શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2019

ગુજરાતમાં આજથી ૫૪ વર્ષ પહેલા ફક્ત બે જ નર્સરી હતી જે વડોદરામાં હતી


 

આજથી ૫૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૬૫ ગુજરાતમાં ફક્ત બે જ નર્સરી હતી જે વડોદરામાં હતી. આજે તેની સંખ્યા ૭૦ થઈ છે જ્યારે રાજ્યભરમાં ૨૦૦થી વધારે નર્સરીઓ છે. આગ્રાના ભૈયાઓ ૫૪ વર્ષ પહેલા કાલાઘોડા પાસે માટીના કૂંડામાં ફૂલ-ઝાડ વેંચવા બેસતા હતા. બાદમાં આગ્રામાં પોતાની જમીન વેંચી બરોડામાં નર્સરી બનાવી હતી.

એલેમ્બિક ગરબા ગ્રાઉન્ડ ખાતે ૪૮માં ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. આ વિશે વાત કરતા ૮૬ વર્ષીય બી.એમ.વાઘેલાએ જણાવ્યું કેફૂલોની ૩૦૦ પ્રજાતિના ૪ હજાર નમૂનાઓ રાખવામાં આવ્યા છે. કટ ફ્લાવર, સલાડ, ફ્લાવર ડેકોરેશન વગેરેની સ્પર્ધાનુ આયોજન કરાયું છે. આજથી બોન્સાઈ, શાકભાજી અને ફળોનું પ્રદર્શન આજથી શરુ થશે. ૧૨થી વધારે વર્ષ જૂના બોન્સાઈના ૨૦૦ નમૂનાઓ મૂકવામાં આવશે. ગુજરાતના સૌથી સુંદર ફૂલો જેવા કે, ક્લાઈએન્થસ, બર્ડ ઓફ પેરેડાઈઝ, સેવંતી, ડાલિયા, પેન્જી, ડોગ ફ્લાવર વગેરેને ફ્લાવર શોમાં પ્રદર્શિત કર્યા છે.


બુધવાર, 6 ફેબ્રુઆરી, 2019

GSAT-31નું સફળ લોન્ચિંગ, ઇનસેટ-4CRની લેશે જગ્યા


ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા (ઇસરો)ના 40મા કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-31ને બુધવારના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરાયું. આ લોન્ચ ફ્રેન્ચ ગુએનામાં સ્થિત યુરોપીયન સ્પેસ સેન્ટર પરથી ભારતીય સમયાનુસાર બુધવારના રોજ રાત્રે 2 વાગ્યે 31 મિનિટ પર કરાયું. લૉન્ચના 42 મિનિટ બાદ 3 વાગ્યાને 14 મિનિટ પર સેટેલાઇટ જિઓ-ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત થઇ ગયું. આ લોન્ચ એરિયનસ્પેસના એરિયન-5 રોકેટથી કરાયો.

GSAT-31નું વજન 2535 કિલોગ્રામ છે અને આ સેટેલાઇટની ઉંમર 15 વર્ષની છે. આ ભારતના જૂના કોમ્યુનિકેશન સેટેલાઇટ ઇનસેટ-4 સીઆરનું સ્થાન લેશે. ફ્રેન્ચ ગુએનાના ઇસરોની તરફથી ઉપસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડાયરેકટર એસ પાંડિયને આ અંગે કહ્યું કે લોન્ચમાં કોઇ સમસ્યા નથી આવી. GSAT-31 ઇનસેટ સેટેલાઇટને રિપ્લેસ કરશે. હું આ સફળતા માટે એરિયનસ્પેસ અને ઇસરોના અધિકારીઓએ એ અધિકારીઓને અભિનંદન પાઠવવા માંગું છું, જે જાન્યુઆરીના શરૂઆતથી જ અહીં ગુએનામાં હાજર છે.

જુલાઇમાં GSAT-30ને પણ લોન્ચ કરશે એરિયનસ્પેસ
એસ પાંડિયને કહ્યું કે એરિયનસ્પેસ જ આ વર્ષે જૂન-જુલાઇમાં વધુ એક કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30 લોન્ચ કરશે. એરિયનસ્પેસ અને ઇસરોના આ સાથ અંગે પાંડિયને કહ્યું કે આપણું એરિયનસ્પેસથી 1981થી સંબંધ છે, જ્યારે એરિયન ફલાઇટ L03એ ભારતના પ્રાયોગિક સેટેલાઇટ APPLEને લોન્ચ કર્યો હતો. બીજીબાજુ એરિયનસ્પેસના સીઇઓ સ્ટીફન ઇઝરાયલે કહ્યું કે એરિયન વ્હિકલ દ્વારા ભારત માટે લોન્ચ કરાયું. આ 23મું સફળ અભિયાન છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અમે ભારતના સૌથી ભારે સેટેલાઇટ GSAT-11ને લોન્ચ કર્યું હતું, તેનું વજન 5854 કિલોગ્રામ હતું.

આ કામોમાં GSAT-31નો ઉપયોગ થશે
ઇસરો એ કહ્યું કે GSAT-31નો ઉપયોગ વીસેટ નેટવર્ક, ટેલિવિઝન અપલિંક, ડિજિટલ સેટેલાઇટ ન્યૂઝ ગેધરિંગ, ડીટીએચ ટેલિવિઝન સર્વિસ અને બીજી કેટલીય અન્ય સર્વિસીસમાં કરાશે. આ સિવાય આ સેટેલાઇટ પોતાના વ્યાપક બેન્ડ ટ્રાન્સપોડરની મદદથી અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના વિશાળ સમુદ્રી ક્ષેત્રની ઉપર સંચારની સુવિધા માટે વિસ્તૃત બીમ કવરેજ પ્રદાન કરશે.

મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2019

પ્રયાગરાજ એક દિવસ માટે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું

સોમવારે મૌની અમાસ નિમિત્તે લગભગ 5 કરોડ શ્રદ્ધાળુઓ ઊમટી પડતાં એક દિવસ માટે પ્રયાગરાજ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું હતું. 41 ઘાટ પર ડૂબકી માટે વ્યવસ્થા કરાઈ હતી. સુરક્ષા માટે 30 હજારથી વધુ જવાનો ફરજ પર હતા. રાત્રે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 5 કરોડ લોકો અહીં આવ્યા હતા. 71 વર્ષ પછી કુંભમાં સોમવતી અને મૌની અમાસ એક દિવસે જ આવી હતી. વિશ્વમાં સૌથી વધુ 3.8 કરોડની વસ્તી સાથે જાપાનનું ટોકિયો ટોચ પર છે.

સોમવાર, 4 ફેબ્રુઆરી, 2019


વઘઇ નજીક લેપર્ડ સફારી બનાવવા મંજૂરી

Image result for leopard

ડાંગ જિલ્લો પ્રાકૃતિક સંપદા માટે જાણીતો છે. અહિં ગીરા ધોધ, ગીરમાળ ધોધ, બોટોનિકલ ગાર્ડન, હાલ ઇકો કેમ્પ સાઇટ, નેશનલ પાર્ક જેવા વન્ય સૃષ્ટિથી ભરપૂર સ્થળો પ્રવાસીઓમાં આકર્ષણનું કેંદ્ર બન્યા છે.


મળતી માહિતી અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વઘઇ નજીકના બોટોનિકલ ગાર્ડનની સામે જંગલ વિસ્તારમાં 32 હેક્ટરમાં લેપર્ડ સફારી પાર્ક વીથ રેસ્ક્યુ સેંટરની મંજૂરી મળી છે.

અનાથ આશ્રમમાં રહી ગાદલા પર કુસ્તીના દાવપેચ શીખી ભારતી બની નેશનલ પ્લેયર

 

- 'મારી છોરી કોઈ, છોરો સે કમ હે કે'

- સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં રમાતી ગ્રીકો રોમન ફ્રી સ્ટાઇલ નેશનલ જુનિયર કુસ્તી ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમમાં રમી રહી છે ભારતી

થોડા સમય પહેલા કુસ્તીને લઈને એક ફિલ્મ દંગલ બની હતી જેનો એક ડાયલોગ  'મારી છોરી કોઈ, છોરો સે કમ હે કે' ખુબ પ્રખ્યાત થયો હતો. આજ કુસ્તી જગતમાં સુરતની એક દીકરીએ અનાથ આશ્રમમાં રહીને આજે નેશનલ કુસ્તી પ્રતિયોગિતામાં અનેક મેડલ મેળવી ચુકી છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ગ્રીકો રોમન ફ્રી સ્ટાઇલ નેશનલ જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં સુરતની આ દીકરી ભારતી ગુજરાતની ટીમમાં રમી રહી છે. અંડર-૧૬ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતી થાપેકરનામની આ યુવાખેલાડી ઓરિસ્સામાં આયોજિત કુસ્તી પ્રતિયોગિતામાં પસંદગી પામી છે. 
સુરત ખાતે આયોજિત જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતી નામની આ દીકરી અન્ય રાજ્યની મહિલા કુસ્તી ખેલાડીઓ સાથે રમવા જઈ રહી છે. ભારતી અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાના કુસ્તી પ્રતિયોગિતામાં ત્રણ મેડલ મેળવી ચૂકી છે. ખેલો ઇન્ડિયાથી માંડી ખેલ મહાકુંભમાં પોતાનો દબદબો બતાવી ચૂકી છે. સુરતની દીકરી ઉપર માત્રને માત્ર કુસ્તી ચેમ્પિયન હોવાના નાતે જ ગર્વ કરી શકાય એવું નથી તે પોતાના જીવનમાં પણ ખરેખર ચેમ્પિયન છે. 

નાનપણમાં સગી માતા તેને અને તેના ભાઈ-બહેનોને તરછોડી ચાલી ગઈ હતી. પિતા અસ્વસ્થ હતા. જેથી દાદીએ ત્રણ ભાઈ-બહેનોને કતારગામ અનાથ આશ્રમમાં મોકલી આપ્યા હતા. અનાથ આશ્રમ જ્યાં કુસ્તીથી બાળકોને કોઈ લેવાદેવા નથી, તેમ છતાં કોઈપણ કોચ અને કોચિંગ વગર ખેલ મહાકુંભમાં પણ ભારતીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદથી તે પોતાની મહેનત અને લગનના કારણે નેશનલ લેવલ સુધી પહોંચી મેડલ મેળવ્યો છે. 

એક ગરીબ પરિવારથી આવનારી દીકરીએ નાનપણ અનાથ આશ્રમમાં કાઢયું છે. ભારતી કહે છે કે તે આંતરરાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપમાં રમી દેશ અને પોતાના ગુરુનું નામ રોશન કરશે. શરૂઆતમાં મને કુસ્તી વિશે કશું માહિતી ન હતી. કુસ્તીમાં કેવી રીતે રમી શકાય તેની પણ કોઈ જાણકારી નહોતી. જે રીતે દંગલ ફિલ્મમાં ફોગાટ બહેનોએ સાધારણ ગાદલા ઉપર કુસ્તીની પ્રેક્ટીસ કરી હતી, તે જ રીતે મેં પણ સાધારણ ગાદલા પર કુસ્તીના દાવ પેચ શીખ્યા છે. 

ભારતી દેશની યુવતિઓ માટે પ્રેરણાસ્ત્રોત
કોચ ઉષાબેન ચૌધરી કહે છે કે, ભારતી થાપેકરની અનાથ આશ્રમમાં રહીને નેશનલ પ્લેયર બનવા સુધીની સફર દેશની દરેક યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેને એકવાર ખેલ મહાકુંભમાં રમતા જોઈ ત્યારથી તેને ટ્રેનીંગ આપવાનું નક્કી કર્યું અને એકેડેમી નડિયાદ લઈ ગય હતા. જ્યાં તે રહે છે, ટ્રેનીંગ લે છે અને ત્યાં જ ભણે છે. મોટાભાગના ખેલાડીઓ આક્રમક સ્વભાવના જોવા મળે છે. પરંતુ તેનાથી વિપરીત ભારતી સરળ સ્વભાવ અને મધુર ભાષા બોલી લોકોને પોતાની તરફ આકર્ષી લે છે. તેનું સિલેક્શન ઓરિસ્સા ખાતે થનાર કુસ્તી ચેમ્પિયનશિપમાં થયું છે. અંડર-૧૬માં તે રમવા જઈ રહી છે. તેની ક્ષમતાના કારણે તેણી  અંડર-૧૬ હોવા છતાં અંડર- ૨૦માં રમે છે અને આજે પણ તેણી અંડર-૨૦માં રમશે.
ઇનામની રકમ પરિવાર પાછળ ખર્ચે છે
ભારતીના પિતા અસ્વસ્થ છે અને તેના બે નાના ભાઈ-બહેન છે. બહારથી જે પણ પ્રતિયોગિતામાં ઇનામ જીતે છે, તેની રાશી તે પોતાના પિતાની સારવાર માટે અને ભાઈ-બહેનની કાળજી માટે ખર્ચ કરે છે. અને સુરતના મકાનનું ભાડું પણ ભરે છે.

આજે વિશ્વ કેન્સર દિવસ
Image result for cancer day 
- મોઢા, ગર્ભાશયના મુખ અને સ્તન કેન્સરનું પ્રમાણ વધુ
આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના, ગર્ભાશયના મુખના, સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સુરતમાં અંદાજે ૨૦ હજારથી વધુ વ્યક્તિઓ વિવિધ કેન્સરની બિમારીથી પિડાય રહ્યા છે. 
તા.૪ ફેબુ્રઆરી વિશ્વ કેન્સર દિવસ છે. નવી સિવિલ હોસ્પિટલના તેજાણી કેન્સર ઇન્સ્ટિટયૂટના ડૉ.રોશની જરીવાલાએ જણાવ્યું કે, મહિલાઓમાં સૌથી વધુ ગર્ભાશયના મુખના, સ્તન, અંડાશયના કેન્સર તો પુરુષોમાં મોઢાના અને બાળકોમાં બ્લડ કેન્સર જોવા મળે છે. અહીં દર વર્ષે ૪૦૦૦ જેટલા દર્દીઓ કેન્સરની સારવાર માટે આવે છે. જેમાં સૌથી વધુ ૧૫૦૦ દર્દી મોઢાના કેન્સરના, ગર્ભાશયના ૭૦૦ અને સ્તન કેન્સરના ૫૦૦ દર્દી સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે.

કેન્સર રોગના નિષ્ણાત ડૉ.જયેશ શાહે જણાવ્યું કે, આજના યુગમાં યુવાનો ફાસ્ટ ફૂડ ખાય છે. અને તીખું ટમટમટું ખાતા હોવાથી અન્નનળીના કેન્સર થવાની શક્યતા રહે છે. દારૂ અને સિગરેટનું સેવન કરવાથી કેન્સર તથા તમાકુ, ગુટકા, માવો વધુ ખાવાથી મોઢાના કેન્સર થવાની શક્યતા વધે છે. 

શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2019

મેટ્રો ટ્રેનનું એપેરેલ પાર્ક ડેપોના ૯૦૦ મીટરના ટ્રેક પર કરાયેલું સફળ પરિક્ષણ

 Image result for metro train ahmedabad

- અમદાવાદની અત્યંત મહત્ત્વાકાંક્ષી યોજના આખરી તબક્કામાં

- લખનૌની RDSO ની ટીમ ૭ દિવસ સુધી અભ્યાસ કરી સર્ટિફિકેટ આપશે

 - ૯મીએ બીજી ટ્રેન આવશે : માર્ચમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણની સંભાવના

અમદાવાદની અત્યંત મહત્વાકાંક્ષી મેટ્રો રેલની યોજના હાલ અંતિમ તબક્કામાં પ્રવેશી છે. દરમ્યાનમાં આજે એપેરલપાર્ક ડેપોના ૯૦૦ મીટરનાં લંબાઈના ટ્રેક પર ફુલ સ્પીડે મેટ્રો રેલ દોડાવીને તેનું સફળ પરીક્ષણ કરાયું હતું. આગામી તા. ૯મી ફેબુ્રઆરીએ બીજી ટ્રેન અમદાવાદ ખાતે આવી પહોંચશે તેમ મેટ્રો રેલ ઓથોરિટીએ જણાવ્યું છે.
અમદાવાદમાં આજે પહેલી વખત આ રીતે પ્રયોગ કરાયો છે. હવે વધુ ટ્રેક ઉપર આ પ્રકારની પ્રાયોગિક કામગીરી હાથ ધરાનાર છે. ત્યાર બાદ લખનૌથી આરડીએસઓની ટીમ અમદાવાદ ખાતે આવશે અને સાત દિવસ સુધી અભ્યાસ કર્યા બાદ મેટ્રો રેલની ટ્રાયલની સફળતાનું સર્ટીફિકેટ આપશે.
ત્યારબાદના તબક્કામાં રેલ્વે બોર્ડની મંજુરી મેળવવાની જરૃરિયાત ઉભી થશે. જે આવી ગયા બાદ પૂર્ણ રીતે મેટ્રો રેલ સંચાલનમાં મુકી શકાશે. આ તમામ મંજુરીઓ ફેબુ્રઆરીના અંત સુધીમાં આવી જવાની અને માર્ચમાં મેટ્રો રેલ દોડતી થઇ જશે તેવી આશા પણ મેટ્રોના અધિકારીઓએ વ્યક્ત કરી છે. મેટ્રો રેલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે તેમ જણાય છે.
પ્રારંભમાં વસ્ત્રાલથી એપરલ પાર્કના છ કિ.મી.ના એરિયામાં મેટ્રો દોડતી થશે. ત્યારબાદ ૨૦૨૦ સુધીમાં પૂર્ણરૃપે મેટ્રો રેલ દોડતી થઇ શકશે તેમ મનાય છે. મેટ્રો રેલનો પ્રારંભ થતાંની સાથે નાગરિકોને સિટી બસ, બીઆરટીએસ બસ ઉપરાંત વધુ એક પબ્લીક પરિવહનની સુવિધા મળતી થઇ જશે. લોકો જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરતાં થશે તો ટ્રાફિકનો પ્રશ્ન તેટલી હદે હળવો થઇ શકશે તેમ દ્રઢતાપૂર્વક માનવામાં આવે છે. મેટ્રો રેલના પ્રારંભની સાથે જ વિકાસના પરિમાણ સંપૂર્ણપણે બદલાઇ જશે તેમ પણ માનવામાં આવે છે.