ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

ભારતમાં એડવાન્સ સુપર કમ્પ્યુટર 2022 સુધીમાં બની જશે
 
- 20 મેગા વોટથી ઓછો પાવર વપરાય તેવુ દુનિયાનુ પ્રથમ એક્ઝા સ્કેલ
- ચીન અને અમેરિકા સાથે સુપર કમ્પ્યુટરમાં ભારત સ્પર્ધા કરી રહ્યું છે: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સીમાં ભારતે રીસર્ચ વધારવુ પડશે 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ૮મા કોન્વોકેશન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીક ઉપસ્થિત રહેલા ભારતના સુપર કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.વિજય ભાટકરે કહ્યુ કે ચીન અને અમેરિકા સહિતના કેટલાક દેશો હાલ એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે મથી રહ્યા છે ત્યારે ભારતે પણ સુપર કોમ્પ્યુટર બનાવવાનું મિશન શરૂ કરી દીધુ છે અને ભારત પણ અમેરિકા અને ચીન સાથેની સ્પર્ધામાં ૨૦૨૨ સુધીમાં એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવી દેશે.

ભારતમાં ૧૯૯૧માં દેશનું પ્રથમ સુપર કોમ્પ્યુટર તૈયાર કરનાર અને કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.વિજય ભાટકરે કહ્યું કે ભારતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી,સુપર કોમ્પ્યુટર, સાયબર સીક્યુરિટી અને રોબોટિક્સ જેવા ક્ષેત્રે રીસર્ચ વધારવુ પડશે અને હજુ ભારતમાં આ ક્ષેત્રોમાં રીસર્ચ ઓછુ થઈ રહ્યુ છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ટેકનિકલ કોર્સીસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી જેવા વિષયોને દાખલ કરવા પડશે અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં ડાયવર્સિટી લાવવી પડશે એટલે કે વૈવિધ્યતા લાવવી પડશે અને તોજ રોજગારી વધશે,હવે પરંપરાગત રીતે ભણાવવાની પદ્ધતિ અને પરંપરાગત અભ્યાસક્રમોને ભુલીને તમામ ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે તેવા મલ્ટીડિસ્પિલનરી અભ્યાસક્રમો ભણાવવા પડશે. એક્ઝા સ્કેલ પાવર સાથેનુ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવવા અંગે ડૉ.ભાટકરે કહયુ કે  એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનવાવનું મિશન શરૂ થઈ ગયુ છે અને મેં અને મારી ટીમે મળીને હાલ સુપર કોમ્પ્યુટરની આર્કિટેકચર ડિઝાઈન તૈયાર કરી દીધી છે. 

ભારત ૨૦૨૨ સુધીમાં ૨૦ મેગા વોટથી ઓછો પાવર વાપરતુ એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવી દેશે. હાલ ચીન, અમેરિકા, જાપાન, રશિયા અને યુરોપ સહિતના દેશો  એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે મથી રહ્યા છે અને ચીન અને અમેરિકાએ પણ બનાવવનું શરૂ કર્યુ છે.ભારત પણ ચીન અને અમેરિકા જેવા દેશોની સ્પર્ધા કરી રહ્યુ છે.
હજુ સુધી દુનિયામાં એક પણ દેશે એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવ્યુ નથી. ભારત સરકાર દ્વારા આ માટેનું મિશનર શરૂ કરી દેવાયુ છે અને આ એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા પાછળ ૪૫૦૦ કરોડ જેટલો ખર્ચ થશે. જો ભારત સફળતા પુર્વક ૨૦૨૨ સુધીમાં એક્ઝા સ્કેલ સુપર કોમ્પય્ટર બનાવી દેશે તો કેન્સર જેવા અસાધ્ય અને જીવલેણ રોગોમાં દવાના સંશોધનોમાં તેમજ ઈન્ટિગ્રેટેડ હેલ્થ સીસ્ટમ વિકસાવવામા ખૂબ જ મદદ મળશે આ ઉપરાંત એક્યુરેટ વેધર ફોરકાસ્ટ એટલે કે હવામાનની સચોટ માહિતી મેળવવામા તેમજ આયુર્વેદિક,હોમિયોપેથી અને મેડિકલ જેવા ક્ષેત્રે ભારતને ખૂબ જ ફાયદો થશે. ભારતની ઈકોનોમી હાલ દેશની ત્રીજા નંબરની ઈકોનોમી છે અને થોડા વર્ષોમાં ભારત અમેરિકાની ઈકોનોમીને ક્રોસ કરી જશે અને તે અમેરિકા પણ માને છે. જો કે ભારતમાં વસતી જે દરે વધી રહી છે તે  જોતા ભારત વસતીમાં ચીનથી આગળ નીકળી જશે.
એક્ઝા સ્કેલ સુપર કમ્પ્યુટર કેવુ હશે 
એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર એક  સેકન્ડમાં  બિલિયનથી બિલયન એટલે કે ક્વિન્ટિલિયનની ગણતરી કરી શકે તેવુ  એડવાન્સ સુપર કોમ્પ્યુટર છે.અગાઉ ભારતે ૧૯૯૧માં પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ ૮૦૦૦ બનાવ્યુ હતુ.પરંતુ આ કોમ્પ્યુટર ખૂબ જ પાવરનો વપરાશ કરે છે અને તેનું મેથેમેટિક્સ ૧૦ની પાછળ ૯ ઝીરો સમાન હતુ અને હવે ભારત સહિત દુનિયાના મોટો વિકસિત દેશો જે એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તેમાં ૧ની પાછળ ૧૮ ઝીરો એટલે કે તેની મેથેમેટિક્સ ફિગર ૧.૮ x ૧૦૧૮ છે. એક્ઝા સ્કેલ સુપ ર કોમ્પ્યુટર એક સેકન્ડમાં ૧૦૦ બિલિયનથી પણ વધુ એટલે કે ક્વિન્ટિલિયનની ગણતરી કરે શકે છે. એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર એ હમ્યુમન બ્રેઈન જેટલુ પ્રોસેસિંગ પાવર ધરાવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો