ગુરુવાર, 12 જુલાઈ, 2018

દક્ષિણ ભારતમાં 'સૌરાષ્ટ્રીયન' ભાષા બોલાય છે!!!


- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દક્ષિણ ભારતના તજજ્ઞોને સૌરાષ્ટ્રીયન ભાષાની ડિક્શનરી તૈયાર કરી આપશે 

- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતનુ આ કનેક્શન કદાચ તમે નહી જાણતા હોય ......

સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાંથી સ્થળાંતરિત થઈને દક્ષિણભારતમાં ૨૨ લાખ ગુજરાતીઓ વસવાટ કરી રહ્યાં છે. જેમની અલગ ભાષા અને અલગ પરીવેશ હોવા છતાં તેઓ ગુજરાતીઓની નજીક સૌથી વધુ રહ્યાં છે.

મદુરાઈથી  આવેલા 'સૌરાષ્ટ્રી' ભાષાના ૧૫ તજજ્ઞની ઉપસ્થિતિમાં યુનિ.ના અંગ્રેજી ભવન ખાતે એક અઠવાડીયાની કાર્યશાળાનો પ્રારંભ થયો હતો તેઓ આઠ દિવસ દરમિયાન દક્ષિણભારતમાં પ્રચલિત એવી સૌરાષ્ટ્રીયન ભાષાના ગુજરાતી અને અંગ્રેજીના સમાનાર્થી શબ્દો સાથેની એક ડિકશનેરી તૈયાર કરશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવન ખાતે સાત દિવસની શબ્દભંડોળ કાર્યશાળાનો પ પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્ર હેરીટેજ ચેર, મદુરાઈ તેમજ મૈસુરસ્થિત સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયન લેંગવેજીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલી આ કાર્યશાળામાં  તામિલનાડુંમાં પ્રચલિત એવી સૌરાષ્ટ્રીયન ભાષા વિશેની સમજ આપવામાં આવી હતી.

તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, તામિલનાડુમાં સૌરાષ્ટ્રીયન ભાષાને લઘુમતિનો દરજ્જો મળ્યો છે. ૧૧મી સદીમાં સમનાથ આક્રમણ થયા  બાદ વિસ્થાપિત થયેલા લોકો દક્ષિણ ભારતમાં થઈને વસ્યા હતા જેની સખ્યા આજે ૨૨ લાખનો આંબી ગઈ છે.

મદુરાઈથી આવેલા તજજ્ઞાોએ જણાવ્યું હતુ કે, ગુજરાતી અને સૌરાષ્ટ્રીયન ભાષાના સમાનાર્થી શબ્દો માટેની ૧૩૦૦ શબ્દોની એક ડીકશનેરી અલગ તૈયાર કરવામાં આવી છે. હવે સૌરાષ્ટ્રીયન ગુજરાતી અને અંગ્રેજી ભાષાની ૫ હજાર શબ્દોની એક ડીકશનેરી તૈયાર કરવામાં આવશે.


સૌરાષ્ટ્ર ચેરની સ્થાપના સાથે સંકળાયેલા પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રીયન ભાષા ગુજરાતીઓ શીખી શકે તે માટેનો એક પ્રયત્ન અહી શરૃ કરાયો છે. આ ભાષાની સાથે ત્યાંની સંસ્કૃતિ, કલા સંગીતને પણ ગુજરાતીઓ સાથે નજીકનો નાતો છે. અહી જેમ નરસિંહ મહેતાના ભજનો લોકપ્રિય છે. તેમ દક્ષિણ ગુજરાતના સુપ્રસિધ્ધ કવિ નટનગોપાલ નાયકીનાં ભજનો સુપ્રસિધ્ધ છે તે ભજનોને સમજવા માટે સેમિનાર થશે. તેલુગુ, તામિલ દેવનાગરી, મરાઠી અને ગુજરાતીમાંથી તૈયાર થયેલી સૌરાષ્ટ્રીયન ભાષાના વૈવિધ્યને જાણવાની કાર્યશાળામાં ગુજરાતના ૧૦થી ૧૫ વિદ્વાનો જોડાશે.


બુધવાર, 11 જુલાઈ, 2018

“સાથી”:CRPF
દ્વારા અમરનાથ યાત્રાળુઓ માટે મોબાઇલ હેલ્પ સેન્ટર

CRPF launches mobile help centre 'Saathi' for pilgrims

અમરનાથની 3,880 મીટર ઉચ્ચી પવિત્ર ગુફામાં દર વર્ષે યાત્રા માટે આવતા યાત્રીઓની મદદ માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથી”, એક મોબાઇલ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે.તે જમ્મુના ભગવતી નગર આધાર કેમ્પની બહાર કેમ્પમાં રહેતા યાત્રીઓને મદદ અને માહિતી આપશે. આ સીઆરપીએફ દ્વારા યાત્રાના રૂટ પર આપવામાં આવતી વિશેષ સુરક્ષા  હશે.

સાથી મોબાઇલ હેલ્પ સેન્ટરના સીઆરપીએફ કર્મચારીઓ જમ્મુમાં વિવિધ કેમ્પની મુલાકાત લેશે અને યાત્રાળુઓને સલામતીના પગલાં વિશે ધ્યાનમાં રાખશે. તેઓ યાત્રીઓને અન્ય સંબંધિત માહિતી આપશે. વધુમાં, તેઓ જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર પૂરી પાડશે અને દવાઓ પણ વહેંચશે

World Population Day - 11th July

Image result for world population day

મંગળવાર, 10 જુલાઈ, 2018

મોદી અને દ.કોરિયાના પ્રમુખના હસ્તે નોઇડામાં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન


- દ. કોરિયાના પ્રમુખ મૂન જે-ઇન ભારતની ચાર દિવસીય મુલાકાતે

- દ. કોરિયન કંપની સેમસંગ દ્વારા ઉત્તર પ્રદેશના મોબાઈલ પ્લાન્ટનું રૂ. 4915 કરોડના ખર્ચે વિસ્તરણ.

- સેમસંગ ભારતમાંથી જ 30 ટકા મોબાઈલની નિકાસ કરશે, મોદીએ કહ્યું '35એકરમાં ફેલાયેલું સેમસંગ યુનિટ ભારત માટે ગૌરવની વાત'

- મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં વિવિધ સ્થળે મોબાઇલ ફેક્ટરીઓ ઊભી કરીને આડકતરી રીતે ચાર લાખ લોકોને રોજગારી આપવાનો દાવો

- સેમસંગ પ્લાન્ટની શરૃઆત પછી ભારત વિશ્વનું બીજા નંબરનું મોબાઇલ ઉત્પાદક બનશે, નવી ફેક્ટરીના કારણે રેફ્રિજરેટર અને ટેલિવિઝનનું ઉત્પાદન બમણું થઇ જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇનએ નોઇડાના સેક્ટર ૮૧માં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યુ હતું. સેમસંગ કંપની નોઇડામાં પોતાના મેન્યુફેકચરિંગ યુનિટનો વિસ્તાર કરી રહી છે. આ માટે કંપનીએ ૪૯૧૫ કરોડ રૃપિયાનું રોકાણ કર્યુ છે.

ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ નવું યુનિટ ભારતની સાથે ઉત્તર પ્રદેશ અને નોઇડા માટે પણ ગૌરવની વાત છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૨ કરોડ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવામાં આવશે. એટલે કે દર મહિને એક કરોડ સ્માર્ટ ફોન બનાવવામાં આવશે. આ પ્લાન્ટ ૩૫ એકરમાં ફેલાયેલું છે. આ નવા પ્લાન્ટથી વધુ એક હજાર લોકોને નોકરી મળશે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં મધ્યમ વર્ગનો ભાગ્યે જ કોઇ એવો પરિવાર હશે જેમાં કોરિયન કંપનીઓની વસ્તુઓ નહીં હોય. ભારતમાં હાલમાં મોબાઇલનું નિર્માણ કરતી ૧૨૦ ફેક્ટરીઓ છે. જે ૨૦૧૪માં માત્ર બે હતી. આ ૧૨૦ ફેક્ટરીઓમાંથી ૫૦ તો ફક્ત નોઇડામાં જ છે. નવા પ્લાન્ટમાં બનનારા કુલ મોબાઇલ પૈકી ૩૦ ટકા મોબાઇલની નિકાસ કરવામાં આવશે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં વિવિધ સ્થળે મોબાઇલ ફેક્ટરીઓના નિર્માણથી કુલ ચાર લાખ લોકોને રોજગારી મળશે .ભારત વિશ્વનું બીજા નંબરનું મોબાઇલ ઉત્પાદક બની જશે નવી ફેટકરીના ઉદ્ઘાટનને કારણે રેફ્રિજરેટર અને ટેલિવિઝનનું ઉત્પાદન બમણું થઇ જશે. નોઇડા ઉપરાંત તમિલનાડુમાં પણ સેમસંગનું મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે.

સેમસંગ ૨૦૦૭થી ભારતમાં મોબાઇલનું નિર્માણ કરી રહ્યું છે. સેમસંગ ઇન્ડિયાના ચીફ એક્ઝિકયૂટીવ ઓફિસર(સીઇઓ) એચસી હોંગે જણાવ્યું હતું કે નોઇડાની અમારી ફેક્ટરી વિશ્વની સૌથી મોટી ફેક્ટરી છે.


શુક્રવાર, 6 જુલાઈ, 2018

2000 વર્ષથી વધુ ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર રાજપૂત, માલવા, સૌરાષ્ટ્રને જોડતું વડનગર વેપારી મથક હતું


- હ્યુ એન સાંગે 10 બૌદ્ધ વિહાર હોવાનું આલેખ્યું :2005 - 06 માં ઉત્ખનન વખતે બૌદ્ધવિહાર અને સ્તૂપ મળ્યા, માથાના વાળ ગુંચળુ વળેલી બુદ્ધની અલભ્ય પ્રતિમા મળી

મૌર્ય યુગથી મરાઠા યુગ અને અંગ્રેજ શાસન વખતે ઘણી તડકી-છાંયડી વેઠી ચુકેલુ વડનગર નગર રાજપૂતો, માલવા, સૌરાષ્ટ્રને જોડતી એક મહત્વનુ સાંસ્કૃતિક અને વ્યાપારિક કેન્દ્ર હતું. જે આજે પણ ગૌરવપૂર્ણ ભૂતકાળના આધારે તજસ્વી વર્તમાન ઘડી રહ્યું છે. ઐતિહાસિક નગરી વડનગરમાં કિર્તીતોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મહાદેવ અને તાના-રીરી સિવાય આશરે ૨૦૦૦ વર્ષ કે તેથી પણ વધારે સળંગ ઈતિહાસ ધરાવતું નગર ઉંચા ટેકરા પર વસેલુ છે.

ઈ.સ.ની પહેલી સદીમાં ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદ્વાનો વિદેશ જવા લાગ્યા અને તેમના સંસર્ગથી પરદેશી મુમુક્ષો બૌદ્ધ ધર્મ જાણવા ભારતમાં આવવા લાગ્યા હતા. જેમાં ચીનના હ્યુ એન સાંગ ઈ.સ.૬૪૧માં ગુજરાતના વડનગરની બૌદ્ધ ધર્મ જાણવા અને સમજવા મુલાકાત લીધી હતી. વડનગરની તેની મુલાકાતમાં અહીં ૧૦ બૌદ્ધ વિહારો હોવાનું નોંધ્યું છે. જો કે કનૈયાલાલ દેસાઈ આ સંખ્યા ૩૦૦ની હોવાનું જણાવે છે.

કેટલાક વર્ષોથી પુરાતત્વ ખાતા દ્વારા ઉત્ખનન કામગીરી ચાલી રહી છે. જેમાં ઈ.સ.૨૦૦૫-૦૬માં વડનગરના ઘાંસકોળ દરવાજે ઉત્ખનન દરમિયાન એક બૌદ્ધ વિહાર અને સ્તૂપ મળ્યો હતો.એ સિવાય એક ખેતરમાં ખેડાણ કરતી વખતે ઈ.સી.ની બીજી ત્રીજી સદીની પદ્માસનમાં બેઠેલી બુદ્ધની પ્રતિમા મળી આવી છે. જેના માથાના વાળ ગુંચળુ વળેલા છે. ઉત્ખનન દરમિયાન જંગલમાં બુદ્ધ વિહાર કરતા હોય એ સમયે વાંદરો બુદ્ધને મધ આપે છે એવું અલભ્ય શિલ્પ પણ મળી આવ્યું છે.

તાજેતરમાં નગરની બહાર ઉત્ખનન કરતા માટીના વાસણો, શંખની બંગડીઓ તેમજ મણકા મળી આવેલા છે. ચાલુ વરસમાં શર્મિષ્ઠા તળાવ કિનારે ઉત્ખનન દરમિયાન એક વિશિષ્ટ સ્ટ્રક્ચર મળી આવેલા છે કે જે શું છે? શા માટે બનાવાયું હશે? જેવા સવાલો જવાબ વિદ્વાનો પણ આપી શકતા નથી. પરંતુ આ સ્ટ્રક્ચરમાં ૨૦ જેટલા સેલ એક પ્રકારના રૃમ જેવા મળી આવ્યા છે. આ સ્ટ્રક્ચર ક્ષત્રપ કાળથી લઈને મોગલ સમય સુધીનો કાળ ધરાવે છે. દરેક સમયના શાસકોએ તેમની જરૃરીયાત મુજબ જુદો-જુદો ઉપયોગ કર્યો હોવાનું મનાય છે.

અહીંથી મળેલ સોલંકી કાલીન ગણાતો એક વર્તુળાકાર અવશેષ કે જેના પર પ્રાચીન ભાષાના અક્ષરો કોતરાયેલા છે. જે કુતૂહલ જગાડે છે કેમકે તેનો ઉપયોગ શું હશે? શું છે? એના વિશે પુરાતત્વવિદો પણ એકમત નથી. પણ એ જ્યોતિષ દિશાસૂચન કે તાંત્રિકમાં ઉપયોગ લેવાતું સાધન હશે એવું માની શકાય.

ઋષિ આરા તરીકે ઓળખાતુ પુરાણુ સ્થળ

વડનગરના શર્મિષ્ઠા તળાવના ઉપરના ભાગે ઋષિ આરા તરીકે ઓળખાતુ એક પુરાણુ સ્થળ છે. આ જગ્યાની પ્રાચીનતામાં તળાવના આરે સપ્તઋષિની પ્રતિમાઓ કંડારેલી છે. હાલ ભગ્ન અવસ્થામાં જોવા મળે છે. આ બાંધકામ એક સમયે ચોક્કસ ભવ્ય હશે. અહીના શિલ્પો જોતા તળાવ કિનારે વિશાળ મંદિર કે મોટુ બાંધકામ હશે. તળાવ આસપાસ સુંદર પક્ષીઓ પણ જોવા મળે છે.  

અમરથોળ દરવાજાની બહાર કોટની દિવાલે છનાના મંદિરો


વડનગર અમરથોળ દરવાજા બહાર કોટની દિવાલને અડીને છનાના મંદિરો આવેલા છે. ૧૦મી સદીમાં બંધાયેલા આ મંદિરોમાંથી મુખ્ય મંદિર સિવાયના તમામ મંદિરો ભગ્ન અવસ્થામાં જોવા મળે છે. સૂર્ય, શક્તિ અને વિષ્ણુના આ મંદિરો છે. એક મંદિર લુપ્ત છે. અહીંથી મળેલી મૂર્તિઓ દિવાલ પર ગોઠવેલી જોવા મળે છે. મુખ્ય મંદિરમાં અત્યારે પૂજા-અર્ચના થાય છે તેના દરવાજા અને બારીમાં પણ જૂની કોતરણી છે. જેનો કેટલોક ભાગ જૂનો-નવો એ રીતે સચવાયું છે. કેટલાક સુંદર શિલ્પો પણ હાલ જોવા મળે છે.

ગુરુવાર, 5 જુલાઈ, 2018


6 જુલાઇ ની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • મહાત્મા ગાંધીને પ્રથમ વખત 1944માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા તરિકે સંબોધ્યા હતા.Image result for gandhiji
  • 44 વર્ષ પછી, ભારત-ચીનના 1962 ના યુદ્ધથી , નાથુલા દ્વાર બંધ હતો, જે 2006 માં ખોલવામાં આવ્યો હતો. ત્યાંથી ભારત અને ચીન વચ્ચે વેપાર થતો હતો.
  • વેલ્લોર હોસ્પિટલએ 1959માં પ્રથમ વખત ઓપન હાર્ટ સર્જરી કરી હતી.

6 જુલાઇ ના દિવસે જ્ન્મેલ વ્યક્તિઓ

  • ભારતના પ્રખ્યાત સમાજ સુધારક લક્ષ્મીભાઈ કેલકરનો જન્મ 1905 માં થયો હતો.Image result for laxmibai kelkar
  •  બૌદ્ધ ધર્મના નેતા, દલાઈ લામાનો જન્મ 1935માં થયો હતો.
  • Image result for dalai lama


6 જુલાઇ ના દિવસે મૃત્યુ પામેલ વ્યક્તિઓ

·    કોર્નેલિયા સોરબજી (15 નવેમ્બર 1866 - 6 જુલાઈ 1954) એ એક ભારતીય મહિલા હતી, જે બોમ્બે યુનિવર્સિટીમાંથી પ્રથમ મહિલા સ્નાતક, ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે કાયદાનો અભ્યાસ કરવાનારી પ્રથમ મહિલા હતીભારતની પ્રથમ મહિલા વકીલ , અને ભારત અને બ્રિટનમાં કાયદાની પ્રેક્ટિસ કરનારી પ્રથમ મહિલા હતા.

Image result for cornelia sorabji

ગૂગલ ડૂડલએ 15નવેમ્બર 2017 ના દિવ્સે તેમના સન્માનમાં 151માં જન્મદિવસને ઉજવ્યો હતો. 
·       પ્રસિદ્ધ ઉધ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીનું નિધન 2002 માં થયુ હતુ
Related image

6 જુલાઈ ના મહત્વના પ્રસંગો
·         ડો. શ્યામ પ્રસાદ મુખર્જી ( જન્મ : 6 જુલાઈ, 1901 - મૃત્યુ : 23 જૂન, 1953) શૈક્ષણિક સંસ્થા, વિચારક અને ભારતીય જન સંઘ ના સ્થાપક.
Image result for shyam prasad mukherjee

·       વિશ્વ ઝૂનોસેઝ દિવસ
Image may contain: text


વિશ્વ ઝૂનોસેઝ(Zoonoses) દિવસ – 6th July

Image result for zoonoses day

​​ઝૂનોટિક રોગોના વધતા જોખમ અંગે જાગરૂકતા વધારવા માટે દર વર્ષે 6 જુલાઈ નો દિવસ ઝૂનોસેઝ દિવસ તરિકે ઉજવાય છે. અમુક રોગો કે જે પ્રાણી દ્વારા મનુષ્ય સુધી ફેલાતો રોગ જે એક જોખમ છે જે ઘણીવાર અવગણવામાં આવે છે, જો કે મનુષ્યોમાં 60% થી વધુ ચેપી રોગો અને 75% રોગો પ્રાણીઓથી ઉદ્દભવે છે.

6 જુલાઈ, 1885 થી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લ્યુઇસ પાશ્ચરને હડકવાળા કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યા પછી તરત જ જોસેફ મેઇસ્ટરને રોગ સામે પ્રથમ રસી આપવામાં આવી હતી.

ઉદાહણ : નિપાહ વાઇરસ, હડકવાબર્ડ ફ્લૂ