વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની
અધ્યક્ષતામાં ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ઉજવાયો આદિવાસી દિવસ
વિશ્વ
આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ
સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી અને માસ્ક સાથે આદિવાસી દિવસ ઉજવાયો હતો. નર્મદા
જિલ્લાના આદિવાસીઓને તેમની કુશળતા મુજબ અલગ અલગ પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આદિવાસી શબ્દ રદ કરવાની છોટુભાઈ વસાવાની
વાતમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, તેમાં સમાજે
માનસિકતા બનાવવી પડે. મારા આદિવાસી ભાઈ-બહેનો પણ પછાતમાંથી સામાન્યમાં જોડાય અને
પછાત વિસ્તાર તરીકે વિકસિત વિસ્તાર તરીકે તેને ઓળખવામાં આવે આ સરકારની અને સમાજની
પણ ફરજ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો