ઓપરેશન ઓ ‘મા’ ની અસર
ઓપરેશન
મા કાર્ડ સરળતાથી મળે,
એજન્ટ પ્રથા દૂર થાય તે માટે સરકાર શું પગલાં
ભરશે? તે વિશે રાજ્યકક્ષાના આરોગ્ય
મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું કે, કાર્ડ ઈશ્યૂ કરવાની પ્રક્રિયા
સરકારી અધિકારીઓની નિગરાનીમાં કરવામાં આવે છે. આમ છતાં જે તે એજન્ટો સામેલ છે
તેમની સામે પોલીસ ફરિયાદ આપી છે.
મા કાર્ડ માટે પાત્રતા ધરાવતાં
નથી તેમ છતાં માલેતુજારોએ આ કાર્ડ મેળવી સારવાર મેળવી છે. મા કાર્ડ ઈશ્યૂ કરતી
વખતે આ પાત્રતા માટે એજન્સી નીમાશે? તેવા સવાલના જવાબમાં મંત્રીએ
કહ્યું કે, મા કાર્ડ કઢાવતી વખતે ઓડિટ એજન્સી
નીમવાનો પ્રશ્ન રહેતો નથી પણ જો કોઈ વ્યક્તિ ખોટા સોગંદનામા આધારે મા કાર્ડ કઢાવે
અને તેવા કિસ્સા જો ધ્યાને આવે તો સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં
આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો