PM મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે: શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
- પ્રવાસ દરમિયાન PM મોદી ઈન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને
સંબોધશે
- ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થવાની શક્યતા
દક્ષિણ પૂર્વી
એશિયાઈ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર
સાંજથી ઈન્ડોનેશિયામાં છે. પાંચ દિવસના પ્રવાસના પ્રથમ ચરણમાં વડાપ્રધાન મોદી
મંગળવારે સાંજે જકાર્તા પહોંચ્યા છે. કાલે જકાર્તા એરપોર્ટ પર તેમનું ઔપચારિક
સ્વાગત કરવામાં આવ્યુ. આજે સવારે સૌથી પહેલા વડાપ્રધાન મોદી જકાર્તાના મશહૂર
કાલીબાટા નેશનલ હીરો સેમેટ્રી ગયા અને ઈન્ડોનેશિયાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
વડાપ્રધાન
મોદીએ વિઝીટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો. વડાપ્રધાને વિઝીટર બુકમાં લખ્યુ કે
શહીદોના જીવનમાંથી કંઈક શીખવાની પ્રેરણા મળે છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભવન ઈસ્તાના મર્ડેકા પહોંચ્યા.
ઈન્ડોનેશિયાના
રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યુ અને તે બાદ રાષ્ટ્રપતિ ભવનમાં
વડાપ્રધાન મોદીને ઔપચારિક ગોડ ઓફ ઓનર આપવામાં આવ્યુ.
ભારત માટે કેમ મહત્વનું છે ઈન્ડોનેશિયા
ભારત હિન્દ
મહાસાગરમાં પોતાની પહોંચ વધારવા માટે ઈન્ડોનેશિયાના મહત્વપૂર્ણ દ્વીપો સુધી પોતાની
પહોંચ બનાવવા માંગે છે.
આને લઈને ભારત
અને ઈન્ડોનેશિયાની વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે. ભારત ત્યાં બંદર અને
આર્થિક ક્ષેત્રે રોકાણ કરવા ઈચ્છે છે અને જો આ કરાર વડાપ્રધાન મોદીના વર્તમાન
પ્રવાસ દરમિયાન કરવામાં આવે છે, તો આ મોદી સરકારની
એક્ટ ઈસ્ટ નીતિ માટે એક મહત્વપૂર્ણ સફળતા તરીકે કરવામાં આવશે.
વડાપ્રધાન
તરીકે મોદીની આ પહેલી ઈન્ડોનેશિયા યાત્રા છે. યાત્રા દરમિયાન મોદી ઈન્ડોનેશિયામાં
ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો