ગુરુવાર, 4 જાન્યુઆરી, 2018

પ્રવાસનની જાહેરતમાં રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત : ચંદીગઢ હાઇકોર્ટ


- પંજાબ, હરિયાણા અને ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં આ નિયમ લાગુ કરવામાં આવશે

- ટ્રાવેલ એજન્સીઓએ તમામ માધ્યમોમાં તેમની જાહેરાતમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે

ચંદીગઢ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદા હેઠળ આદેશ આપ્યો છે કે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા તમામ માધ્યમોમાં અપાતી જાહેરાતોમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવાનો રહેશે. ટ્રાવેલ એજન્સીઓ દ્વારા થતી છેતરપિંડીના કેસમાં વધારો થયો હોવાના અવલોકન બાદ હાઇકોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.


આકર્ષક યાત્રા-પ્રવાસના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સીઓ પર અંકુશ મૂકતો નિર્ણય પંજાબ-હરિયાણા હાઇકોર્ટે આપ્યો છે. ચંદીગઢ સ્થિત પંજાબ-હરિયાણા હાઇકોટેના આદેશ અનુસાર હવે ટ્રાવેલ એજન્સીઓએ જાહેરાતમાં તેમનો રજિસ્ટ્રેશન નંબર પણ જાહેર કરવો પડશે. વર્તમાનપત્રો, ટી.વી., પેમ્ફલેટ કે ડિજીટલ માધ્યમોમાં આપવામાં આવતી જાહેરાતોમાં ટ્રાવેલ એજન્સીઓએ તેમનો રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો