સોમવાર, 10 ઑગસ્ટ, 2020

 આંદામાન નિકોબાર દ્વીપ સમુહ માટે સબમરીન કેબલ કનેક્ટીવિટીનો શુભારંભ

Work on undersea cable to connect Andamans to begin in December ...

ચેન્નઇથી 2300 કિલોમીટર લાંબા કેબલ દ્વારા આંદામાન નિકોબારને મળશે હાઇસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટવિટી, હાઇસ્પીડ બ્રોડબેન્ડથી દ્વીપના વિકાસને મળશે નવી દિશા: PM

દેશના માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇથી પોર્ટબ્લેયરને કનેક્ટેડ 2300 કિલોમીટર લાંબી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપ્ટિકલ ફાયબરથી આંદામાન નિકોબારના 12 જેટલા ટાપુઓને 4જી કનેક્ટીવિટી મળશે જેને કારણે સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટાપુના સમૂહને માત્ર ઇન્ટરનેટ કનેક્ટવીટી જ નહીં પરંતુ આર્થિક વિકાસને પણ વેગ મળશે તેનો ફાયદો સમગ્ર દેશને થશે.

સબમરીન કેબલ પોર્ટબ્લેયર, લિટલ આંદામાન, કાર્નિકોબાર, કામોટા, ગ્રેટ-નિકોબાર, ગ્રેટ આયલેન્ડ, અને રંગટ સાથે જોડાશે.

આ યોજનાની આધારશીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ 30 ડિસેમ્બર 2018ના રોજ રાખી હતી.

 

શીતળા સાતમ



રવિવાર, 9 ઑગસ્ટ, 2020

 સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા કરી મોટી જાહેરાત

101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર સંરક્ષણ મંત્રાલય લગાવશે પ્રતિબંધ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને આપી માહિતી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવા ભલામણ કરશે. સંરક્ષણમંત્રીએ જે 101 સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર ચોક્કસ મુદત માટે પ્રતિબંધ મુકાવા જઇ રહ્યો છે તેની યાદી પણ આપી હતી. આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે, 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતાં તેના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ મળશે. ખાનગી ક્ષેત્ર પણ તેમાં યોગદાનની સાથે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.

 

 મુખ્યમંત્રીની "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા સંવાદ

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં સીધા સંકળાયેલા અને કોરોના સામેના જંગમાં પોતાનું જીવન હારી ચૂકેલા 35 દિવંગત કર્મયોગીઓના પરિવારજનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા આ સંવાદમાં દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી. 

જે અંતર્ગત પોતાનું આવાસ ન હોય તેવા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારને સરકારી યોજનાના આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે. એટલે કે, ડ્રો વિના તેમને આવાસ ફાળવાશે. સાથે જ માં અમૃતમ, માં વાત્સલ્યમ યોજના અન્વયે રૂ.3 લાખ સુધીની આરોગ્ય સારવાર મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવારજનોને અપાશે.

વિશ્વ આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ઉજવાયો આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી અને માસ્ક સાથે આદિવાસી દિવસ ઉજવાયો હતો. નર્મદા જિલ્લાના આદિવાસીઓને તેમની કુશળતા મુજબ અલગ અલગ પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આદિવાસી શબ્દ રદ કરવાની છોટુભાઈ વસાવાની વાતમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, તેમાં સમાજે માનસિકતા બનાવવી પડે. મારા આદિવાસી ભાઈ-બહેનો પણ પછાતમાંથી સામાન્યમાં જોડાય અને પછાત વિસ્તાર તરીકે વિકસિત વિસ્તાર તરીકે તેને ઓળખવામાં આવે આ સરકારની અને સમાજની પણ ફરજ છે.

 

શનિવાર, 8 ઑગસ્ટ, 2020

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ, ‘ગંદકી ભારત છોડો’નો નારો આપ્યો

Swachh Bharat Mission - Major Initiatives Taken by Governtment of ...

- આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજધાની દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ છે. આ કેન્દ્ર દેશના સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને બાળકો સાથે સંવાદ પણ કર્યો. તેમણે બાળકોના સવાલોના જવાબ પણ આપ્યા. આ સાથે જ નરેન્દ્ર મોદીએ ‘ગંદકી ભારત છોડો’નો નારો પણ આપ્યો. મહાત્મા ગાંધીએ આજના દિવસે આઝાદીની લડત દરમિયાન અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો. ત્યારે આ અવસર પર તેના અનુસંધાને વડાપ્રધાને ‘ગંદકી ભારત છોડો’નો નારો આપ્યો છે.

નરેન્દ્ર મોદીએ આ સ્વચ્છતા કેન્દ્રની ઘોષણા 10 એપ્રિલ 2017ના દિવસે કરી હતી. આ દિવસે મહાત્મા ગાંધીએ કરેલા ચંપારણ સત્યાગ્રહને 100 વર્ષ પુરા થયા હતા. 

આજનો દિવસ આપણા માટે ઐતિહાસિક છે. દેશની આઝાદીમાં આજની તારીખ એટલે કે 8 ઓગષ્ટનું મોટું યોગદાન છે. આજના દિવસે 1942માં ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજો ભારત છોડો અભિયાન શરુ થયું હતું, ત્યારે આપણે આજના દિવસે ગંદકી ભારત છોડો અભિયાન શરુ કરવાનું છે.

 

કેવો હોય છે ‘ટેબલટોપ’ રનવે? જેના પર થતું દરેક લેન્ડિંગ જોખમી હોય છે


- કેરળના કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના માટે આ ‘ટેબલટોપ’ રનવેને પણ જવાબદાર ગણવમાં આવી રહ્યો છે

શુક્રવાર સાંજે કેરળમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. જેમાં અનેક લોકોના મોત થાય છે તો કેટલલાય લોકો ઘાયલ થયા છે. કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી ઉતરી ગયું અને તેના બે ટૂકડા થયા. વિમાન દુર્ઘટના કઇ રીતે થઇ તે તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ કોઝિકોડ એરપોર્ટ ભૌગોલિક રીતે ‘ટેબલટોપ’. વા રનવે પર થતું દરેક લેન્ડિંગ જોખમી હોય છે. આ પ્રકારના રપોર્ટ અને રનવેને લેન્ડિંગ માટે ખતરનાક ગણવમાં આવે છે.

કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના માટે આ ‘ટેબલટોપ’ રનવેને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ‘ટેબલટોપ’ રનવે એટલે એવો રનવે જેની આસપાસ ઉંડાઇ હોય. ઉપરાંત રનવે પુરો થયા પછી પણ વધારે જગ્યા નથી હોતી. જેના કારણે જ કોઝિકોડ એરપોર્ટ પર વિમાન સીધું ઘાટીમાં ઉતરી ગયું, જ્યાં તેના બે ટૂકડા થઇ ગયા. 

રનવેની બંને બાજુ અથવા તો એક બાજુ ઘાટી હોવાના કારણે લેન્ડિંગમાં જોખમ રહેલું હોય છે. લેન્ડિંગ અને ટેક ઓફ વખતે સાવધાની રાખવી પડે છે. મોટાભાગે ‘ટેબલટોપ’ રનવે પહાડી વિસ્તારમાં બનેલા હોય છે. ભારતમાં કર્ણાટકના મેંગલોર, કેરળના કોઝિકોડ અને મિજોરમની અંદર આવા રનવે છે. ત્યારે આવા રનવે પર જો વિમાન પર નિયંત્રણ ના રહે તો તે સીધુ રનવે પરથી ઉતરી જાય છે. જેના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ રહે છે. આવી જ ઘટના કેરળના કોઝિકોડ એરપોરેટ પર બની છે.