કેવો હોય છે ‘ટેબલટોપ’ રનવે? જેના પર થતું દરેક લેન્ડિંગ જોખમી હોય છે
- કેરળના કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના
માટે આ ‘ટેબલટોપ’ રનવેને પણ જવાબદાર
ગણવમાં આવી રહ્યો છે
શુક્રવાર સાંજે કેરળમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. જેમાં અનેક લોકોના મોત
થાય છે તો કેટલલાય લોકો ઘાયલ થયા છે. કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું
વિમાન રનવે પરથી ઉતરી ગયું અને તેના બે ટૂકડા થયા. વિમાન દુર્ઘટના કઇ રીતે થઇ તે
તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ કોઝિકોડ
એરપોર્ટ ભૌગોલિક રીતે ‘ટેબલટોપ’. વા રનવે પર થતું
દરેક લેન્ડિંગ જોખમી હોય છે. આ પ્રકારના રપોર્ટ અને રનવેને લેન્ડિંગ માટે ખતરનાક
ગણવમાં આવે છે.
કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના માટે આ ‘ટેબલટોપ’ રનવેને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ‘ટેબલટોપ’ રનવે એટલે એવો રનવે જેની આસપાસ
ઉંડાઇ હોય. ઉપરાંત રનવે પુરો થયા
પછી પણ વધારે જગ્યા નથી હોતી. જેના કારણે જ કોઝિકોડ એરપોર્ટ પર વિમાન સીધું
ઘાટીમાં ઉતરી ગયું, જ્યાં તેના બે
ટૂકડા થઇ ગયા.
રનવેની બંને બાજુ અથવા તો એક બાજુ ઘાટી હોવાના કારણે લેન્ડિંગમાં જોખમ રહેલું
હોય છે. લેન્ડિંગ અને ટેક ઓફ વખતે સાવધાની રાખવી પડે છે. મોટાભાગે ‘ટેબલટોપ’ રનવે પહાડી વિસ્તારમાં બનેલા હોય છે. ભારતમાં કર્ણાટકના મેંગલોર, કેરળના કોઝિકોડ અને
મિજોરમની અંદર આવા રનવે છે. ત્યારે આવા રનવે પર જો વિમાન પર નિયંત્રણ ના રહે તો તે
સીધુ રનવે પરથી ઉતરી જાય છે. જેના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ રહે છે. આવી જ ઘટના
કેરળના કોઝિકોડ એરપોરેટ પર બની છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો