થાય તે માટે સરકાર શું પગલાં ભરશે? તે વિશે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું કે, કાર્ડ ઈશ્યૂ કરવાની પ્રક્રિયા સરકારી અધિકારીઓની નિગરાનીમાં કરવામાં આવે છે. આમ છતાં જે તે એજન્ટો સામેલ છે તેમની સામે પોલીસ ફરિયાદ આપી છે.

મા કાર્ડ માટે પાત્રતા ધરાવતાં નથી તેમ છતાં માલેતુજારોએ આ કાર્ડ મેળવી સારવાર મેળવી છે. મા કાર્ડ ઈશ્યૂ કરતી વખતે આ પાત્રતા માટે એજન્સી નીમાશે? તેવા સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે, મા કાર્ડ કઢાવતી વખતે ઓડિટ એજન્સી નીમવાનો પ્રશ્ન રહેતો નથી પણ જો કોઈ વ્યક્તિ ખોટા સોગંદનામા આધારે મા કાર્ડ કઢાવે અને તેવા કિસ્સા જો ધ્યાને આવે તો સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીમાં પ્રથમ બેચના ૧૦૩ વિદ્યાર્થી સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ
 
આ વર્ષે બે અન્ડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ 'બીબીએ ઇન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ' અને 'બીએસસી ઇન ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી' ચાલુ થયા : વાર્ષિક ફી રૃ.૯૧,૦૦૦

વડોદરા ખાતે માંજલપુર વિસ્તારમાં આવેલી નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કેમ્પસમાં રેલવે બોર્ડના ચેરમેન અશ્વનીકુમાર લોહાનીએ દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનો પ્રારંભ કરાવ્યો હતો. આજે શિક્ષક દિન (5th september) નિમિતે રેલ યુનિવર્સિટીની પ્રથમ બેચના ૧૦૩ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યો હતો.


વર્લ્ડ શૂટિંગ : ભારતના ઓમ પ્રકાશને ૫૦ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ

 

- ભારતીય શૂટરે ૬૦૦માંથી ૫૬૪ના સ્કોર સાથે સર્બિયાના ડામીર મિકેને હરાવ્યો

- ભારતના અર્જુન સિંઘ ચીમાએ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો

સાઉથ કોરિયામાં ચાલી રહેલી આઇએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ઓમ પ્રકાશ મિથાર્વલે ૫૦ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ભારતીય શૂટરે આ નોન-ઓલિમ્પિક કેટેગરીની ઈવેન્ટમાં ૬૦૦માંથી ૫૬૪નો સ્કોર કરતાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. ભારતના ૨૩ વર્ષીય શૂટર ઓમ પ્રકાશ અને સર્બિયાના ડામિર મિકે વચ્ચે ગોલ્ડ મેડલ માટે ભારે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં ભારતીય શૂટર બે પોઈન્ટના અંતરથી વિજેતા બન્યો હતો. 


સીકે નાયડુને 1932માં ઇંગ્લેન્ડમાં 'હિંદુ' બ્રેડમેનનું બિરુદ મળ્યું હતું


- બ્રાંડની જાહેરખબરમાં કામ કરનારા પ્રથમ ભારતીય ખેલાડી પણ હતા
૧૯૩૨માં લોર્ડસમાં એએમસી સામેની પ્રેકટિસ મેચમાં સીકે નાયડુએ ૧૩૦ રનોની ઇનિંગ રમતા અખબારોએ હિંદુ બ્રેડમેન નામ આપ્યું હતું. જો કે હિંદુએ હિંદુસ્તાનના અર્થમાં નહી પરંતુ તેઓે હિંદુ ક્રિકેટ ટીમ વતી રમતા તે સંદર્ભમાં હતું.

ભારતમાં એ સમયે ધર્મ આધારિત ક્રિકેટની ટીમો બનતી હતી. સી કે નાયડુએ મુબઇ જીમખાના અને મદ્રાસ સામેની મેચોમાં હિંદુ ટીમના ખેલાડી તરીકે પેવેલિયનની બહાર સિકસરો ફટકારી હતી.ભારતમાં પ્રથમશ્રેણી ક્રિકેટમાં એટલું ઉત્ત્કૃષ્ટ પ્રદર્શન હતું કે ઇગ્લેન્ડમાં પણ વખાણ થતા હતા.

૧૯૩૨માં ભારતની ક્રિકેટ ટીમ સીકે નાયડુની કેપ્ટનશીપ હેઠળ ૫ ટેસ્ટ મેચ રમવા ગઇ હતી. ભારતીય ટીમની કપ્તાની માટે રાજા મહારાજા ખેલાડીઓની દાવેદારી વચ્ચે સી.કે નાયડુને સુકાન સોંપવામાં આવ્યું હતું. જયારે ઉપ કપ્તાન તરીકે લિંબડીના કેએસજી હતા. ભદ્વ વર્ગમાંથી આવતા  સી.કે નાયડુના દાદાને એક સમયે ભારતની બ્રિટીશ સરકારે રાય બહાદૂરની ઉપાધી આપી હતી. આ ટૂરમાં સી કે નાયડુએ ૫ શતક સાથે ૧૬૨૫ રન પૂરા કર્યા હતા.

ભારત પ્રથમ ટેસ્ટ મેચ ૧૮૯ રને હારી ગયું હતું પરંતુ નવ લોહિયા ખેલાડીઓની ટીમ એક દિવસ ઇગ્લેન્ડને ભારે પડશે એવી પ્રતિતિ જરુર કરાવી હતી. ૧૯૪૧માં નાયડુએ બાથગેટ લિવર ટોનિકની જાહેરાત કરી હતી. કોઇ બ્રાંડની જાહેરાત કરનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. આના પરથી તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. સી.કે નાયડુ ૬૦ વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા હતા.