ગુરુવાર, 31 મે, 2018

દેશનો એકમાત્ર નિષ્ક્રિય જ્વાળામુખી કચ્છનો ધીણોધર ડુંગર છે : ડાયનોસોરયુગમાં ફાટયો હતો!


=Image result for dhinodhar hill kutcha
- હવાઈ અને ઈન્ડોનેશિયા સહિત અત્યારે જગતમાં સાત જ્વાળામુખી સક્રિય છે
- ડુંગરની ધાર પર કુદરતી રીતે કપાયેલા એકસરખા પથ્થર જોવા મળે છે: લગભગ ૭.૯ કરોડ વર્ષ પહેલા જ્વાળામુખીની

અત્યારે હવાઈ ટાપુ પર થોડા દિવસ પહેલા સક્રિય થયેલો કિલુવાયેઆ જ્વાળામુખી રોજ રોજ ભીષણ સ્વરૃપ ધારણ કરતો જાય છે. બીજી તરફ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પરનો અગુંગ જ્વાળામુખી પણ લાવા ફેંકી રહ્યો છે. આજની તારીખે દુનિયામાં કુલ મળીને સાત જ્વાળામુખી નાના-મોટા પાયે સક્રિય છે. ભારતમાં એક જ સક્રિય જ્વાળામુખી છે અને એ છેક આંદામાન નિકોબાર સમુહના બેરન ટાપુ પર આવેલો છે. ભારતમાં કુલ મળીને વિવિધ પ્રકારના સાત જ્વાળામુખી નોંધાયેલા છે. એમાંથી એકમાત્ર નિષ્ક્રિય (ઈનએક્ટિવ) જ્વાળામુખી કચ્છમાં આવેલો ધીણોધર ડુંગર છે.

ભારતના વિવિધ જ્વાળામુખી

બેરન ઉપરાંત આંદામાન દ્વિપ સમુહ પર જ આવેલો બીજો જ્વાળામુખી બરતંગ છેલ્લે ૨૦૦૩માં સક્રિય થયો હતો. પરંતુ હવાઈ કે ઈન્ડોનેશિયાના જ્વાળામુખીની જેમ ભારતના આ જ્વાળામુખી બહુ નુકસાન કરતાં નથી. એ જ્વાળામુખી ઘણા નાના છે અને વળી ત્યાં કોઈ માનવ વસતી આવેલી નથી. બીજા ત્રણ જ્વાળામુખી એક્સટિન્ક્ટ થયેલા એટલે કે નિષ્ક્રિય થઈ ચૂકેલા છે, જે ફાટવાની કોઈ સંભાવના નથી. એક જ્વાળામુખી મડ વોલ્કેનો પ્રકારનો છે, જે માત્ર કાદવના થર જામી જવાથી બનેલો છે.

નિષ્ક્રિય છે, નષ્ટ નથી થયો!

આ પૈકી નખત્રાણાથી પંદરેક કિલોમીટર દૂર આવેલો ધિણોધર એ દેશનો એકમાત્ર એવો જ્વાળામુખી છે, જે હાલ નિષ્ક્રિય છે અને જરૃર પડયે સક્રિય થઈ પણ શકે.ભુસ્તરશાસ્ત્રીઓના મતે ધિણોધર સક્રિય થાય એવી શક્યતા બહુ ઓછી છે. છતાં પણ તેને નષ્ટ થયેલો જ્વાળામુખી જાહેર ન કરી શકાય. આમેય કચ્છની ધરતી સતત હલ-ચલ કરતી રહે છે. એટલે ત્યાં આવેલો જ્વાળામુખી સંશોધકો માટે મહત્ત્વનો છે. આખા કચ્છની ધરતી ભૌગૌલિક રીતે વૈવિધ્યપૂર્ણ છે અને તેમાં ધીણોધરનો પણ સમાવેશ થાય છે.

ડાયનાસોરયુગનો પુરાવો

ગુજરાતના ઘણા ડુંગર પૈકી ધીણોધર તેના વિશિષ્ટ દેખાવ અને ભુસ્તર રચનાથી નોખો પડે છે. મંદિર ઉપરાંત આસપાસની ટેકીરીઓ પર કરોડો વર્ષથી પથરાયેલો લાવા પથ્થર સ્વરૃપમાં ફેરવાઈ ગયેલો સ્પષ્ટ દેખાય છે. અંદાજે ૭.૯ કરોડ વર્ષ પહેલા આ જ્વાળામુખીની રચના થઈ હશે. ભૌગોલિક ઈતિહાસમાં એ સમયગાળો 'ક્રિટેશસ પિરિયડ' તરીકે ઓળખાય છે. એ સમયે જ પૃથ્વી પરથી ડાયનાસોર નાશ પામ્યા હતા. ડાયનાસોરના ખાત્માને સંભવત એ વખતના જ્વાળામુખી વિસ્ફોટ સાથે સીધો સબંધ છે.

ડેક્કન ટ્રેપનો ભાગ

૭.૯ કરોડ વર્ષ પહેલા ભારતમાં અનેક સ્થળે જ્વાળામુખી ફાટયા હતા અને પછી ધરતીમાં રહેલી ફાટ એક સાથે પુરી દીધી હતી. ધરતી પર ફાટ પુરી દેવા માટે જાણે થીંગડું માર્યું હોય એવી એ રચના 'ડેક્કન ટ્રેપ' તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશમાં થઈને છેક કચ્છના રણ સુધી પથરાયેલો એ ડેક્કન ટ્રેપ નામનો લાવા-થર દુનિયાના સૌથી મોટા જ્ળાળામુખી અવશેષોમાં સ્થાન ધરાવે છે. ધીણોધરનો તેમાં જ સમાવેશ થાય છે. ડાયનાસોર યુગમાં છેલ્લે ધીણોધર જ્વાળામુખી ફાટયો હશે.

પથ્થરનું જંગલ!

અનેક પ્રવાસીઓ ધીણોધર આવે છે અને તેમના ધ્યાને ડુંગરના ઢાળ પર પથરાયેલા વિશિષ્ટ પથ્થર ધ્યાને ચડયા વગર રહેતા નથી. એક સરખા કાપીને મુકાયા હોય એવા નાના-નાના પથ્થર કુદરતની કમાલ દર્શાવે છે. ત્યાં પથ્થરનું જંગલ હોય એવું દૃશ્ય સર્જાય છે. યુરોપમાં આવુ જંગલ છે એને પ્રવાસન જાહેર કરીને જગતભરમાં તેની પ્રસિદ્ધિ કરાઈ છે. ધીણોધર પોતે પણ પ્રવાસનના નકશામાં છે, પરંતુ તેના ભૌગોલિક પાસાં પર જોઈએ એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી.

ધીણોધર એટલે કાનકટ્ટા સાધુઓનો મઠ

૩૮૬ મિટર ઊંચાઈ ધરાવતો ધીણોધર અત્યારે તો પ્રવાસન માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસન રસપ્રદ ધાર્મિક ઈતિહાસ ધરબાયેલો છે. આજનો ધિણોધર ડુંગર એ ગઈકાલનો કાનકટ્ટા સાધુઓનો મઠ છે. ડુંગર ઉપર તેના અવશેષો અને મંદિર છે જ. પ્રચલિત માન્યતા પ્રમાણે ધોરમનાથ નામના સાધુએ અહીં ૧૨ વરસ તપસ્યા કરી હતી. મંદિરની અનેક દિવાલો પર જૂનવાણી ચિત્રો દોરેલા છે, જે કળા પણ આજે લુપ્ત થઈ ચૂકી છે. વિશિષ્ટ રીતે બનેલા આ ચિત્રો અનેક ચોમસા, ઉનાળા, શિયાળા પસાર થઈ ગયા પછી આજેય અણનમ છે.



રાજ્યમાં ૯મીથી કુદરતનાં સફાઈ કામદાર ગણાતા 'ગીધ'ની ગણતરી


Image result for vulture bird

-સતત ઘટી રહેલી સંખ્યાનો અંદાજ લગાવવા કવાયત

-બે દિવસીય ગણતરી માટે ૩૩ જિલ્લામાં પક્ષીવિદો સાથેની ટીમોની થયેલી નિયુક્તિ

ગીધની વસ્તીમાં સતત થઈ રહેલા ઘટાડાનાં કારણે માત્ર બે જ વર્ષમાં ફરીવાર થનાર છે. કુદરતનાં સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધની ગુજરાતભરમાં વસ્તી ગણતરી તા.૯ અને ૧૦ જૂન એમ બે દિવસ હાથ ધરવામાં આવશે. જેમાં પક્ષીવીદો, વનવિભાગ અને સ્વયંસેવકોની મદદ વડે આ ગણતરી ગુજરાતના તમામ વિસ્તારોમાં થવાની છે.

ગીધની વિવિધ પ૩ જાતીઓની રાજયવ્યાપી વસ્તીનાં અંદાજેની કામગીરી ગુજરાત વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન તથા રાજયનાં પ્રકૃતિપ્રેમીઓ, પક્ષી નીરીક્ષકોનાં સહયોગથી હાથ ધરવામાં આવશે. જેમાં ગીધની ઉપસ્થિતી હોય તેવા સંભવીત તમામ વિસ્તારો જેવા કે પાંજરાપોળો, મૃતપ્રાણીઓના નિકાલની જગ્યાઓ, નાળીયેરી, તાડના વૃક્ષો, ડુંગરાળ જંગલ વિસ્તારો, ગૌચરો સહિતનાં વિસ્તારોમાં ગીધની વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવશે.

જે બાબતે વનવિભાગ દ્વારા ડી.સી.એફ. ઉપરાંત જીલ્લા દીઠ એક અનુભવી વરીષ્ઠપક્ષી નીરીક્ષક અને સ્વયસેવકોની મદદ લેવામાં આવશે. ગણતરીકારોની અલગ અલગ ટીમો બનાવી તેને વિવિધ વિસ્તારોનાં ગીધની સંખ્યા ગણવાની રહેશે.

રાજયનાં ૩૩ જિલ્લાઓમાં તા.૯ને ૧૦ જૂનનાં રોજ જી.પી.એસ.ની મદદ વડે ગીધની વસ્તી અંદાજ હાથ ધરવામાં આવશે. તેના માટેની તૈયારીનાં ભાગરૃપે ૩૩ જીલ્લાઓમાં પક્ષીવીદો, સ્વયસેવકોની પણ નિમણુંક થઈ ચુકી છે.

નોંધનીય છે કે, ગીધની કુલ ૯ પ્રજાતીમાંથી ગુજરાતમાં માત્ર ચાર પ્રકારનાં જ ગીધ છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગીરનારી ગીધ, ખેરોન્જીપ્સીયન વલ્ચર, રાજગીધનો સમાવેશ થાય છે. વળી વર્ષ ૨૦૧૬ માં થયેલી ગણતરી મુજબ, કચ્છમાં ૭૨, નોર્થ ગુજરાતમાં ૨૦૩, સેન્ટર ગુજરાતમાં ૧૫૭, સાઉથ ગુજરાતમાં ૧૦૯, અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૪૫૮ ગીધ જોવા મળ્યા હતાં.



મોદી પહોંચ્યા મલેશિયા, દુનિયાના સૌથી વૃદ્ધ PM 92 વર્ષના મહાતિરને મળ્યા

નરેન્દ્ર મોદી ત્રણ દેશની મુલાકાતે છે ત્યારે તેઓ ઈન્ડોનેશિયાથી આજે સવારે મલેશિયા પહોંચી ગયા છે. મલેશિયામાં પીએમ અમુક કલાકો જ રોકાવાના છે. સવારે મલેશિયા પહોંચ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી વૃદ્ધ એવા મલેશિયાના 92 વર્ષના પીએમ મોહમ્મદ મહાતિર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન બન્યા પછી મોદીની મલેશિયાની આ બીજી વખત મુલાકાત છે. મલેશિયાની મુલાકાત પછી મોદી સિંગાપોર જશે.




મલેશિયાથી સિંગાપોર જશે મોદી

- મોદી મલેશિયામાં ગણતરીના કલાકો રહ્યા પછી સિંગાપોર રવાના થશે. આ પહેલાં બુધવારે જકાર્તામાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે 15 કરાર કરવામાં આવ્યા હતા. મોદી અહીં દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી મસ્જિદ ઈસ્તિકલાલ અને અર્જુન રથ જોવા માટે પણ ગયા હતા. અહીં તેમણે મહાભારત થીમ પર બનેલો પતંગ પણ ચગાવ્યો હતો.

મલેશિયામાં 61 વર્ષ પછી મહાતિર મોહમ્મદની પાર્ટી જીતી
- મલેશિયામાં 10મેના રોજ મહાતિકની આગેવાની વાળી પકતન હરપન પાર્ટીએ બારિસન નેશનલ પાર્ટીને હરાવી છે. બારિસન નેશનલ પાર્ટી બ્રિટનથી આઝાદી મળ્યા પછી છેલ્લા 61 વર્ષથી મલેશિયામાં કાબિજ હતા.

મલેશિયામાં 20 લાખ ભારતીયો
- મલેશિયા સાથે ભારતની 71 વર્ષ પહેલાં રાજકીય સંબંધોની શરૂઆત થઈ હતી. 2010માં રાજકીય ભાગીદારીની શરૂઆત થઈ હતી. અત્યારે બંને દેશોની વચ્ચે અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર છે. અહીં 20 લાખથી વધારે ભારતીય રહે છે. મોદી ગુરુવારે અમુક કલાક મલેશિયામાં રહેશે.
સિંગાપોરમાં 8 લાખ ભારતીય

-
સિંગાપોર ભારત માટે ખૂબ મહત્વનું છે, કારણકે અહીં 8 લાખ ભારતીયો રહે છે. 8 હજાર ભારતીય કંપનીઓ અહીં રડિસ્ટર્ડ છે. બંને દેશો વચ્ચે અત્યારે અંદાજે 1.2 કરોડનો વાર્ષિક વેપાર થાય છે. આશા છે કે, સિંગાપોર સાથે વેપાર વધતા ચીનને વિકલ્પ શોધવાની જરૂર પડી શકે છે.

બુધવાર, 30 મે, 2018

PM મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે: શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

- પ્રવાસ દરમિયાન PM મોદી ઈન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને સંબોધશે
- ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થવાની શક્યતા

દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર સાંજથી ઈન્ડોનેશિયામાં છે. પાંચ દિવસના પ્રવાસના પ્રથમ ચરણમાં વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે જકાર્તા પહોંચ્યા છે. કાલે જકાર્તા એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ. આજે સવારે સૌથી પહેલા વડાપ્રધાન મોદી જકાર્તાના મશહૂર કાલીબાટા નેશનલ હીરો સેમેટ્રી ગયા અને ઈન્ડોનેશિયાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

વડાપ્રધાન મોદીએ વિઝીટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો. વડાપ્રધાને વિઝીટર બુકમાં લખ્યુ કે શહીદોના જીવનમાંથી કંઈક શીખવાની પ્રેરણા મળે છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભવન ઈસ્તાના મર્ડેકા પહોંચ્યા.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યુ અને તે બાદ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદીને ઔપચારિક ગોડ ઓફ ઓનર આપવામાં આવ્યુ. 

ભારત માટે કેમ મહત્વનું છે ઈન્ડોનેશિયા

ભારત હિન્દ મહાસાગરમાં પોતાની પહોંચ વધારવા માટે ઈન્ડોનેશિયાના મહત્વપૂર્ણ દ્વીપો સુધી પોતાની પહોંચ બનાવવા માંગે છે.

આને લઈને ભારત અને ઈન્ડોનેશિયાની વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે. ભારત ત્યાં બંદર અને આર્થિક ક્ષેત્રે રોકાણ કરવા ઈચ્છે છે અને જો આ કરાર વડાપ્રધાન મોદીના વર્તમાન પ્રવાસ દરમિયાન કરવામાં આવે છે, તો આ મોદી સરકારની એક્ટ ઈસ્ટ નીતિ માટે એક મહત્વપૂર્ણ સફળતા તરીકે કરવામાં આવશે.


વડાપ્રધાન તરીકે મોદીની આ પહેલી ઈન્ડોનેશિયા યાત્રા છે. યાત્રા દરમિયાન મોદી ઈન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે.


મંગળવાર, 29 મે, 2018

વેદાંતા જૂથને મોટો આંચકો: તમિલનાડુ સરકારનો તુતિકોરનમાં 

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ કાયમી બંધ કરવા આદેશ

- ગયા સપ્તાહમાં આ જ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર પોલીસે ગોળીબાર કરતા 13 લોકોનાં મોત થયા

- વિરોધ પક્ષોના પ્રહારોથી બચવા વિધાનસભા સત્ર અગાઉ જ લેવાયેલો નિર્ણય

તમિલનાડુ સરકારે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તુતિકોરનમાં આવેલા વેદાંતાના કોપર પ્લાન્ટને સીલ કરવા અને કાયમ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં આ જ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર પોલીસે ગોળીબાર કરતા ૧૩ લોકોનાં મોત થયા હતાં. સરકારનો આદેશ મળતા જ તુતિકોરન જિલ્લાના ટોચના અધિકારીઓએ કોપર પ્લાન્ટનું પરિસર સીલ કરી દીધું હતું અને મેઇન ગેટ પર પોસ્ટર ચોંટાડી દીધું હતું.

પલાનીસામીએ ચેન્નાઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્લાન્ટ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર શરૃ થવાના પહેલા જ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સત્ર દરમિયાન વિરોધ પક્ષના વિરોધનો સામનો કરવો ન પડે.

તુતિકોરિનના જિલ્લા કલેક્ટર સંદીપ નાંદુરીએ જણાવ્યું હતું કે હવે પ્લાન્ટ કાયમ માટે બંધ થઇ ગયો છે.ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટ સામે સ્થાનિક લોકો વર્ષોથી વિરોધ કરી રહ્યાં હતાં. જ્યારે પનાલીસામીને તુતિકોરનના લોકો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ફરીથી શાંતિ સ્થપાઇ છે. લોકો સરકારને સહકાર આપે તે પણ જરૃરી છે. અમ્માની સરકારે લોકોની માગનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં સ્ટરલાઇટના પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં જયલલિતાએ ૨૯ માર્ચ, ૨૦૧૩ના રોજ આ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્લાન્ટનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને યુનિટ બંધ કરી દેવાયું હતું.


જો કે કંપનીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સંપર્ક સાધતા તેણે ૮ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ પેલાન્ટની કામગીરી શરૃ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમમાં આ કેસ હજુ સુધી ચાલી રહ્યો છે. ૯ એપ્રિલના રોજ ટીએનપીસીબીએ પ્લાન્ટનો લાયસન્સ રિન્યુ કરવાનો ઇનકાર કર્યો હતો.

ભારતીય ચલણી નોટો પરથી ગાંધીજીનો ફોટો હટાવવાની હિંદુ મહાસભાની માંગ

- ગાંધીજીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવાની માંગ કરી

અખિલ ભારતીય હિંદુ મહાસભા(ABHM)એ પોતાનું એક નિવેદન જાહેર કરી નવા વિવાદને જન્મ આપ્યો છે.

ABHM પ્રમુખ સ્વામી ચક્રપાણિએ કેન્દ્ર સરકાર પાસે ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવાની માંગ કરી છે સાથે જ તેમણે સાવરકરને ભારતરત્ન આપવાની પણ માંગ કરી છે.


ઉલ્લેખનીય છે કે, વિનાયક દામોદર સાવરકરને હિંદુત્વ શબ્દના જનક માનવામાં આવે છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી કહેવામાં આવ્યુ કે, વીર સાવરકરે ભારતીય સ્વાધીનતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

માનવરહિત રેલવે ક્રોસિંગ પર સર્જાતા અકસ્માતો અટકાવવાનો ઉપાય અમદાવાદ ઈસરોએ શોધી કાઢ્યો
Image result for railway crossing india

- જાણો કેવી રીતે ઈસરોની એપ્લિકેશન રોકશે અથડામણો

અમદાવાદ સ્થિત 'ઈસરો'ના કેન્દ્ર 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક)' દ્વારા ટ્રેન અકસ્માત નિવારવાની સિસ્ટમ વિકસાવાઈ છે. આ સિસ્ટમ એ એક પ્રકારની 'ઈન્ટિગ્રેટેડ સર્કિટ (ચીપ)' છે, જે રેલવે એન્જીનમાં ફીટ કરી દેવામાં આવશે. આ ચીપનો ઉપયોગ મુખ્યત્વે માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માત રોકવા માટે કરવામાં આવશે. એન્જિનમાં ફીટ થયેલી ચીપ ઉપગ્રહ સાથે જોડાણ ધરાવતી હશે, જ્યાંથી કન્ટ્રોલ રૃમને સતત અપડેટ મળ્યાં કરશે.

ભારતમાં લગભગ ૬ હજાર જેટલા રેલવે ફાટકો માનવ રહિત છે. ત્યાં લોકો બન્ને દિશાએ જોયા વગર આડેધડ પાટા ક્રોસ કરતાં હોય છે. એમ કરવામાં હજારો લોકો મૃત્યુ પામે છે, રેલવેના નામે અનેક અકસ્માત નોંધાય છે અને અકસ્માત થવાથી ટ્રેન મોડી પડવા જેવી સમસ્યા પણ સર્જાય છે. તેના નિવારણનું કામ ઈસરોની

આ સિસ્ટમ કરશે. રેલવેના કુલ અકસ્માત પૈકી ૬૦ ટકા અકસ્માત માનવ રહિત ફાટક ક્રોસ કરતી વખતે સર્જાય છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના કુશી નગરમાં માનવ રહિત ફાટકનું ક્રોસિંગ કરતી વખતે સ્કૂલ બસ ટ્રેન સાથે અથડાઈ હતી અને ૧૩ બાળકોના મોત થયા હતા.

આ સિસ્ટમ પ્રમાણે દરેક ફાટક પર એક ભૂંગળું ગોઠવી દેવામાં આવશે. એ ભૂંગળું રેલવે કન્ટ્રોલ રૃમના કાબુમાં હશે. બીજી તરફ એન્જિનમાં ચીપ ફીટ થયેલી હશે, જેના કારણે ફાટકથી ચાર કિલોમીટર દૂર ટ્રેન હશે ત્યારે જ ફાટકને એલર્ટ મળી જશે. ટ્રેન ચાર કિલોમીટર દૂર હશે ત્યારથી ફાટક પર રહેલું ભૂંગળું સાઈરન વગાડશે. જેથી એટલો સમય લોકો સિગ્નલ ક્રોસ ન કરે. ટ્રેન નજીક આવતી જશે તેમ સાઈરનનો અવાજ મોટો થતો જશે અને ટ્રેન પસાર થઈ જશે પછી શાંત થઈ જશે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરે ફેબુ્રઆરી ૨૦૧૬માં જ આ સિસ્ટમ વિકસાવી હતી. એ પછી તેના પર વિવિધ પરીક્ષણ ચાલ્યા હતા. હવે લગભગ બધા ટેસ્ટિંગમાંથી આ સેટેલાઈટ બેઝ્ડ અર્લિ વોર્નિંગ સિસ્ટમ પાસ થઈ ગઈ છે. માટે રેલવે મંત્રાલય ટૂંક સમયમાં તેનો ઉપયોગ કરે એવી શક્યતા છે. રેલવેના રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ) દ્વારા આ પ્રયોગ સંપૂર્ણ સફળ રહ્યાનો અહેવાલ રેલવે મંત્રાલયને આપી દેવામાં આવ્યો છે. 


પ્રાયોગિક ધોરણે કેટલીક ટ્રેનોમાં આ ચીપ ગોઠવીને દેશભરમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. એ ટેસ્ટમાં ચીપ સંપૂર્ણપણે ઉપયોગી સાબિત થઈ છે. હવે રેલવે મંત્રાલય ઈચ્છે ત્યારે તેને રેલવે એન્જિનમાં ફીટ કરી શકે છે. એક વર્ષ સુધી વિવિધ પ્રકારના વાતાવરણ, વિવિધ સમય-સંજોગો વચ્ચે વોર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બધી વાતે ઈસરોની સિસ્ટમ ખરી ઉતરી છે.

સોમવાર, 28 મે, 2018

કચ્છમાં  સુજલામ-સુફલામની કામગીરી 


જળસંચયની ગુલબાંગો વચ્ચે કચ્છમાં સુજલામ-સુફલામની કામગીરી માત્ર ૩ર ટકા જ થઈ !

ગુજરાત રાજયના ૧લી મેના સ્થાપના દિવસથી કચ્છમાં માનકુવાના વિચેશ્વર મહાદેવ તળાવને ઉંડા કરવાની કામગીરી સાથે સુજલામ-સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રી રૃપાણી પણ કામોમાં પ્રગતિ લાવવા જિલ્લાની મુલાકાતે આવી બે તળાવના ખાણેત્રા પણ શરૃ કરાવી ગયા હતા. છતાં પણ અત્યાર સુધીમાં માત્ર ૨૧૨ ખાણેત્રાના કામો પૂર્ણ થયા છે. આમ, અત્યાર સુધીના ૨૭ દિવસમાં માત્ર ૩૨.૭૧ ટકા કામગીરી જપૂર્ણ થઈ શકી છે. હજુ પણ ૬૮ ટકા કામગીરી બાકી છે.

ઉજ્જ્વલા યોજના દ્વારા ગરીબ મહિલાઓને તેમનો હક અપાવ્યો છે: PM મોદી



ઉજ્જ્વલા યોજના દ્વારા ગરીબ મહિલાઓને તેમનો હક અપાવ્યો છે: PM મોદી

- વડાપ્રધાન મોદીએ નમો એપ મારફતે ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને સંબોધિત કર્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નમો એપ મારફતે ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે દેશવાસીઓને હક અપાવવાનો અમારું લક્ષ્ય છે, અમે ગરીબ મહિલાઓને તેમનો હક આપ્યો છે. આ સાથે જ અમે આ યોજનામાં દલિતો અને શોષિતોને પ્રાથમિકતા આપી છે.

તેમણે કહ્યું કે આજે 100માંથી 81 ઘરોમાં એલપીજી કનેક્શન છે. અમે લાભાર્થીઓ માટે એલપીજી પંચાયત શરૂ કરાવી છે.

ગામડાઓમાં એક લાખ એલપીજી પંચાયત બનાવવાનું લક્ષ્ય છે. પહેલા મોટા-મોટા લોકોને એલપીજી કનેક્શન મળતા હતા.

પીએમ મોદીએ કહ્યુ, વર્ષ 2014 સુધી 13 કરોડ પરિવારોના એલપીજી કનેક્શન મળ્યું. એનો અર્થ છે કે છેલ્લા 60 વર્ષોમાં આ આંકડાકીય માહિતી 13 કરોડ પર જ અટકી રહી છે.
મોટાભાગે અમીર લોકોને જ એલપીજી કનેક્શન મળ્યા હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં 10 કરોડ નવા કનેક્શન આપવામાં આવ્યા છે અને તેનાથી ગરીબોને વધારે લાભ પહોંચ્યા છે.

11000 કરોડના પેરીફેરલ એક્સપ્રેસ-વેની ખાસિયતો...


11000 કરોડના પેરીફેરલ એક્સપ્રેસ-વેની ખાસિયતો...

- PM મોદી દેશને સૌથી હાઈટેક એક્સપ્રેસ-વેની ભેટ આપશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે (EPE)ની રીતે સૌથી હાઈટેક એક્સપ્રેસ-વેની ભેટ આપી રહ્યા છે.
આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ હાજર રહેશે.

- આ હાઈ-વે દિલ્હી નજીક હરિયાણાના કુંડલીને હરિયાણાના પલવલ સાથે જોડશે
- કુલ 135 કિલોમીટર લાંબા ઈપીઈ પર 11000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
- આ દેશનો પહેલો હાઈવે છે જ્યાં સૌર વિજળીથી રસ્તાઓ ઝળહળશે
- હાઈવે પર પ્રત્યેક 500 મીટર પર બંને તરફ વરસાદના પાણીના સંચયની વ્યવસ્થા હશે સાથે જ આમાં 36 રાષ્ટ્રીય સ્મારકોને પ્રદર્શિત કરવામાં આવશે તથા 40 ધોધ હશે
- વડાપ્રધાને પાંચ નવેમ્બર 2015એ આ પરિયોજનાની આધારશિલા રાખી હતી
- જોકે આ હાઈ-વેનું કામ શરૂ થવામાં વિલંબ થયો હતો, જેના પર વડાપ્રધાન મોદીએ નારાજગી પણ દર્શાવી હતી
- 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકશે પરંતુ દિલ્હીમાં પ્રવેશ કર્યા વિના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની મુસાફરી પણ કરી શકે છે
- 6 લેનના આ એક્સપ્રેસ-વેમાં 7 ઈન્ટરચેન્જ હાજર છે. જેનાથી એક શહેરથી બીજા શહેરમાં મુસાફરો સરળતાથી જઈ શકે છે.
- 135 કિ.મીના ટુકડામાં આઠ જગ્યાએ હાઈ-વે નેસ્ટ હશે, જેમાં ખાણી-પીણીની સુવિધાઓ મળશે.
- ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેના શરૂ થવાથી દિલ્હીમાં 41 ટકા સુધી ટ્રાફિક જામ અને 27 ટકા સુધી પ્રદૂષણ ઓછુ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેનાથી દિલ્હીને ભારે વાહનોના બોજથી મુક્તિ મળશે.
- એક્સપ્રેસ-વેના શરૂ થવાથી કલકત્તાથી સીધા જલંધર-અમૃતસર અને જમ્મુ આવવા જનારી ગાડીઓ ખાસકરીને ટ્રકોને પણ ફાયદો થશે.

નવસારી જિલ્લાની પ્રથમ બળદગાડાની રેસ યોજાઇ : સાત બળદગાડા દોડયા


નવસારી જિલ્લાની પ્રથમ બળદગાડાની રેસ યોજાઇ : સાત બળદગાડા દોડયા

- ચીખલીનાં ટાંકલમાં યોજાયેલી રેસ જોવા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટાંકલ-દેગામ માર્ગ પર ઉ

નવસારી જિલ્લાની સૌ પ્રથમ બળદગાડાની ચીકલીના ટાંકલ ગામે યોજાઇ હતી. જેમાં મોટીસંખ્યામાં જનસમુદાય રેસ જોવા ટાંકલ-દેગામ માર્ગ ઉપર ઉમટી પડયો હતો. રેસમાં કુલ સાત બળદગાડાએ ભાગ લીધો હતો.
ચીખલી તાલુકાના ટાંકલ ગામના લેઉવા પાટીદાર અગ્રણી અને એપીએમસીના ડીરેકટર જીતેન્દ્ર પટેલ અને અન્યના સહકારથી તાલુકાના ચાસા નીરજ ખાડીથી ટાંકલ કણબીવાડ સુધી બળદગાડાની એક રેસ રાખવામાં આવી હતી. નવસારી જિલ્લામાં  સૌ પ્રથમવાર બળદગાડાની રેસ યોજાતા  ચીખલી વાંસદા અને મહુવા તાલુકાના સાત બળદગાડાના સ્પર્ધકો સ્પર્ધામાં જોડાયા હતા.
જેમાં પ્રથમક્રમે ચીખલી તાલુકાના રાનકુવાના ઉમેશ આહિર, બીજા ક્રમે વાંદરવેલાના દિનેશભાઇ પટેલ અને ત્રીજાક્રમે મહુવા તાલુકાના જામણીયાના છગનભાઇ આહીર વિજેતા થયા હતા. વિજેતાઓને રોકડ ઇનામ એનાયત થયા હતા. જ્યારે ચાર અન્ય સ્પર્ધકોને પણ પ્રોત્સાહક રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. સૌ પ્રથમવાર યોજાયેલી બળદગાડાની સ્પર્ધાને જોવા વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડયો હતો.

ગુરુવાર, 24 મે, 2018

નીપા વાયરસને પગલે ગુજરાતમાં એલર્ટ હોસ્પિટલોમાં તબીબોને સૂચના અપાઇ

Image result for nipah virus

- રાજ્યમાં નીપા વાયરસ ન પ્રવેશે તે માટે કવાયત શરુ

- રાજ્ય પશુપાલન,આરોગ્ય વિભાગને સતર્ક કરાયું ચામાચીડિયાની વસાહતો પર પશુપાલન વિભાગની નજર

કેરળમાં નિપા વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે નવેક લોકોનો ભોગ લીધો છે ત્યારે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. રાજ્યમાં નીપા વાયરસ ન પ્રવેશે તે માટે અગમચેતીના ભાગરુપે પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કેરળના કોઝીકેડમાં નીપા વાયરસે દેખા દીધી છે. ૨૫ લોકોને તેનો ચેપ પણ લાગ્યો છે તે સંજોગોમાં આ વાયરસ ગુજરાતમાં પ્રવેશે નહીં તે માટે રાજ્ય આરોગ્ય વિભાગે આગોતરા પગલા લેવાનુ શરુ કર્યુ છે. આરોગ્ય વિભાગના અધિકારીક સૂત્રોના મતે, સરકારી હોસ્પિટલોમાં તબીબોને નીપા વાયરસના લક્ષણો હોય તો દર્દીને કેવી સારવાર આપવી તેના માર્ગદર્શન સાથે સતર્ક રહેવા સૂચના આપી દેવાઇ છે. આ ઉપરાંત નીપા વાયરસના લક્ષણો દેખાય તો,દર્દીને તાકીદની સારવાર આપવા પણ જણાવી દેવાયુ છે.

ચામાચિડીયા અને ભૂંડમાંથી માનવીમાં નીપા વાયરસ પ્રસરે છે પરિણામે રાજ્યના પશુપાલન વિભાગના અધિકારીઓને પણ આ મામલે સતર્ક કરી ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી દેવાઇ છે.જયાં ચામાચિડીયાની વસાહતો છે ત્યાં પશુપાલન વિભાગના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.અમદાવાદમાં ગુજરાત કોલેજ,કાંકરિયા,કાલુપુર અને શાહીબાગ સહિતના અન્ય વિસ્તારોમાં ચામાચિડિયાની વસાહતો આવેલી છે.


આ વસાહતો નીપા વાયરસને ફેલાવવાનુ એપી સેન્ટર બની શકે છે. શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી વસાહતો વધુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યાં છેકે, અત્યારે ગુજરાતમાં કોઇ ચિંતાનુ કારણ નથી આમ છતાંય તકેદારીના પગલાં લેવા જરુરી છે.


રોગોની સારવારની સુવિધામાં ભારત વિશ્વના ૧૯૫ દેશોમાં ૧૪૫માં ક્રમે

- ૨૦૧૬ના લેન્સેટના રિપોર્ટે સરકારના દાવાની પોલ ખોલી

- ભારત કરતા ચીન, ભુતાન, શ્રીલંકામાં સ્વાસ્થ્ય સંબંધી વધુ સારી સુવિધાઓ

- ભારતમાં અન્ય રાજ્યો કરતા કેરળ અને ગોવામાં સ્વાસ્થ્યની સૌથી વધુ સારી સુવિધાઓ : રિપોર્ટમાં દાવો

ભારતમા સ્વાસ્થ્યની સુવિધામાં સુધારાની માત્ર વાતો જ કરવામાં આવે છે. જ્યારે ગ્રાઉન્ડ લેવલે વાસ્તવીક્તા કઇ ક જુદી જ છે. લેન્સેટ દ્વારા જારી એક સંશોધન અનુસાર ભારત સ્વાસ્થ્ય સેવામાં પોતાના પાડોશી દેશો જેમ કે ભુતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ચીન કરતા પણ પાછળ છે. ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ સ્ટડીમાં આ રિપોર્ટ સામે આવ્યો છે. મોદી સરકાર સ્વાસ્થ્ય સેવામાં સુધારા થયાનો દાવો કરી રહી છે જ્યારે બીજીબાજુ આ સ્ટડી જુદો જ રિપોર્ટ આપી રહી છે. જોકે ૧૯૯૦ની ભારતની જે સ્થિતિ હતી તેના કરતા હાલ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તામાં ભારત વિશ્વના ૧૯૫ દેશોમાં ૧૪૫માં ક્રમે છે. ભારતના રાજ્યોમાં પણ સ્વાસ્થ્યની સુવિધા કેવી છે તેને લઇને પણ આ રિપોર્ટમાં દાવા કરવામાં આવ્યા છે. જે મુજબ ગોવા અને કેરળમાં સ્વાસ્થ્ય સેવા અન્ય રાજ્યો કરતા વધુ સારી છે. અને તેને સૌથી વધુ સ્કોર પણ મળ્યો છે. ૬૦ પોઇન્ટ સાથે આ બન્ને રાજ્યો આગળ છે જ્યારે બીજી તરફ આસામ, ઉત્તર પ્રદેશને માત્ર ૪૦ પોઇન્ટ જ મળ્યા છે કેમ કે આ રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધા અતી નબળી છે.

એશિયાના દેશોમાં ભારતને સ્વાસ્થ્ય સુવિધામાં ૪૧.૨ પોઇન્ટ જ મળ્યા છે. જ્યારે ક્રમની દ્રષ્ટીએ તે ૧૪૫માં ક્રમે છે અને ચીન ૪૮, શ્રીલંકા ૭૧, બાંગ્લાદેશ ૧૩૩ અને ભુતાન ૧૩૪માં ક્રમે છે. એટલે કે આ દેશો ભારત કરતા સારી સ્વાસ્થ્ય સુવિધા આપે છે. જોકે પાકિસ્તાન કરતા ભારતની સ્થિતિ સારી છે.

વિશ્વના જે પાંચ દેશોમાં સ્વાસ્થ્ય સુવિધા સારી છે તેમાં આઇસલેન્ડ (૯૭ પોઇન્ટ), નોર્વે (૯૬ પોઇન્ટ), નેધર્લેન્ડ (૯૬ પોઇન્ટ), લક્ઝેમ્બર્ગ (૯૬ પોઇન્ટ) અને ફિનલેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયાને ૯૫ પોઇન્ટ મળ્યા છે. ભારતમાં ટીબી, હાર્ટની બિમારીઓ, કેન્સર, કિડનીની બિમારીઓ, સ્ટ્રોક વગેરેની સારવારની સુવિધાઓ બહુ જ નબળી છે. આ રિપોર્ટ ૨૦૧૬ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.



ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું નિધન


- છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હતા

- નિર્દોષ અને નિર્ડંખ હાસ્ય માટે પ્રસિદ્ધ હતા

ગુજરાતી ભષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું આજે સવારે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તેમના નિધનથી કદી ન પૂરાય એવી ખોટ હાસ્ય સાહિત્યને પડી હતી.

વ્યવસાયે સેલ્સ ટેક્સ કન્સલ્ટન્ટ એવા વિનોદભાઇ છેલ્લાં પંચાવન સાઠ વર્ષથી સતત હાસ્યલેખક તરીકે પ્રસિદ્ધ હતા અને એમના હાસ્યલેખોનું વૈવિધ્ય જબરદસ્ત હતું. એ પોલિટિશ્યનો, ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટાર્સ અને સાંપ્રત પરિસ્થિતિ એમ વિવિધ વિષયો પર હાસ્યસર્જન કરતા. એમના હાસ્ય લેખનની વિશેષતા એ હતી કે કદી કોઇની લાગણી દૂભાય એવું એ લખતા નહોતા. એમનો કટાક્ષ સદા નર્મમર્મ ટાઇપનો રહેતો.
એમણે અત્યાર સુધીમાં સોએક જેટલાં પુસ્તકોનું સર્જન કાર્ય કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદાર હતા ત્યારે એ સમયના મુખ્ય પ્રધાન અને વિનોદભાઇના દોસ્ત એવા શંકરસિંહ વાઘેલા પાસેથી માત્ર પાંચ મિનિટની વાત પછી એકાવન લાખ રૃપિયાનું દાન મેળવીને વિનોદભાઇએ ગુજરાતી સાહિત્ય પરિષદને એનું મકાન બનાવવામાં માતબર સહાય કરી હતી.

વિવિધ ગુજરાતી સાહિત્યકારો વિષેની એમની હાસ્ય કટાર વિનોદની નજરે કુમાર સામયિકમાં પ્રગટ થઇ હતી અને એ કટારમાં જે જે સાહિત્યકાર વિશે એમણે નિરીક્ષણો વ્યક્ત કર્યા હતાં એ સૌએ ખેલદિલીપૂર્વક વિનેાદભાઇનાં એ નિરીક્ષણને સ્વીકાર્યાં હતાં.

તેમનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી.

મંગળવાર, 22 મે, 2018

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું



- બ્રહ્મોસની મદદથી ધરતી, આકાશ, સમૃદ્રમાં હુમલો કરવા સૈન્ય સક્ષમ

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત સંરક્ષણ મંત્રીએ કરી હતી. રશિયાની મદદથી બનેલી આ સ્વદેશી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ૮૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવા સક્ષમ બની ગઈ છે.

ઓડિશા પરીક્ષણ રેન્જથી ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને બ્રહ્મોસની ટીમે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અત્યાર સુધી ભારત પાસે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ઉપલબ્ધ હતી, તેની આવરદા ૧૦ વર્ષ હતી અને તેની રેન્જ ૪૦૦ કિલોમીટર હતી. નવું સંશોધન કરીને સ્વદેશી ટેકનિકથી બનેલી આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની પ્રહાર ક્ષમતા ૮૦૦ કિલોમીટર સુધીની થઈ ગઈ છે અને તેનું આયુષ્ય પણ વધીને ૧૫ વર્ષ થયું છે. એટલે કે હવે આ મિસાઈલ ૧૫ વર્ષ સુધી કાર્યરત રહેશે.

સંરક્ષણ મંત્રી નિર્મળા સિતારમણે ટ્વીટ કરીને ડીઆરડીઓ અને બ્રહ્મોસની ટીમને અભિનંદન આપવાની સાથે સાથે આ સફળ પરીક્ષણની જાહેરાત કરી હતી. રશિયાની મદદથી ચાલતા બ્રહ્મોસ પ્રોજેક્ટમાં ભારતના વિજ્ઞાનિકોએ ૭૫ ટકા સ્વદેશી ટેકનિકનો ઉપયોગ કર્યો છે અને એ સ્વદેશી ટેકનિકના કારણે જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની ક્ષમતા બમણી કરવામાં સફળતા મળી છે. બ્રહ્મોસ મિસાઈલની કાર્યક્ષમતા વધી હોવાથી બજેટની બચત પણ થશે એવું એક ટ્વીટમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું.


બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી ધરતી, આકાશ અને સમૃદ્રમાં હુમલો કરી શકવા સૈન્ય સક્ષમ બન્યું છે. ભારતીય સૈન્ય આમ તો પ્રથમ શ્રેણીની બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ છેક ૨૦૦૭થી કરે છે. એમાં નવા નવા સુધારા કરીને હવે ૮૦૦ કિલોમીટર સુધીની ક્ષમતા વિકસાવવામાં ડીઆરડીઓને સફળતા મળી છે.