પદ્મ એવોર્ડ વિજેતાઓમાં જોરાવરસિંહ જાદવ સહિતના ગુજરાતીઓનો સમાવેશ
- ૭ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર : ગુજરાતી મૂળના પ્રવીણ ગોરધનને પદ્મ ભૂષણ
ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પદ્મ
એવોર્ડ વિજેતાઓની યાદીમાં ૭ ગરવા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી
જોરાવરસિંહ જાદવ, નગીનદાસ સંઘવી, પ્રવીણ ગોરધન, જ્યોતિ ભટ્ટ, વલ્લભભાઇ મારવણિયા, અબ્દુલ ગફાર ખત્રી, બિમલ પટેલ પદ્મ પુરસ્કારથી
સન્માનિત કરાયા છે.
આ પૈકી ગુજરાતી મૂળના પણ છેલ્લા કેટલાક વર્ષોથી
દક્ષિણ આફ્રિકામાં વસતા પ્રવીણ ગોરધનને પદ્મભૂષણથી જ્યારે અન્યને પદ્મશ્રીનું
સન્માન આપવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં જોરાવરસિંહ જાદવનું એક આગવું સ્થાન
છે. લોક સંસ્કૃતિને હંમેશા ધબકતી રાખવામાં જાણતલ એવા કલાવિદ્ જોરાવરસિંહનો
લોકસાહિત્યને સોરઠી ક્લેવરમાં રજૂ કરવામાં જોટો જડે તેમ નથી. વલ્લભભાઇ મારવણિયાને કૃષિ
જ્યારે ૯૮ વર્ષીય નગીનદાસ સંઘવીને સાહિત્ય-પત્રકારત્વ માટે પદ્મશ્રીનું સન્માન
આપવામાં આવ્યું છે.
પદ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતીઓ
નામ ક્ષેત્ર
જોરાવરસિંહ જાદવ કળા-લોકનૃત્ય
નગીનદાસ સંઘવી
સાહિત્ય
અને શિક્ષણ-પત્રકારત્વ
પ્રવીણ ગોરધન
પબ્લિક
અફેર્સ
જ્યોતિ ભટ્ટ
કળા-ચિત્ર
વલ્લભભાઇ મારવણિયા
કૃષિ
અબ્દુલ ગફાર ખત્રી
કળા-ચિત્ર
બિમલ પટેલ આર્કિટેક્ચર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો