ગુરુવાર, 31 મે, 2018


રાજ્યમાં ૯મીથી કુદરતનાં સફાઈ કામદાર ગણાતા 'ગીધ'ની ગણતરી


Image result for vulture bird

-સતત ઘટી રહેલી સંખ્યાનો અંદાજ લગાવવા કવાયત

-બે દિવસીય ગણતરી માટે ૩૩ જિલ્લામાં પક્ષીવિદો સાથેની ટીમોની થયેલી નિયુક્તિ

ગીધની વસ્તીમાં સતત થઈ રહેલા ઘટાડાનાં કારણે માત્ર બે જ વર્ષમાં ફરીવાર થનાર છે. કુદરતનાં સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધની ગુજરાતભરમાં વસ્તી ગણતરી તા.૯ અને ૧૦ જૂન એમ બે દિવસ હાથ ધરવામાં આવશે. જેમાં પક્ષીવીદો, વનવિભાગ અને સ્વયંસેવકોની મદદ વડે આ ગણતરી ગુજરાતના તમામ વિસ્તારોમાં થવાની છે.

ગીધની વિવિધ પ૩ જાતીઓની રાજયવ્યાપી વસ્તીનાં અંદાજેની કામગીરી ગુજરાત વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન તથા રાજયનાં પ્રકૃતિપ્રેમીઓ, પક્ષી નીરીક્ષકોનાં સહયોગથી હાથ ધરવામાં આવશે. જેમાં ગીધની ઉપસ્થિતી હોય તેવા સંભવીત તમામ વિસ્તારો જેવા કે પાંજરાપોળો, મૃતપ્રાણીઓના નિકાલની જગ્યાઓ, નાળીયેરી, તાડના વૃક્ષો, ડુંગરાળ જંગલ વિસ્તારો, ગૌચરો સહિતનાં વિસ્તારોમાં ગીધની વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવશે.

જે બાબતે વનવિભાગ દ્વારા ડી.સી.એફ. ઉપરાંત જીલ્લા દીઠ એક અનુભવી વરીષ્ઠપક્ષી નીરીક્ષક અને સ્વયસેવકોની મદદ લેવામાં આવશે. ગણતરીકારોની અલગ અલગ ટીમો બનાવી તેને વિવિધ વિસ્તારોનાં ગીધની સંખ્યા ગણવાની રહેશે.

રાજયનાં ૩૩ જિલ્લાઓમાં તા.૯ને ૧૦ જૂનનાં રોજ જી.પી.એસ.ની મદદ વડે ગીધની વસ્તી અંદાજ હાથ ધરવામાં આવશે. તેના માટેની તૈયારીનાં ભાગરૃપે ૩૩ જીલ્લાઓમાં પક્ષીવીદો, સ્વયસેવકોની પણ નિમણુંક થઈ ચુકી છે.

નોંધનીય છે કે, ગીધની કુલ ૯ પ્રજાતીમાંથી ગુજરાતમાં માત્ર ચાર પ્રકારનાં જ ગીધ છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગીરનારી ગીધ, ખેરોન્જીપ્સીયન વલ્ચર, રાજગીધનો સમાવેશ થાય છે. વળી વર્ષ ૨૦૧૬ માં થયેલી ગણતરી મુજબ, કચ્છમાં ૭૨, નોર્થ ગુજરાતમાં ૨૦૩, સેન્ટર ગુજરાતમાં ૧૫૭, સાઉથ ગુજરાતમાં ૧૦૯, અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૪૫૮ ગીધ જોવા મળ્યા હતાં.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો