ગુરુવાર, 26 ઑક્ટોબર, 2017

નોટબંધીની વરસી નિમિત્તે વિપક્ષો આઠમી નવેમ્બરે કાળો દિવસ મનાવશે


આઠમી નવેમ્બરે 'સદીનું સૌથી મોટું કૌભાંડ' થયું હતું : આઝાદ

દેશના તમામ વિરોધ પક્ષોએ 8મી નવેમ્બરના નોટબંધીના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવા નક્કી કર્યો હોવાની આજે જાહેરાત કરાઇ હતી.

નોટબંધીના કારણે અર્થતંત્ર પર તેની કેવી અવળી અસર પડી છે તે બાબતને  લઇને આખા દેશમાં તેઓ વિવિધ જગ્યાએ ઘરણા કરશે.


વિરોધ પક્ષોની સંકલન સમિતિની એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે 'આઠમી નવેમ્બરના રોજ કરવામાં આવેલી એ જાહેરાત 'સદીનો સોથી મોટો કૌભાંડ' છે એટલા માટે જ અમે એને કાળા દિવસ તરીકે ઉજવીશું'


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો