નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ, ‘ગંદકી ભારત છોડો’નો નારો આપ્યો
- આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની
સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજધાની દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ છે. આ કેન્દ્ર દેશના સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને બાળકો સાથે સંવાદ પણ કર્યો. તેમણે બાળકોના સવાલોના જવાબ પણ આપ્યા. આ સાથે જ નરેન્દ્ર મોદીએ ‘ગંદકી ભારત છોડો’નો નારો પણ આપ્યો. મહાત્મા ગાંધીએ આજના દિવસે આઝાદીની લડત દરમિયાન અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો. ત્યારે આ અવસર પર તેના અનુસંધાને વડાપ્રધાને ‘ગંદકી ભારત છોડો’નો નારો આપ્યો છે.
નરેન્દ્ર મોદીએ આ સ્વચ્છતા કેન્દ્રની ઘોષણા 10 એપ્રિલ 2017ના દિવસે કરી હતી. આ દિવસે મહાત્મા ગાંધીએ કરેલા ચંપારણ સત્યાગ્રહને 100 વર્ષ પુરા થયા
હતા.
આજનો દિવસ આપણા માટે ઐતિહાસિક છે. દેશની આઝાદીમાં આજની તારીખ એટલે કે 8 ઓગષ્ટનું મોટું યોગદાન છે. આજના દિવસે 1942માં ગાંધીજીની આગેવાનીમાં
અંગ્રેજો ભારત છોડો અભિયાન શરુ થયું હતું, ત્યારે આપણે આજના
દિવસે ગંદકી ભારત છોડો અભિયાન શરુ કરવાનું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો