સોમવાર, 28 મે, 2018

નવસારી જિલ્લાની પ્રથમ બળદગાડાની રેસ યોજાઇ : સાત બળદગાડા દોડયા


નવસારી જિલ્લાની પ્રથમ બળદગાડાની રેસ યોજાઇ : સાત બળદગાડા દોડયા

- ચીખલીનાં ટાંકલમાં યોજાયેલી રેસ જોવા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટાંકલ-દેગામ માર્ગ પર ઉ

નવસારી જિલ્લાની સૌ પ્રથમ બળદગાડાની ચીકલીના ટાંકલ ગામે યોજાઇ હતી. જેમાં મોટીસંખ્યામાં જનસમુદાય રેસ જોવા ટાંકલ-દેગામ માર્ગ ઉપર ઉમટી પડયો હતો. રેસમાં કુલ સાત બળદગાડાએ ભાગ લીધો હતો.
ચીખલી તાલુકાના ટાંકલ ગામના લેઉવા પાટીદાર અગ્રણી અને એપીએમસીના ડીરેકટર જીતેન્દ્ર પટેલ અને અન્યના સહકારથી તાલુકાના ચાસા નીરજ ખાડીથી ટાંકલ કણબીવાડ સુધી બળદગાડાની એક રેસ રાખવામાં આવી હતી. નવસારી જિલ્લામાં  સૌ પ્રથમવાર બળદગાડાની રેસ યોજાતા  ચીખલી વાંસદા અને મહુવા તાલુકાના સાત બળદગાડાના સ્પર્ધકો સ્પર્ધામાં જોડાયા હતા.
જેમાં પ્રથમક્રમે ચીખલી તાલુકાના રાનકુવાના ઉમેશ આહિર, બીજા ક્રમે વાંદરવેલાના દિનેશભાઇ પટેલ અને ત્રીજાક્રમે મહુવા તાલુકાના જામણીયાના છગનભાઇ આહીર વિજેતા થયા હતા. વિજેતાઓને રોકડ ઇનામ એનાયત થયા હતા. જ્યારે ચાર અન્ય સ્પર્ધકોને પણ પ્રોત્સાહક રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. સૌ પ્રથમવાર યોજાયેલી બળદગાડાની સ્પર્ધાને જોવા વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો