શનિવાર, 6 જાન્યુઆરી, 2018

RBI એ જાહેર કરી રૂ. ૧૦ની નવી નોટ


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે રૂ.૧૦ ની નોટનો ફોટો જાહેર કર્યો હતો. આ સાથે એ સ્પષ્ટતા કરી હતી કે રૂ.૧૦ની જૂની નોટ પણ માન્ય રહેશે. રૂ.૧૦ની નવી નોટ ચોકલેટી બ્રાઉન કલરની છે. આ નોટના સિરિયલ નંબર ચડતાક્રમમાં જોવા મળશે. સરકારે બજારમાં મૂકવા માટે આશરે ૧ અબજની રૂ.૧૦ની નોટનું છાપકામ પૂર્ણ કરી દીધું છે.

શું છે ખાસ ?

નોટની પાછળની બાજુ કોણાર્કનાં સૂર્યમંદિરનો ફોટો હશે.
સ્વચ્છતા અભિયાનનો લોગો મૂકવામાં આવ્યો છે.
૧૦ દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યું છે. 

શુક્રવાર, 5 જાન્યુઆરી, 2018

ચોકલેટ બ્રાઉન રંગ ધરાવતી ૧૦ રૃપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં મૂકાશે



- નવી નોટોનું પ્રિન્ટિંગ કાર્ય પૂરજોશમાં

- અત્યાર સુધીમાં ૧૦ રૃપિયાની નવી૧ અબજ નોટો છપાઇ ગઇ હોવાનો અંદાજ

- નોટ પર ઓડિશામાં આવેલા કોર્ણાક સૂર્ય મંદિરનો પણ ફોટો જોવા મળશે


ટૂંક સમયમાં જ બજારમાં ૧૦ રૃપિયાની નવી નોટ જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૦ રૃપિયાની નવી નોટ છાપવાનું ચાલુ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦ રૃપિયાની નવી નોટ પણ મહાત્મા ગાંધીની સિરીઝવાળી જ હશે અને તેનો રંગ ચોકલેટ બ્રાઉન હશે. હાલમાં દસ રૃપિયાની જે નોટ ચલણમાં છે તેની ડિઝાઇન વર્ષ ૨૦૦૫માં બદલવામાં આવી હતી. નવી નોટમાં કોર્ણાક સૂર્ય મંદિરનો ફોટો હશે. આ મંદિર ઓડિશામાં આવેલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આરબીઆઇએ ૧૦ રૃપિયાની એક અબજ નોટો છાપી નાખી છે. 

કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં જ દસ રૃપિયાની નવી નોટને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે ૨૦૦ રૃપિયાની નવી નોટ બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટો રદ કરવાની જાહેરાત કરી હતી. ૯ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ચલણી નોટોનું પ્રમાણ અગાઉ કરતા ૯ ટકા ઓછું હોવાનું જાણવા મળ્યું છે એટલે કે અગાઉની સરખામણીમાં હજુ પણ ૯ ટકા ઓછી ચલણી નોટો બજારમાં ફરી રહી છે.  


ભારતે ચાર વર્ષમાં રૃ.૨.૪૦ લાખ કરોડના સંરક્ષણના ૧૮૭ કરાર કર્યા



- ભારતીય ઉત્પાદકો સાથે રૃપિયા ૧.૬૨ લાખ કરોડના ૧૧૯ જ્યારે વિદેશીઓ સાથે રૃ. ૧.૨૪ લાખ કરોડના ૬૮ સોદા કર્યા

ભારતે છેલ્લા ચાર વર્ષોમાં સાધનો અને વિવિધ મિલિટ્રી પ્લેટફોર્મની ખરીદી માટે ભારતીય અને વિદેશી મળીને કુલ ૧૮૭ કંપનીઓ સાથે રૃપિયા ૨.૪૦ લાખ કરોડના સોદા કર્યા હતા. ભારતીય ઉત્પાદકો સાથે રૃપિયા ૧.૬૨ લાખ કરોડના ૧૧૯ જ્યારે વિદેશીઓ સાથે રૃ. ૧.૨૪ લાખ કરોડના ૬૮ સોદા કર્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં  ભારતે કુલ રૃપિયા ૨.૪૦ લાખ કરોડના કરાર કર્યા હતા. વર્ષ ૨૦૧૪-૧૫માં કેપિટલ એકેવિઝિશન ખર્ચ રૃપિયા ૬૫,૮૬૨ કરોડ જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં અને ૨૦૧૬-૧૭માં અનુક્રમે રૃપિયા ૬૨૨૩૫ કરોડ અને ૬૮૨૫૨ કરોડ થયો હતો.

વર્ષ ૨૦૧૪-૧૫માં  ઓર્ડિનેન્સ ફેકટરી બોર્ડ દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સાધનોનું  અને અન્ય સંરક્ષણ  સેકટર એન્ડરટેકિંગ્સના સાધનોનું મૂલ્ય  રૃપિયા ૪૬૩૯૦ કરોડ હતું જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં રૃપિયા ૫૨૯૬૦ કરોડ હતું.વર્ષ ૨૦૧૬-૧૭માં ત્રણ સરકારી કંપનીઓ દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સાધનોનું મૂલ્ય રૃપિયા ૫૫૮૯૦ કરોડ હતું.


વર્ષ ૨૦૧૭-૧૮માં ડિસ્ઇન્વેસ્ટમેન્ટ માટેનું બજેટ રૃપિયા ૭૨૫૦૦ કરોડ રાખવામાં આવ્યું છે.આમાં રૃપિયા ૪૬૫૦૦ કરોડ સેન્ટ્રલ પબ્લીક સેકટર એન્ટરપ્રાઇઝીસમાંથી  અને રૃપિયા ૧૫૦૦૦ કરોડ સ્ટ્રેટેજીક ડિસ્ઇન્વેસ્ટમેન્ટમાંથી  જ્યારે વીમા કંપનીઓમાંથી રૃપિયા ૧૧૦૦૦ કરોડ હતું, એમ સંરક્ષણની એક યાદીમાં કહેવામાં આવ્યું હતું.  


અમદાવાદમાં પક્ષીઓની સારવાર માટે ૨૦ સરકારી ડૉક્ટરો ફાળવાશે



-તા.૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી ' મિશન કરૃણા ' હાથ ધરાશે -પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને એનજીઓની મદદથી સારવાર અપાશે


આગામી ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર કરવા માટે વહિવટીતંત્ર દ્વારા તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ' મિશન કરૃણા ' નામનું વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેમાં પતંગની દોરીથી ઘવાયેલા મુંગા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ જાહેર કરાયો છે. જેમાં ૧૧ એમ્બ્યુલન્સો સાથે ૫૫ જેટલા એનજીઓની મદદ લેવાશે.


ગુરુવાર, 4 જાન્યુઆરી, 2018

ભૂતપૂર્વ આરએડબ્લ્યુના વડા રાજીન્દર ખન્નાએ નાયબ નેશનલ સિક્યુરિટી એડવાઇઝરે નિમણૂક કરી હતી



કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટિએ ભૂતપૂર્વ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (Research and Analysis Wing -RAW) ના વડા રાજીન્દર ખન્નાને ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) તરીકે નિમણૂક કરી છે.

તેને નિશ્ચિત મુદત વગર નિમણૂક કરવામાં આવી છે અને આગામી ઓર્ડર સુધી તે પોસ્ટમાં રહેશે. તેમની નવી ભૂમિકામાં, તેઓ એનએસએની અજિત ડોવલને મદદ કરશે.

રાજીન્દર ખન્ના

તેઓ 1978ની બેચ રિસર્ચ એન્ડ એનાલિસિસ (Research and Analysis - RAS) કેડરના અધિકારી છે. ડિસેમ્બર 2014 થી તેમણે નિયત બે વર્ષ માટે RAW નું સંચાલન કર્યું હતું. તેમને RAW માં આતંકવાદ વિરોધી એકમના પિતા તરીકે માનવામાં આવે છે અને જાસૂસી સંસ્થામાં અનેક આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવામાં આવી છે અને તે પાકિસ્તાન અને ઇસ્લામિક આતંકવાદના નિષ્ણાત છે. વિશ્વભરમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓના સહયોગથી તે પણ આગળ છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor - NSA)

એનએસએ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (National Security Council - NSC) ના ચીફ એક્ઝિક્યુટિવ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સલામતી પર વડા પ્રધાનના પ્રાથમિક સલાહકાર છે તેમજ વ્યૂહાત્મક મુદ્દાઓની દેખરેખ રાખે છે.


અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા નવેમ્બર 1998 માં પોસ્ટ બનાવવામાં આવી હતી. બ્રજેશ મિશ્રા સૌ પ્રથમ ભારતની એનએસએ તરીકે નિમણૂક કરાયા હતા. પોસ્ટની શરૂઆતથી, , તમામ એનએસએની નિમણૂક ભારતીય વિદેશ સેવા (આઇએફએસ) ને અનુસરે છે, સિવાય કે એમ.કે. નારાયણન અને અશિક્ષિત ડોવલ, જે ભારતીય પોલીસ સેવાના સભ્ય છે..

પ્રવાસનની જાહેરતમાં રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત : ચંદીગઢ હાઇકોર્ટ


- પંજાબ, હરિયાણા અને ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં આ નિયમ લાગુ કરવામાં આવશે

- ટ્રાવેલ એજન્સીઓએ તમામ માધ્યમોમાં તેમની જાહેરાતમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે

ચંદીગઢ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદા હેઠળ આદેશ આપ્યો છે કે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા તમામ માધ્યમોમાં અપાતી જાહેરાતોમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવાનો રહેશે. ટ્રાવેલ એજન્સીઓ દ્વારા થતી છેતરપિંડીના કેસમાં વધારો થયો હોવાના અવલોકન બાદ હાઇકોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.


આકર્ષક યાત્રા-પ્રવાસના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સીઓ પર અંકુશ મૂકતો નિર્ણય પંજાબ-હરિયાણા હાઇકોર્ટે આપ્યો છે. ચંદીગઢ સ્થિત પંજાબ-હરિયાણા હાઇકોટેના આદેશ અનુસાર હવે ટ્રાવેલ એજન્સીઓએ જાહેરાતમાં તેમનો રજિસ્ટ્રેશન નંબર પણ જાહેર કરવો પડશે. વર્તમાનપત્રો, ટી.વી., પેમ્ફલેટ કે ડિજીટલ માધ્યમોમાં આપવામાં આવતી જાહેરાતોમાં ટ્રાવેલ એજન્સીઓએ તેમનો રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે.


ટ્રેનોના લોકેશન જાણવા ૨૦૧૮ સુધીમાં તમામ ટ્રેનોને સેટેલાઇટથી જોડી દેવાશે


- ૧૦૮૦૦ એન્જીનો અને રેલવેમાં વર્ષાંત સુધીમાં એન્ટેના બેસાડવામાં આવશે

- સેટેલાઇટ દ્વારા ડ્રાઇવરો સાથે વાત કરી શકાશે

ભારતીય રેલવેએ  તેની તમામ ટ્રેનોને  ૨૦૧૮ના અંત સુધીમાં ઇસરોના સેટેલાઇટ સાથે જોડવાનો લક્ષ્યાં નક્કી કર્યો હતો કે જેથી ટ્રેનોના લોકેશનને જાણી શકાશે અને ડ્રાઇવરો સાથે તેમની કેબિનમાં  વાત પણ કરી શકાશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં તમામ ૧૦૮૦૦ એન્જીન અને રેલવેમાં એન્ટેના ફિટ કરવામાં આવશે અને ડ્રાઇવરની કેબિનમાંથી તેની પર નજર રાખી શકાશે, એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહેલું.

'અમે દસ ટ્રેનોમાં તો ટ્રાયલ કરી લીધી હતી અને ડિસેમ્બર, ૨૦૧૮ના અંત સુધીમાં તમામ લોકોઝમાં આ સીસ્ટમ ફિટ કરી દેવામાં આવશે'એમ બોર્ડના એક સભ્યે કહ્યું હતું. તેમના કહેવા અનુસાર નવી દિલ્હી-ગુવાહાટી અને નવી દિલ્હી-મુંબઇ રાજધાની રૃટ પર છ ઇલેકટ્રિક એન્જીનમાં આ સીસ્ટમ ફિટ કરાઇ હતી. રેલવે સત્તાવાળાઓ ઇસરોના સેટેલાઇટઆધારિત સીસ્ટમનોે ઉપયોગ  માનવરહિત ક્રોસિંગ પાસે થતાં ટ્રેનોના અકસ્માતને રોકવા અને ટ્રેનોની હલનચલન જોવા માટે કરવા વિચારી રહ્યા છે.


ઇસરો સાથે પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા રેલવેએ કેટલીક ટ્રેનોના અન્જીન પર અવકાશ સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ્સ બેસાડી હતી.  ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સીસ્ટમનો ઉપયોગ માનવરહિત રેલવે ક્રોસિંગ ખાતે  વાહન ચાલકોને  હુટર મારફતે ચેતવણી આપવા માટે કરાશે.