અનાથ આશ્રમમાં રહી
ગાદલા પર કુસ્તીના દાવપેચ શીખી ભારતી બની નેશનલ પ્લેયર
- 'મારી છોરી કોઈ, છોરો સે કમ હે કે'
- સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં રમાતી
ગ્રીકો રોમન ફ્રી સ્ટાઇલ નેશનલ જુનિયર કુસ્તી ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમમાં રમી
રહી છે ભારતી
થોડા સમય પહેલા કુસ્તીને લઈને એક
ફિલ્મ દંગલ બની હતી જેનો એક ડાયલોગ 'મારી છોરી કોઈ, છોરો સે કમ હે
કે' ખુબ પ્રખ્યાત થયો હતો. આજ કુસ્તી જગતમાં સુરતની એક દીકરીએ
અનાથ આશ્રમમાં રહીને આજે નેશનલ કુસ્તી પ્રતિયોગિતામાં અનેક મેડલ મેળવી ચુકી છે.
સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ગ્રીકો રોમન ફ્રી સ્ટાઇલ નેશનલ જુનિયર કુસ્તી
ચેમ્પિયનશિપમાં સુરતની આ દીકરી ભારતી ગુજરાતની ટીમમાં રમી રહી છે. અંડર-૧૬ કુસ્તી
ચેમ્પિયનશિપમાં ભારતી થાપેકરનામની આ યુવાખેલાડી ઓરિસ્સામાં આયોજિત કુસ્તી
પ્રતિયોગિતામાં પસંદગી પામી છે.
સુરત ખાતે આયોજિત જુનિયર કુસ્તી
ચેમ્પિયનશિપમાં ભારતી નામની આ દીકરી અન્ય રાજ્યની મહિલા કુસ્તી ખેલાડીઓ સાથે રમવા
જઈ રહી છે. ભારતી અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાના કુસ્તી પ્રતિયોગિતામાં ત્રણ મેડલ
મેળવી ચૂકી છે. ખેલો ઇન્ડિયાથી માંડી ખેલ મહાકુંભમાં પોતાનો દબદબો બતાવી ચૂકી છે.
સુરતની દીકરી ઉપર માત્રને માત્ર કુસ્તી ચેમ્પિયન હોવાના નાતે જ ગર્વ કરી શકાય એવું
નથી તે પોતાના જીવનમાં પણ ખરેખર ચેમ્પિયન છે.
નાનપણમાં સગી માતા તેને અને તેના ભાઈ-બહેનોને તરછોડી ચાલી ગઈ હતી. પિતા અસ્વસ્થ હતા. જેથી દાદીએ ત્રણ ભાઈ-બહેનોને કતારગામ અનાથ આશ્રમમાં મોકલી આપ્યા હતા. અનાથ આશ્રમ જ્યાં કુસ્તીથી બાળકોને કોઈ લેવાદેવા નથી, તેમ છતાં કોઈપણ કોચ અને કોચિંગ વગર ખેલ મહાકુંભમાં પણ ભારતીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદથી તે પોતાની મહેનત અને લગનના કારણે નેશનલ લેવલ સુધી પહોંચી મેડલ મેળવ્યો છે.
એક ગરીબ પરિવારથી આવનારી દીકરીએ નાનપણ અનાથ આશ્રમમાં કાઢયું છે. ભારતી કહે છે કે તે આંતરરાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપમાં રમી દેશ અને પોતાના ગુરુનું નામ રોશન કરશે. શરૂઆતમાં મને કુસ્તી વિશે કશું માહિતી ન હતી. કુસ્તીમાં કેવી રીતે રમી શકાય તેની પણ કોઈ જાણકારી નહોતી. જે રીતે દંગલ ફિલ્મમાં ફોગાટ બહેનોએ સાધારણ ગાદલા ઉપર કુસ્તીની પ્રેક્ટીસ કરી હતી, તે જ રીતે મેં પણ સાધારણ ગાદલા પર કુસ્તીના દાવ પેચ શીખ્યા છે.

ભારતી દેશની યુવતિઓ માટે પ્રેરણાસ્ત્રોત
કોચ ઉષાબેન ચૌધરી કહે છે કે, ભારતી
થાપેકરની અનાથ આશ્રમમાં રહીને નેશનલ પ્લેયર બનવા સુધીની સફર દેશની દરેક યુવતીઓ
માટે પ્રેરણાસ્ત્રોત છે. તેને એકવાર ખેલ મહાકુંભમાં રમતા જોઈ ત્યારથી તેને ટ્રેનીંગ
આપવાનું નક્કી કર્યું અને એકેડેમી નડિયાદ લઈ ગય હતા. જ્યાં તે રહે છે, ટ્રેનીંગ લે
છે અને ત્યાં જ ભણે છે. મોટાભાગના ખેલાડીઓ આક્રમક સ્વભાવના જોવા મળે છે. પરંતુ
તેનાથી વિપરીત ભારતી સરળ સ્વભાવ અને મધુર ભાષા બોલી લોકોને પોતાની તરફ આકર્ષી લે
છે. તેનું સિલેક્શન ઓરિસ્સા ખાતે થનાર કુસ્તી ચેમ્પિયનશિપમાં થયું છે. અંડર-૧૬માં
તે રમવા જઈ રહી છે. તેની ક્ષમતાના કારણે તેણી
અંડર-૧૬ હોવા છતાં અંડર-
૨૦માં રમે છે અને આજે પણ તેણી અંડર-૨૦માં રમશે.
ઇનામની રકમ પરિવાર પાછળ ખર્ચે છે
ભારતીના પિતા અસ્વસ્થ છે અને તેના બે
નાના ભાઈ-બહેન છે. બહારથી જે પણ પ્રતિયોગિતામાં ઇનામ જીતે છે, તેની રાશી તે
પોતાના પિતાની સારવાર માટે અને ભાઈ-બહેનની કાળજી માટે ખર્ચ કરે છે. અને સુરતના
મકાનનું ભાડું પણ ભરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો