હોકીના પ્રખ્યાત ખેલાડી મેજર
ધ્યાનચંદનો જન્મદિવસ -29 ઓગસ્ટ
તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905એ ઈલાહાબાદમાં થયો હતો. આજે તેમના જન્મ દિવસે રમતની દુનિયામાં સારુ
પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન અને
દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે. ધ્યાનચંદે સતત ત્રણ ઓલંપિકમાં 1928 એમ્સટર્ડમ, 1932 લૉસ એન્જલસ અને 1936 બર્લિનમાં ભારતને હોકીમાં સુવર્ણ ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
છે.
તેમણે તેમના 22 વર્ષના
આંતરરાષ્ટ્રીય કરિયરમાં 400 ગોલ કર્યા છે. એમને રમત જગતમાં
ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતના ઈતિહાસમાં જર્મન તાનાશાહ હિટલર પણ ધ્યાનચંદની
રમતથી પ્રભાવિત હતા. તેમણે ધ્યાનચંદને જર્મનની ફોજમાં આવવાનો પ્રસ્તાવ કર્યો હતો
પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.
ધ્યાનચંદ જ્યારે રમતા ત્યારે એવું લાગતુ કે બોલ તેમની સ્ટિક પર ચોંટી ગયો
હોય. તેમના નામ પાછળ પણ રસપ્રદ વાત છે કે તેઓ ચંદ્રના અજવાળામાં નિયમિત અભ્યાસ
કરતા હતા તેથી તે ચાંદ નામથી પણ જાણીતા હતા. જો કે આના પહેલા તેમનું નામ ધ્યાનસિંહ
હતુ અને ત્યારબાદ તેમનુ નામ ધ્યાનચંદ પડ્યુ હતુ.
મેજર ધ્યાનચંદની આટલી સિધ્ધિઓ હોવા છતાં તેમને હજુ સુધી ભારત રત્ન આપવામાં
આવ્યો નથી. જોકે રમત જગતમાં પહેલો ભારત રત્ન ક્રિકેટર સચિન તેંડુલકરને આપવામાં
આવ્યો છે. ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગણી અત્યારે ઘણી ઝડપી ચાલી રહી છે.
ધ્યાનચંદનું અવસાન 3 ડિસેમ્બર 1979એ થયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો