ગુરુવાર, 4 જાન્યુઆરી, 2018

ટ્રેનોના લોકેશન જાણવા ૨૦૧૮ સુધીમાં તમામ ટ્રેનોને સેટેલાઇટથી જોડી દેવાશે


- ૧૦૮૦૦ એન્જીનો અને રેલવેમાં વર્ષાંત સુધીમાં એન્ટેના બેસાડવામાં આવશે

- સેટેલાઇટ દ્વારા ડ્રાઇવરો સાથે વાત કરી શકાશે

ભારતીય રેલવેએ  તેની તમામ ટ્રેનોને  ૨૦૧૮ના અંત સુધીમાં ઇસરોના સેટેલાઇટ સાથે જોડવાનો લક્ષ્યાં નક્કી કર્યો હતો કે જેથી ટ્રેનોના લોકેશનને જાણી શકાશે અને ડ્રાઇવરો સાથે તેમની કેબિનમાં  વાત પણ કરી શકાશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં તમામ ૧૦૮૦૦ એન્જીન અને રેલવેમાં એન્ટેના ફિટ કરવામાં આવશે અને ડ્રાઇવરની કેબિનમાંથી તેની પર નજર રાખી શકાશે, એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહેલું.

'અમે દસ ટ્રેનોમાં તો ટ્રાયલ કરી લીધી હતી અને ડિસેમ્બર, ૨૦૧૮ના અંત સુધીમાં તમામ લોકોઝમાં આ સીસ્ટમ ફિટ કરી દેવામાં આવશે'એમ બોર્ડના એક સભ્યે કહ્યું હતું. તેમના કહેવા અનુસાર નવી દિલ્હી-ગુવાહાટી અને નવી દિલ્હી-મુંબઇ રાજધાની રૃટ પર છ ઇલેકટ્રિક એન્જીનમાં આ સીસ્ટમ ફિટ કરાઇ હતી. રેલવે સત્તાવાળાઓ ઇસરોના સેટેલાઇટઆધારિત સીસ્ટમનોે ઉપયોગ  માનવરહિત ક્રોસિંગ પાસે થતાં ટ્રેનોના અકસ્માતને રોકવા અને ટ્રેનોની હલનચલન જોવા માટે કરવા વિચારી રહ્યા છે.


ઇસરો સાથે પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા રેલવેએ કેટલીક ટ્રેનોના અન્જીન પર અવકાશ સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ્સ બેસાડી હતી.  ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સીસ્ટમનો ઉપયોગ માનવરહિત રેલવે ક્રોસિંગ ખાતે  વાહન ચાલકોને  હુટર મારફતે ચેતવણી આપવા માટે કરાશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો