૮૫૫ પોલીસ જવાનોને
પોલીસ અને ૮૬ જવાનો ફાયર સર્વિસ મેડલ
- પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સન્માન
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સરકારે સીઆરપીએફના ત્રણ શહીદ જવાનને પ્રેસિડેન્ટસ પોલીસ મેડલથી સન્માન્યા હતા તેમજ કુલ ૮૮૫ પોલીસ જવાનોનું તેમની વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાયું હતું.
- પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સન્માન
- સીઆરપીએફના શહીદ મોહમંદ યાસીન, બોરાસે દિનેશ અને જસવંત સિંહને મરણોત્તર ગેલેન્ટ્રી એવોર્ડ
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સરકારે સીઆરપીએફના ત્રણ શહીદ જવાનને પ્રેસિડેન્ટસ પોલીસ મેડલથી સન્માન્યા હતા તેમજ કુલ ૮૮૫ પોલીસ જવાનોનું તેમની વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાયું હતું.
સીઆરપીએફના શહીદ જવાન મોહમ્મદ યાસીન, બોરાસ દિનેશ
અને જસવંત સિંહને મરણોત્તર પ્રેસિડેન્ટ પોલીસ મેડલ એનાયત થયો હતો. જ્યારે ૧૪૬
જવાનોને પોલીસ મેડલ, ૭૪ જવાનોને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ
અને ૬૩૨ જવાનને ઉચ્ચ કક્ષાની સેવા બદલ મેરિટોરિયલ એવોર્ડ અપાયા હતા.
પોલીસ મેડલમેળવનાર ૧૪૬ જવાનો પૈકી ૪૧
સીઆરપીએફ, ૨૬ ઓડિશા પોલીસ, ૨૫ જમ્મુ અને કાશ્મીર, ૧૪ છત્તીસગઢ
પોલીસ, ૧૩ મેઘાલય, ૧૦ ઉત્તર પ્રદેશ અને આઠ બોર્ડર
સિક્યુરિટી પોલીસ હતા. દિલ્હી પોલીસના ચાર, ઝારખંડમાંથી ત્રણ અને આસામ તેમજ ઈન્ડો
તિબેટન પોલીસના એક એક જવાનનો સમાવેશ થાય છે.
દરમિયાન ૮૬ જવાનને ફાયર સર્વિસ
મેડલનું સન્માન અપાયું હતું.
હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ મેડલ ૫૮
જવાનને એનાયત થયા હતા. તે પૈકી આઠ જવાનને પ્રેસિડેન્ટસ હોમગાર્ડ મેડલ એનાયત થયા હતા.
જ્યારે ૫૦ જવાનને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાયું હતું.
ફાયર સેવા ક્ષેત્રે જાહેર થયેલા ૮૬
મેડલ પૈકી પ્રેસિડેન્ટ ફાયર સર્વિસ ગેલેન્ટ્રી મેડલ ૧૫ જવાનને ફાયર સર્વિસ મેડલ ૧૪
જવાનને, પ્રેસિડેન્ટ ફાયર સર્વિસ સાત જવાનને અને પાંચ જવાનને
મેટિરોરિયલ સર્વિસ માટે એવોર્ડ અપાયા હતા.
સેનાના વડા રાવત સહિત ૧૯ અધિકારીને
પરમ વિશિષ્ટ સેવા મેડલ
સેનાના વડા બિપિન રાવત સહિત ૧૯
અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માન્યા હતા. પ્રજાસત્તાક દિને એનાયત થનાર આ
એવોર્ડ સર્વોચ્ચ મિલિટરી એવોર્ડ છે. આ એવોર્ડ શાંતિકાળમાં આપેલી વિશિષ્ટ
સેવા બદલ એનાયત થાય છે. ૧૮ અધિકારી પૈકી ૧૫ લેફટનન્ટ જનરલ અને ત્રણ મેજર જનરલને આ
એવોર્ડ જાહેર થયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો