સોમવાર, 4 ફેબ્રુઆરી, 2019


આજે વિશ્વ કેન્સર દિવસ
Image result for cancer day 
- મોઢા, ગર્ભાશયના મુખ અને સ્તન કેન્સરનું પ્રમાણ વધુ
આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના, ગર્ભાશયના મુખના, સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સુરતમાં અંદાજે ૨૦ હજારથી વધુ વ્યક્તિઓ વિવિધ કેન્સરની બિમારીથી પિડાય રહ્યા છે. 
તા.૪ ફેબુ્રઆરી વિશ્વ કેન્સર દિવસ છે. નવી સિવિલ હોસ્પિટલના તેજાણી કેન્સર ઇન્સ્ટિટયૂટના ડૉ.રોશની જરીવાલાએ જણાવ્યું કે, મહિલાઓમાં સૌથી વધુ ગર્ભાશયના મુખના, સ્તન, અંડાશયના કેન્સર તો પુરુષોમાં મોઢાના અને બાળકોમાં બ્લડ કેન્સર જોવા મળે છે. અહીં દર વર્ષે ૪૦૦૦ જેટલા દર્દીઓ કેન્સરની સારવાર માટે આવે છે. જેમાં સૌથી વધુ ૧૫૦૦ દર્દી મોઢાના કેન્સરના, ગર્ભાશયના ૭૦૦ અને સ્તન કેન્સરના ૫૦૦ દર્દી સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે.

કેન્સર રોગના નિષ્ણાત ડૉ.જયેશ શાહે જણાવ્યું કે, આજના યુગમાં યુવાનો ફાસ્ટ ફૂડ ખાય છે. અને તીખું ટમટમટું ખાતા હોવાથી અન્નનળીના કેન્સર થવાની શક્યતા રહે છે. દારૂ અને સિગરેટનું સેવન કરવાથી કેન્સર તથા તમાકુ, ગુટકા, માવો વધુ ખાવાથી મોઢાના કેન્સર થવાની શક્યતા વધે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો