મેટ્રો ટ્રેનનું
એપેરેલ પાર્ક ડેપોના ૯૦૦ મીટરના ટ્રેક પર કરાયેલું સફળ પરિક્ષણ
- અમદાવાદની અત્યંત મહત્ત્વાકાંક્ષી
યોજના આખરી તબક્કામાં
- લખનૌની RDSO ની ટીમ ૭ દિવસ સુધી અભ્યાસ
કરી સર્ટિફિકેટ આપશે
- ૯મીએ બીજી ટ્રેન આવશે :
માર્ચમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણની સંભાવના
અમદાવાદની અત્યંત મહત્વાકાંક્ષી મેટ્રો રેલની યોજના હાલ અંતિમ તબક્કામાં પ્રવેશી છે. દરમ્યાનમાં આજે એપેરલપાર્ક ડેપોના ૯૦૦ મીટરનાં લંબાઈના ટ્રેક પર ફુલ સ્પીડે મેટ્રો રેલ દોડાવીને તેનું સફળ પરીક્ષણ કરાયું હતું. આગામી તા. ૯મી ફેબુ્રઆરીએ બીજી ટ્રેન અમદાવાદ ખાતે આવી પહોંચશે તેમ મેટ્રો રેલ ઓથોરિટીએ જણાવ્યું છે.
અમદાવાદમાં આજે પહેલી વખત આ રીતે
પ્રયોગ કરાયો છે. હવે વધુ ટ્રેક ઉપર આ પ્રકારની પ્રાયોગિક કામગીરી હાથ ધરાનાર છે.
ત્યાર બાદ લખનૌથી આરડીએસઓની ટીમ અમદાવાદ ખાતે આવશે અને સાત દિવસ સુધી અભ્યાસ કર્યા
બાદ મેટ્રો રેલની ટ્રાયલની સફળતાનું સર્ટીફિકેટ આપશે.
ત્યારબાદના તબક્કામાં રેલ્વે બોર્ડની
મંજુરી મેળવવાની જરૃરિયાત ઉભી થશે. જે આવી ગયા બાદ પૂર્ણ રીતે મેટ્રો રેલ
સંચાલનમાં મુકી શકાશે. આ તમામ મંજુરીઓ ફેબુ્રઆરીના અંત સુધીમાં આવી જવાની અને
માર્ચમાં મેટ્રો રેલ દોડતી થઇ જશે તેવી આશા પણ મેટ્રોના અધિકારીઓએ વ્યક્ત કરી છે.
મેટ્રો રેલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે તેમ જણાય છે.
પ્રારંભમાં વસ્ત્રાલથી એપરલ પાર્કના છ
કિ.મી.ના એરિયામાં મેટ્રો દોડતી થશે. ત્યારબાદ ૨૦૨૦ સુધીમાં પૂર્ણરૃપે મેટ્રો રેલ
દોડતી થઇ શકશે તેમ મનાય છે. મેટ્રો રેલનો પ્રારંભ થતાંની સાથે નાગરિકોને સિટી બસ, બીઆરટીએસ બસ
ઉપરાંત વધુ એક પબ્લીક પરિવહનની સુવિધા મળતી થઇ જશે. લોકો જાહેર પરિવહનનો વધુ ઉપયોગ
કરતાં થશે તો ટ્રાફિકનો પ્રશ્ન તેટલી હદે હળવો થઇ શકશે તેમ દ્રઢતાપૂર્વક માનવામાં
આવે છે. મેટ્રો રેલના પ્રારંભની સાથે જ વિકાસના પરિમાણ સંપૂર્ણપણે બદલાઇ જશે તેમ
પણ માનવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો